________________
૧૩૨
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૫
(મંદાક્રાન્તા )
'
કલશાકૃત ભાગ-૨
इत्थं ज्ञानक्रकचकलनापाटनं नाटयित्वा जीवाजीवौ स्फुटविघटनं नैव यावत्प्रयातः। विश्वं व्याप्य प्रसभविकसद्व्यक्तचिन्मात्रशक्त्या ज्ञातृद्रव्यं
स्वयमतिरसात्तावदुच्चैश्चकाशे ।। १३- ४५ ।।
,,
ખંડાન્વય સહિત અર્થ:- “ જ્ઞાતૃદ્રવ્ય તાવત્ સ્વયં અતિરસાત્ ઉધૈ: ચળાશે’ (જ્ઞાતૃદ્રવ્ય) ચેતનવસ્તુ (તાવત્) વર્તમાન કાળે (સ્વયં) પોતાની મેળે (અતિરસાવ્) અત્યંત પોતાના સ્વાદ સહિત (૩ધૈ:) સર્વ પ્રકારે (ચાશે) પ્રગટ થઈ. શું કરીને ? “ વિશ્ત વ્યાપ્ય” (વિશ્ત) સમસ્તશેયોને (વ્યાપ્ય) પ્રત્યક્ષપણે પ્રતિબિંબિત કરીને અર્થાત્ જાણીને. ત્રણ લોકને કોના વડે જાણે છે? “ પ્રત્તમવિસવ્યવિન્માત્રશવન્યા ” ( પ્રત્તમ) બલાત્કારથી (વિત્તત્) પ્રકાશમાન છે (વ્ય ) પ્રગટપણે એવો છે જે (વિન્માત્રશસ્ત્યા) જ્ઞાનગુણસ્વભાવ તેના વડે જાણ્યા છે ત્રણ લોક જેણે એવી છે. વળી શું કરીને ? “ સ્થં જ્ઞાનવત્તનાત્ પાદનું નાયિત્વા’ (si) પૂર્વોક્ત વિધિથી (જ્ઞાન) ભેદબુદ્ધિરૂપી (7) કરવતના (તનાત્) વારંવાર અભ્યાસથી (પાદનં) જીવ-અજીવની ભિન્નરૂપ બે ફાડ (વિજ્ઞાન) (નાયિત્વા) કરીને. કોઈ પ્રશ્ન કરે છે કે જીવ–અજીવની બે ફાડ તો જ્ઞાનરૂપી કરવત વડે કરી, તે પહેલાં તેઓ કેવા રૂપે હતાં ? ઉત્ત૨:- “ યાવત્ નીવાનીવી વિઘટનં ન વ પ્રયાત: ” (યાવત્) અનંત કાળથી માંડીને (નીવાનીવૌ) જીવ અને કર્મનો એકપિંડરૂપ પર્યાય (વિઘટન) પ્રગટપણે ભિન્ન ભિન્ન (ન પુવૅ પ્રયાત: ) થયો નહોતો. ભાવાર્થ આમ છે કે જેવી રીતે સુવર્ણ અને પાષાણ મળેલાં ચાલ્યાં આવે છે, અને ભિન્ન ભિન્નરૂપ છે તોપણ અગ્નિના સંયોગ વિના પ્રગટપણે ભિન્ન થતાં નથી, અગ્નિનો સંયોગ જ્યારે પામે ત્યારે જ તત્કાળ ભિન્ન ભિન્ન થાય છે; તેવી રીતે જીવ અને કર્મનો સંયોગ અનાદિથી ચાલ્યો આવે છે, અને જીવ-કર્મ ભિન્ન ભિન્ન છે તોપણ શુદ્ધસ્વરૂપઅનુભવ વિના પ્રગટપણે ભિન્ન ભિન્ન થતાં નથી; જે કાળે શુદ્ધસ્વરૂપ-અનુભવ થાય છે તે કાળે ભિન્નભિન્ન થાય છે. ૧૩-૪૫.
પ્રવચન નં. ૫૩
તા. ૨૯-૭- ’૭૭
કલશ-૪૫ : ઉ૫૨ પ્રવચન
જ્ઞાતૃદ્રવ્ય તાવત્ સ્વયં અતિજ્ઞાન્ પુર્વ્ય: ચાશે” ચેતન વસ્તુ વર્તમાન
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk