________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૮
કલશાકૃત ભાગ-૨ જે રાગના સ્વાદમાં હતો તે મિથ્યાષ્ટિ હતો. અહીં કહે છે–તે આત્માના સ્વાદ સહિત પ્રગટ થયો. હું તો આત્મા છું તેમ આનંદનું ધામ ભગવાન તે આનંદનો સ્વાદ લઈને પ્રગટ થયો.
પોતાની મેળે ” જેને વીતરાગની વાણી સાંભળી અને શુભરાગ આવ્યો એ રાગની પણ જેને અપેક્ષા નથી અથવા એ ભગવાનની વાણી સાંભળીને પોતાની પર્યાયમાં પોતાથી જે જ્ઞાન થયું તેમાં ભગવાનની વાણી નિમિત્ત છે. સ્વયંની પ્રાપ્તિમાં એ જ્ઞાનની પણ અપેક્ષા નથી. આહા. હા! આવો મારગ છે. “તિરસાત' રાગથી ભિન્ન પડીને સ્વરૂપમાં જ્યાં આનંદનો રસ આવ્યો એ અતીન્દ્રિય આનંદના રસમાં રાગનો પડદો તોડી અને વર્તમાનમાં અતીન્દ્રિય આનંદના રસથી આત્મા પ્રગટ થયો. સમજાણું કાંઈ?
શું કરીને? “વિવું વ્યાણ” સમસ્ત શેયોને પ્રત્યક્ષપણે પ્રતિબિંબિત કરીને. ત્રણ લોકને કોના વડે જાણે છે?
અનુભવમાં આનંદના સ્વાદને તો લીધો, હવે સાથે જ્ઞાનને પણ લ્ય છે. જગતની જેટલી ચીજો છે તે શેય છે તેને પ્રત્યક્ષપણે જ્ઞાનમાં પ્રગટ કરતો. પ્રત્યક્ષપણે પ્રતિબિંબિત કરીને તેનો અર્થ જ એ છે કે પ્રત્યક્ષપણે તેનું જ્ઞાન થયું. એટલે જોયો અહીં જ્ઞાનમાં પ્રતિબિંબિત થયા. જેટલા શેયો છે તેનું અહીંયા જ્ઞાન પોતાથી પોતાવડે પ્રગટ કર્યું. આહા.. હા! આવી વાત છે. કેવળજ્ઞાન તો ત્રણલોકને પ્રત્યક્ષ, બધું જાણે છે. પરંતુ શ્રુતજ્ઞાન પણ લોકાલોકને (પરોક્ષ) જાણે છે તેટલી તેની તાકાત છે. પ્રભુ (આત્મા) રાગથી ભિન્ન પડી સ્વભાવના આનંદથી પ્રગટ થયો ત્યારે સમ્યગ્દર્શનરૂપ પ્રતીત થઈ અને તે કાળે જે જ્ઞાન છે તે જ્ઞાન પણ લોકાલોકને જાણતું પ્રગટ થયું.
ત્રણ લોકને કોના વડે જાણે છે? “પ્રસમવિસત વ્ય$ વિન્માત્ર શા” બલાત્કારથી પ્રકાશમાન છે વ્યજી પ્રગટપણે એવો છે જે.
તેણે પોતાના પુરુષાર્થથી જ્ઞાનનો પ્રકાશ પ્રગટ કર્યો છે. જોરથી પ્રગટ કર્યો છે. અર્થાત્ જોયોને જાણવાની લાયકાત પોતાના પુરુષાર્થથી પ્રગટ કરી છે. એ જોયો છે માટે પ્રગટ થઈ છે એમેય નહીં. પોતાની જ્ઞાન પર્યાયમાં પોતાના પુરુષાર્થના જોરથી ‘બળાત્કારે” એટલે જેટલા શેયો છે તેને જાણવાની શક્તિ પ્રગટ કરી છે. આહા. હા!
અંદર ચૈતન્ય ઝળહળ જ્યોતિ ચૈતન્યના પ્રકાશથી પુરેપુરુ ભર્યું છે. તેના ઉપર નજર પડતાં, રાગના વિકલ્પથી ભિન્ન પડતાં, જે જ્ઞાન પ્રગટ થયું તે જ્ઞાન પ્રકાશમાં બળાત્કારે શેયને જાણે એવી તેની તાકાત પ્રગટ થઈ છે. હવે જાણવાનું કાંઈ બાકી રહી જાય એમ નહીં. એવો ભગવાન આત્મા સ્વપરપ્રકાશક શક્તિના વ્યક્તપણાથી પ્રગટ થયો. ઝીણી વાત છે આ. આ અજીવ અધિકારના છેલ્લા કળશ છેને? અજીવના વિકલ્પથી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk