________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૭
કલશ-૪૫
(૧) એ દિવ્યધ્વનિનો આ દિવસ છે. (૨) ગણધર થવાની દશાનો આ દિવસ છે. (૩) ચૌદપૂર્વ અને બાર અંગની રચના થઈ તેનો દિવસ છે. શાસ્ત્રની રચનાનો આ દિવસ છે. આ તો પરમાગમની વાત છે હોં !
જુઓને આ પરમાગમ મંદિરમાં ભગવાનની દિવ્યધ્વનિ છે. ઝીણી વાત છે બાપુ! શ્વેતામ્બરના શાસ્ત્રો છે એ તો પોતાની દૃષ્ટિએ કરેલા છે. આ સમયસાર આદિ શાસ્ત્રો છે તે તો ભગવાનની વાણીમાંથી આવેલી ચીજ છે. આહા.. હા! આકરું લાગે શું થાય? આ પરમાગમ છે તેમાં પોણાચાર લાખ અક્ષરો છે તે ભગવાનની વાણી નીકળી તેમાંથી રચાયેલા છે. આજે એ દિવસ છે.
જ્ઞાતૃદ્રવ્યું તાવિત સ્વયં તિરસત સર્વે:” જેનો જ્ઞાન અને આનંદ સ્વભાવ છે તે ચેતન વસ્તુ વર્તમાનકાળે પોતાની મેળે અત્યંત પોતાના સ્વાદ સહિત પ્રગટે છે. પેલા જે દયા-દાન, વ્રત-તપના વિકલ્પ જે વ્યવહાર રત્નત્રય છે તેની તેને જરા પણ અપેક્ષા નથી. આહા.. હા આવી વાત છે. લોકો કહે છે-શુભજોગ છે તે મોક્ષનો માર્ગ છે. અરે.. પ્રભુ! તું આ શું કહે છે? દ્રવ્યલિંગમાં શુકલતેશ્યારૂપ શુભજોગ કેવો કર્યો હતો. એટલો ઊંચો કે (જેનાં ફળમાં) નવમી રૈવેયકે ગયો. પણ તે શુભજોગ બંધનું કારણ છે. આવે છે ને!
“મુનિવ્રત ધાર અનંત બાર, રૈવેયક ઉપજાયૌ.
પૈ નિજ આતમ જ્ઞાન બિના, સુખ લેશ ન પાય.” (આત્મ વસ્તુ) રાગથી અને વિકલ્પથી ભિન્ન ચીજ છે એ ચીજને વિકલ્પની મદદની જરૂરત નથી. (આત્મા) અનુભવમાં જેને વ્યવહારના વિકલ્પની અને રાગની જરૂર નથી. એવો જે ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદનો કંદ છે. તે પ્રભુ! અત્યંત પોતાના સ્વાદ સહિત સર્વ પ્રકારે પ્રગટ થયો છે. ભાષા તો જુઓ ! એ અજીવના રાગથી ભિન્ન પડીને. ભાષા તો જુઓ! રાગને અજીવ કહ્યો.
બપોરે પ્રવચનમાં બીજી (અપેક્ષાથી) વાત ચાલે છે. બીજા જડ પદાર્થો અને બીજા ચૈતન્યના પરિણામ એ પરિણામ તે તો જડ તેમ જ ચૈતન્યના છે. તે પરિણામ તેનું કર્મ છે. બીજો આત્મા કહે હું કર્તા અને તે મારું કર્મ તેમ નથી. ત્યાં તો પુણ્ય-પાપનો કરનારો કર્તા અને પુણ્ય-પાપ તેનું કર્મ એટલે કાર્ય તેમ સિદ્ધ કરવું છે. અહીંયા તો હવે તેનાથી તદ્ન ભિન્ન સિદ્ધ કરવું છે. ત્યાં તો પરદ્રવ્યથી ભિન્ન સિદ્ધ કરવું છે. અને અહીં તો
સ્વદ્રવ્યમાં જે પુણ્ય-પાપના ભાવ, દયા-દાન આદિના જે વિકલ્પ છે તે પણ અજીવ છે. (તે જીવના સ્વભાવથી ભિન્ન છે અર્થાત્ અજીવના ભાવથી સ્વભાવ ભિન્ન છે.) તેમ આત્માનું ભાન થતાં આત્મા આનંદના સ્વાદ સહિત પ્રગટ થયો તેમ કહે છે. અનાદિથી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk