________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૪
કલશાકૃત ભાગ-૨ જેમ આ જિનબિંબ પ્રતિમા છે તેમ અંદરમાં આ ચૈતન્યબિંબ પ્રભુ છે. તે પોતે સ્વયંથી છે. પરની અપેક્ષા રાખ્યા વગર, વ્યવહાર રત્નત્રયનો જે વિકલ્પ છે તેની અપેક્ષા રાખ્યા વગરનો ભગવાન છે. કારણ કે વ્યવહાર-રત્નત્રયના વિકલ્પથી આત્મા ભિન્ન પડ્યો છે. ભાષા છે તિરસાત' અત્યંત પોતાના સ્વાદ સહિત, અર્થાત્ સમ્યગ્દર્શનમાં આત્માના આનંદનો સ્વાદ આવે તેને સમ્યગ્દર્શન કહીએ તેમ કહે છે.
સંપ્રદાયમાં તો અત્યારે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા કરો અને નવતત્ત્વની ભેદરૂપ શ્રદ્ધા તે સમકિત છે. હવે વ્રત લઈ લ્યો એટલે થઈ ગયું ચારિત્ર. આજથી ત્રેપન વર્ષ પહેલાં અમારા ગુરુભાઈ હતા તે કહેતા-જુઓ, ભાઈ ! આપણને શ્રદ્ધા તો ગણધર જેવી મળી છે હવે વ્રત અને તપ કરો એટલે ચારિત્ર થાય. ત્યારે વ્યાખ્યાન ચાલતું હોય તેમાં અમારાથી એમ કહેવાય કે-આ સંપ્રદાયની શ્રદ્ધા તે કાંઈ સત્ય નથી.
આજથી ત્રેપન વર્ષ પહેલાં “સંક્ષેપરુચિ 'નો અર્થ ચાલતો હતો. જ્ઞાન ઓછું હોવા છતાં અમે આ જે માનીએ છીએ તે સમકિત છે. પછી અમે કહ્યું સંપચિનો અર્થ એવો છે કે જેને વિપરીત માન્યતાનો નાશ થયો છે અર્થાત્ વિપરીત અભિપ્રાય હવે તેને રહ્યો નથી અને જાણપણું તેને બહુ થોડું છે તેનું નામ સંક્ષેપ રુચિ છે. જેને અખંડાનંદ પ્રભુ આત્માનો આશ્રય લઈને સમકિત થાય છે તેને સંક્ષેપરુચિ કહીએ. જે માન્યતામાં જન્મ્યો તેની માન્યતા રાખીને તેને સમકિત છે તેમ નથી. પછી ખળભળાટ.. ખળભળાટ થઈ ગયો હતો. ગુરુભાઈ બેઠા હતા તેમને આ વાત ન ગમી એટલે તેઓ જંગલમાં દિશાએ ચાલ્યા ગયા. પછી કહે-તારી વાત મને ગોઠતી નથી. પણ તમને સાંભળવામાં શું વાંધો હતો?
(ગુરુભાઈ એમ માનતા) કે-આપણને આ સ્થાનકવાસીની શ્રદ્ધા મળી છે તે સમકિત છે. હવે વ્રતને તપ લઈ લ્યો એટલે ચારિત્ર થઈ જાય. પછી એમ પણ કહેતા કેવ્રતનું ચારિત્ર અત્યારે આપણે પાળીએ છીએ પછી સિદ્ધમાં એકલું જ્ઞાન-દર્શન રહેશે. પછી ત્યાં ચારિત્ર નહીં રહે. ચારિત્ર તો સ્વરૂપની રમણતા છે. સિદ્ધમાં પરિપૂર્ણ ચારિત્ર છે. કેમકે ચારિત્ર નામનો આત્મામાં એક ગુણ છે અને એ ગુણની પૂર્ણ દશા પ્રગટ થાય ત્યારે સિદ્ધ થાય છે.
બીજી એ ચર્ચા પણ ચાલેલી. કે ઇન્દ્રિયનું દમન કે સંયમ તે ચારિત્ર નહીં, પરંતુ સ્વરૂપની અંદર રમણતા તે ચારિત્ર. સમ્યગ્દર્શનમાં આનંદનો સાગર ભાસ્યો તે અતીન્દ્રિય સ્વાદ સહિત તે સ્વાદમાં મશગુલ થઈ જવું તે ચારિત્ર છે. એ તો એના અતીન્દ્રિય (આનંદના ) સ્વાદમાં રહે છે તેને પ્રતિકુળ પરિષહ આવે તેને પણ ગણે નહીં. એવા અતીન્દ્રિય આનંદનો સ્વાદીયો અતીન્દ્રિય આનંદમાં મશગુલ રહે તેનું નામ ચારિત્ર છે. ચારિત્રને નામે લોકો કંઈને કંઈ માની બેઠા છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk