________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૬
કલશામૃત ભાગ-૨ ઉત્તર- એટલે કે વાણીને સાંભળનારા ન હોય, ધર્મ પામનારા ન હોય એમ બને નહીં. વાણીનું એ ફળ છે. એ વાણી (અષાઢ વદ એકમના) આજે નીકળી. ગૌતમ ગણધર થયા અને ગણધર ચૌદ પૂર્વ અને બાર અંગની રચના ક્ષણમાં જ કરે એવી એમની તાકાત છે. અને (રચના) થવાનો સમય એ જ છે.
મુખ ઓમકાર ધુનિ સુની અર્થ ગણધર વિચાર,
રચી આગમ ઉપદેશ ભવિક જીવ સંશય નિવારે.” ભગવાનના શ્રીમુખેથી ઇચ્છા વિનાનો ઓમ ધ્વનિ શરીરના પૂરા ભાગમાંથી નીકળે. હોઠ બંધ હોય, કંઠ હલે નહીં. તે ઓમકાર ધ્વનિ સુણી ગણધર શાસ્ત્ર રચે. એ વાણી નીકળે અને યોગ્ય ભવ્ય જીવોના સંશય નીકળ્યા વગર રહે નહીં એવી ભગવાનની વાણી હોય છે.
શ્રી સમયસારની પાંચમી ગાથામાં કહ્યું-હું આ એકત્વ-વિભક્ત આત્માની વાત નિશ્ચયથી કહીશ. વિભક્ત એટલે પરથી અને “ત વિદત્ત વાપદં પુણો સવિવે” શ્રી આચાર્યદેવ કહે છે- “ચત્ત વિદત્ત' સ્વરૂપથી એકત્વતા અને રાગથી વિભકત્તા-પૃથકત્વતા એવી વાત હું મારા નિજ વૈભવથી કહીશ. “ગતિ રા ’ અને જો દેખાડવામાં આવે તો.. હે. જીવો! અનુભવ કરીને પ્રમાણ કરજો. ખાલી હા પાડીને પ્રમાણ કરજો એમ નહીં. એ વાતની અહીં સંધિ છે. કુંદકુંદાચાર્યદેવ કહે છે-હું જે વાત કહીશ એને પામનારા નીકળશે જ. ઝીણી વાત બહુ ભાઈ ! નિમિત્તનૈમિત્તિક સંબંધ એવો છે કે પોતે છદ્મસ્થ એમ કહે છે કે હું મારા નિજ વૈભવથી કહીશ.
હું આત્મા આનંદ સ્વરૂપમાં છું.. રાગથી ભિન્ન પડ્યો છું. આહાહા ! એ રાગના સ્વાદથી છૂટીને આનંદના સ્વાદમાં આવ્યો છું. એ અતીન્દ્રિય આનંદનો સ્વાદ મારો વૈભવ છે. આ ધૂળનો (જડનો) વૈભવ નથી કહેતા. આ બંગલા ને ફલાણું ને એ તો બધા ધૂળના વૈભવ છે. મસાણના ભભકા જેવા છે. આ તો મારા પરમાત્માનો વૈભવ છે. રાગથી ભિન્ન પડીને મેં મારી ચીજને આનંદના અનુભવમાં પ્રગટ કરી છે તેને હું દેખાડીશ. તેને પ્રમાણ કરજે. શબ્દો, વ્યાકરણમાં કયાંય ભૂલ થાય તો તેના ઉપર લક્ષ ન રાખીશ. (કદાચ) તને એ વ્યાકરણનું શબ્દનું. શાસ્ત્રનું જ્ઞાન હોય અને વાણીમાં ભૂલ થઈ હોય અને તેને પકડાય તોપણ તું ત્યાં ઉભો ન રહેશ. મારે જે પરમાર્થ કહેવો છે તેને તું પકડજે!
આહાહા ! એ આ અષાઢ વદ એકમનો દિવસ છે. ભગવાનની વાણી છૂટી અને ગૌતમ ગણધર થયા. (તે પહેલાં) ગૌતમ મિથ્યાષ્ટિ અજ્ઞાની વેદાંતની શ્રદ્ધાવાળા હતા. તેમણે પણ સમ્યગ્દર્શન-જ્ઞાન પામી, ચાર જ્ઞાન પામી અને વાણી સાંભળી શાસ્ત્રની રચના કરી.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk