________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૨
કલશાકૃત ભાગ-૨ ઉપયોગ અસંખ્ય સમયનો છે એટલે તેને રાગથી ભિન્ન પાડતાં અસંખ્ય સમય જાય છે. પણ ભિન્ન પડી જાય છે. એક સમયમાં. આહા.. હા આવી વાતું હવે ! ધર્મ પામવાની આ રીત બતાવી બાપુ! આ પ્રભુના મારગડા છે. સંસારની બધી ક્રિયાઓ પાપની તેનાથી તો ભિન્ન છે પણ અહીં તો કહે છે ધર્મ શ્રવણ કરવામાં પણ જે શુભરાગ આવે તેનાથી પણ ભિન્ન કરવાનો ભેદ અભ્યાસ કર. શુભરાગથી ધર્મ થશે તેમ માન નહીં. સમજાણું કાંઈ ?
(દિન) જીવ અજીવની ભિન્નરૂપી બે ફાડ તો જ્ઞાનરૂપી કરવત વડે કરી.” જેમ છરી મૂકતા (વસ્તુના) બે કટકા થઈ જાય તેમ ભેદજ્ઞાનના અભ્યાસથી રાગ અને ભગવાન આત્માની બે ફાડ પડી જાય અર્થાત્ બન્ને જુદા પડી જાય. આહા.. હા ! આમાં કાંઈ બહારના ડહાપણના કામ છે એવું નથી અને બહુ વાંચ્યું હોય તો આ અભ્યાસ થાય એવું પણ નથી. અંદરમાં રાગથી ભિન્ન પડવાનો અને સ્વસમ્મુખ થવાનો અભ્યાસ કરતાં બે ફાડ પડી જાય છે. રાગ અને ભગવાન બન્ને જુદા પડી જાય છે. આ અજીવ અધિકાર છે. રાગ છે તે અજીવ છે. લોકોને આકરું પડે પરંતુ આ શુભરાગ છે તે પુદ્ગલ છે.
પ્રશ્ન- કાળ અસંખ્ય સમયનો છે. (સમ્યગ્દર્શન થવામાં) છ મહિનાનો અભ્યાસ કરવાનું શા માટે કહ્યું?
ઉત્તર- અંતમુહૂર્તમાં થઈ જાય છે. અહીં તો એ જાતનો અભ્યાસ કરવાનું કહ્યું. તેમાં અમૃતચંદ્ર જઘન્ય ન લીધું, ઉત્કૃષ્ટ ન લીધું પરંતુ મધ્યમ લીધું- છ મહિના.
પ્રશ્ન- આત્મા અને રાગ જુદા છે તેવો વિચાર કરવાથી કાર્ય થાય?
ઉત્તર- એવો વિચાર કરવો એ વિકલ્પ છે. વિકલ્પ કરવાથી કાર્ય ન થાય. બેને જુદા પાડવાથી બે ફાડ થાય.
શ્રોતા:- રાગની દિશા પર તરફ છે? ઉત્તર:- રાગની દશાની દિશા પર તરફ છે. દશાને સ્વ તરફ વાળવી. શ્રોતા- પર્યાય તો એક સમયની છે ને?
ઉત્તર:- એ પ્રગટ પર્યાય તો હવે ગઈ, આ તો નવી પર્યાય થઈ તેને અંદર વાળી તેમ કહે છે, સમય એક જ છે. આહા... હા ! વીતરાગનો મારગ આવો છે. અને તેમાં પણ દિગમ્બર સંતોએ તો કેવળજ્ઞાનને ઉભા રાખ્યા છે. જેવું સત્ હતું તેવું જાહેર કર્યું છે. આવી વાત બીજે કયાંય છે? આવી વાત બહાર આવી તો લોકો ભડકી ઊઠયા કે-આ તો એકાંત છે. આમાં તો કયાંય વ્યવહારની વાત આવતી નથી.
શ્રોતા:- પહેલાં મોટર આવી ત્યારે લોકો ભડકતા હતા ને? ઉત્તર:- ભડકતા હતા. પહેલી જ્યારે રેલ્વે આવી ત્યારે બોટાદ પાસે ખસ ગામની
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk