________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪)
કલામૃત ભાગ-૨ પામીશું એમ માનનારા કાયર અને નપુંસક માટે નથી. આકરી વાત છે. દયા-દાનનો શુભભાવ એ પુણ્યનો ભાવ અને દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ તેની રચનામાં રોકાણો તે તો નપુંસક છે એમ કહે છે. જેમ નપુંસકને વીર્ય ન હોય માટે પુત્ર ન હોય, તેમ શુભભાવની રચના કરનારને ધર્મની પ્રજા ન હોય. સમજાણું કાંઈ?
જેમ કરવત છે તે લાકડાંના બે કટકા કરે છે એમ અંદર પુણ્ય-પાપ અને દયાદાનના રાગનો વિકલ્પ અને ભગવાન તે બે વચ્ચે ભેદજ્ઞાનરૂપી કરવત પડી છે. પોતાનો જે સ્વભાવ છે તેની સન્મુખ થતાં રાગથી છૂટો પડ્યો. તેને રાગની ક્રિયા દ્વારા ભેદજ્ઞાન થયું એમ ન કહ્યું. રાગને ભિન્ન પાડવાના અભ્યાસથી ભેદજ્ઞાન થયું એમ કહે છે. ભેદજ્ઞાનના અભ્યાસથી ભેદજ્ઞાન થયું એમ કહે છે.
પ્રશ્ન:- આવો અભ્યાસ કેવી રીતે થાય?
ઉત્તર- અંતરમાં જ્ઞાનસ્વરૂપ ચૈતન્ય વસ્તુ છે અને આ રાગ પણ છે. હવે રાગની ઉપર જે લક્ષ છે તેને છોડીને જ્ઞાનસ્વભાવ ઉપર લક્ષ કરવું તે રાગથી ભિન્ન પડવાનો અભ્યાસ છે. આહા... હા! આવી વાતો છે બાપુ! વીતરાગ જિનેશ્વરનો માર્ગ આવો છે. ગૌતમ ગણધર મિથ્યાદેષ્ટિ હતા અને એક ક્ષણમાં ગણધરપદ પ્રગટ થતાં બાર અંગ અને ચૌદ પૂર્વની રચના કરી. એવી આત્માની તાકાત છે. તેઓ વેદાંતની શ્રદ્ધા લઈને મિથ્યાષ્ટિ તરીકે આવ્યા હતા. તેમની પાત્રતા હતી અને જ્યાં વાણી નીકળી એ પહેલાં સમજી ગયા. (ચાર જ્ઞાન પ્રગટ થયા.) વાણી પછી નીકળી.
શિવભૂતિ મુનિનો દાખલો પણ આપ્યો હતો. શિવભૂતિ મુનિને દ્રવ્યશ્રુતનું વિશેષજ્ઞાન ન હતું. પરંતુ આત્મજ્ઞાન હતું. હવે કેવળજ્ઞાન પામવાનો એનો પ્રસંગ આવ્યો છે ત્યારે ગુરુએ “મા તુષ અને મા રુષ' કહ્યું; એટલે કે-વીતરાગતા પ્રગટ કર. અનુકૂળતામાં સંતોષ નહીં અને પ્રતિકૂળતામાં દ્વેષ નહીં. તેમને તો મા રુષ અને મા તુષ એટલા શબ્દોય યાદ ન રહ્યાં; પરંતુ એક બાઈ અડદ પલાળી તેની છડીદાળ બનાવતી હતી. બીજી બહેન આ બાઈને પૂછે છે. બહેન તું આ શું કરે છે? તે કહે તુષ (ફોતરાં) અને માસ (અડદ) બેને જુદાં કરું છું. એ વાત શિવભૂતિ મુનિએ સાંભળી અને એકદમ ઉપયોગ તીક્ષ્ણ થતાં; આ વિકલ્પ માત્ર ફોતરાં છે અને હું અંદર નિર્વિકલ્પ આનંદનો નાથ પ્રભુ છું.. આમ સ્વરૂપમાં લીન થયા અને અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન લીધું.
હવે સંસારમાં નહીં જાવું.” અનાદિથી જે રાગનો સંસાર હતો તેમાંથી આત્મા ખસી ગયો. હવે હું રાગ અને સંસારને મારા નહીં માનું. ચિદાનંદ ભગવાન આનંદનું દળ છે-જ્ઞાનનો પ્રકાશ છે. જ્ઞાયકભાવ છે તેને અવલંબીને રાગથી ભિન્ન ભેદજ્ઞાનના અભ્યાસ દ્વારા પ્રગટ થાય છે. સ્વસમ્મુખ થઈ અને રાગથી ભિન્ન પડવું એવો જે અભ્યાસ તે ભેદજ્ઞાનની કરવત છે. આવી વાત છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk