________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૫
૧૩૯ તદ્ન ભિન્ન પડીને ( અનુભવ થાય છે).
આહા. હા ! કહે છે? ‘વ્ય$' પ્રગટપણે જે છે એવો” સર્વજ્ઞશક્તિ જે શક્તિરૂપે હતી તે પ્રગટ થઈ છે. ભગવાન આત્મામાં સર્વજ્ઞશક્તિ તો ત્રિકાળ હતી-કાયમ હતી, એને પોતાના જોર અને પુરુષાર્થથી પર્યાયમાં સર્વજ્ઞપણું પ્રગટ કર્યું છે. સમ્યજ્ઞાન થયું એમાંય પુરુષાર્થથી ભાવશ્રુતજ્ઞાન પ્રગટ કર્યું છે.
પાઠમાં એમ આવે છે કે ભગવાનની દિવ્યધ્વનિમાં ભાવશ્રુતનો ઉપદેશ કર્યો. શું કહ્યું? ભગવાનને કેવળજ્ઞાન થયું તો ભગવાને કેવળજ્ઞાનનો ઉપદેશ નથી આપ્યો એમ કહે છે. તેમણે ભાવશ્રુતજ્ઞાનનો ઉપદેશ આપ્યો છે. કેવળી પાસે ભાવશ્રુતજ્ઞાન તો નથી છતાં પણ વાણીમાં ભાવશ્રુતનો ઉપદેશ આવ્યો એમ કહે છે. કેમકે સાંભળનારા જે ગણધરોને દ્રવ્યશ્રુત જે કાને પડે છે તેઓને ત્યાં ભાવશ્રુત થાય છે. તેથી ભગવાને ભાવશ્રુત કહ્યું તેમ કહેવાય છે. કેવળજ્ઞાનનું સ્વરૂપ પણ ભાવશ્રુત દ્વારા જણાય છે ને? કેવળજ્ઞાની પરમાત્માને પૂરણ આનંદ ને જ્ઞાનના પ્રકાશના પૂર પ્રગટયા છે તે ભાવશ્રુતજ્ઞાન દ્વારા કહે છે એમ કહે છે. વાણી દ્વારા ભાવશ્રુતને પ્રકાશ્ય તેનો આજ દિવસ છે.
(વિન્માત્રશસ્યા) જ્ઞાનગુણ સ્વભાવ તેના વડે જાણ્યા છે ત્રણલોક જેણે એવી છે.” પોતાનો જ્ઞાનગુણનો સ્વભાવ પ્રગટ થયો તેનાથી શેયોને જાણ્યા છે; આ જોયો છે તેનાથી શેયને જાણ્યા છે તેમ નહીં. પોતાના જ્ઞાનના પ્રકાશવડ લોકાલોકને જાણ્યા છે. આહાહા! શ્રુતજ્ઞાનની પર્યાયમાં પણ એટલી તાકાત છે એમ કહે છે. કેવળજ્ઞાનમાં તો બધા જોયો પ્રત્યક્ષ છે ભાવશ્રુતજ્ઞાનમાં પરોક્ષ છે. છતાં અહીં વેદન અપેક્ષાએ પ્રત્યક્ષપણે કહ્યું છે.
શું કરીને પ્રગટ થયા છે? “ફલ્થ જ્ઞાનવર્સનાત પાદ નાયિત્વ” પૂર્વોક્ત વિધિથી ભેદબુદ્ધિરૂપી ( વ) કરવતના વારંવાર અભ્યાસથી જીવ અજીવની ભિન્નરૂપ બે ફાડ કરીને.” પૂર્વોક્ત વિધિ એટલે રાગના વિકલ્પથી ભિન્ન પાડવાની અભ્યાસ વિધિ દ્વારા. એ રાગનો વિકલ્પ ચાહે તો દયા-દાનનો હો કે પછી તે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો હો પણ તેનાથી ભિન્ન પાડવાની વિધિથી-ભેદજ્ઞાનના અભ્યાસથી.. બે ફાડ થાય છે.
શ્રોતા - કાળ કઠણ હોય તો ભેદજ્ઞાન કેવી રીતે થાય?
ઉત્તર- કાળ કઠણ છે જ નહીં. કાળ તો પર છે. તેમાં આત્માને શું છે? પોતાનો સ્વકાળ પ્રગટ કરે છે ત્યાં પરકાળની જરૂર નથી. શ્રીમજીમાં આવે છે –
“વચનામૃત વીતરાગના, પરમ શાંત રસમૂળ,
ઔષધ જે ભવરોગના, કાયરને પ્રતિકૂળ.” આહાહા ! વીરની વાણી તો વીરો માટે છે. રાગના રચનારા રાગમાં રોકાઈને ધર્મ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk