________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૫
૧૩૩ કાળે પોતાની મેળે અત્યંત પોતાના સ્વાદ સહિત સર્વ પ્રકારે પ્રગટ થઈ.”
ચૈતન્ય વસ્તુ ઉપર નજર પડતાં અને રાગથી ભિન્ન પડતાં પોતાની મેળાએ સ્વયં પોતાના અત્યંત સ્વાદ સહિત પ્રગટ થઈ. રાગનો સ્વાદ હતો તે તો આકુળતાનો સ્વાદ હતો. તેનાથી ભિન્ન પડીને અંદર આત્માનો સ્વાદ આવ્યો.
આત્મા અરૂપી અને એનો સ્વાદ. તે શું હશે? ભાઈ ! સ્વાદ તો આ દાળ-ભાતનો ને મેસુબ-કેરીનો હોય ! એ જડ પદાર્થોનો સ્વાદ તને આવતો નથી. એના ઉપર લક્ષ કરીને જે રાગ કરે છે તેનો સ્વાદ તેને આવે છે. એ પદાર્થો તો જડ છે, તે જડને આત્મા અડે? તેના ઉપર લક્ષ જતાં આ ઠીક છે એવો જે રાગ ઉભો કરે છે તે રાગનો સ્વાદ અજ્ઞાની લ્ય છે. તે દુઃખનો-આકુળતાનો સ્વાદ લ્ય છે. અહીં તો કહે છે–એ આત્માનો સ્વાદ એ રાગથી રહિત છે.
અત્યારે મોટો વાંધો છે. કેટલાક પંડિતોને હોં! તે કહે છે –વ્યવહાર દયા-દાન, વ્રત-તપ-ભક્તિ કરો. એ કરતાં-કરતાં (આત્માનો) અંદર અનુભવ થશે.
પ્રશ્ન:- રાગ કરતાં કરતાં થાય તો જ અનેકાન્ત થયું ને?
ઉત્તર- હા, તેઓ એમ કહે છે. પરંતુ અહીં તો (સર્વજ્ઞ ) ભગવાન અને મુનિઓ આ વાત કહે છે. મુનિઓને એકાંત કહો તો કહો. મમ્મનલાલજીએ લખ્યું છે-શુભભાવને હેય માને તે મિથ્યાદેષ્ટિ છે. તેની સામે કૈલાસચંદજીએ લખ્યું છે-કુંદકુંદાચાર્યદેવ શુભભાવને હેય માને છે તો તેઓ શું મિથ્યાષ્ટિ છે? શ્રી પ્રવચનસારજીમાં શુભભાવને હેય કહ્યો છે. આ વાત હવે ફેલાણી. નહીંતર શાસ્ત્રોમાં એમને એમ પડી હતી.
જુઓ ! આ સંતો ! દિગમ્બર મુનિઓ.... દુનિયાને-સમાજને આ બેસશે કે નહીં તેની તેમને દરકાર નથી. બીજું સમાજ સમતુલ રહેશે કે નહીં તેની દરકાર નથી. જેમણે સત્ય જાણવું હોય તો સત્ય તો આ છે.
“જ્ઞાતુદ્રવ્યમ્” તેની વ્યાખ્યા કરે છે જાણક સ્વભાવી ચેતન વસ્તુ “તાવત’ વર્તમાન કાળે “સ્વયં” પોતાની મેળે પ્રગટ થાય છે. તેને વ્યવહારની કે રાગની કોઈ અપેક્ષા નથી. આ અજીવ અધિકારનો છેલ્લો કળશ છે. અજીવથી ભિન્ન, રાગથી રહિત ચૈતન્યસ્વરૂપની દૃષ્ટિ અંદર થતાં સમ્યગ્દર્શનમાં ભગવાન અતીન્દ્રિય આનંદના સ્વાદ સહિત પ્રગટ થયો. જેમાં આત્માના અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે તેને ચોથું ગુણસ્થાન કહીએ. સમજાણું કાંઈ? અનાદિથી રાગનો સ્વાદ–આકુળતાનો સ્વાદ જેને છે તેવા રાગને હું છું એમ જે માને છે તે મિથ્યાષ્ટિ છે. પછી તે ભલે જૈનનો સાધુ થયો હોય અને શ્રાવકના બારવ્રત ધારણ કર્યા હોય પરંતુ એ ક્રિયાકાંડનો જે રાગ છે એ મારો છે અને મને લાભ કરે છે તે મિથ્યાષ્ટિ રાગના સ્વાદમાં પડ્યો છે. અહીં તો સમ્યગ્દર્શન શું ચીજ છે તે જણાવીએ છીએ.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk