________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૪
૧૩૧
સર્વસ્વ જેનું છે. આહા... હા ! ભગવાન આત્માનું જ્ઞાન અને આનંદ જેનું સર્વસ્વરૂપ છેતે તેનું સ્વરૂપ છે. રાગાદિ તો પુદ્ગલના વિકારરૂપ વિરુદ્ધ સ્વભાવ છે. તે સ્વભાવથી વિરુદ્ધ છે અને સ્વભાવ તેનાથી (રાગાદિથી ) વિરુદ્ધ છે.
ફરીથી જોઈએ...! ‘ સર્વસ્વ જેનું' તેમાં શું કહેવું છે!? જ્ઞાન ને આનંદ જેનું સર્વસ્વરૂપ છે. સર્વ... સ્વ પોતાનું રૂપ છે. જ્ઞાતા-દૃષ્ટા, આનંદ, શાંતિ, સ્વચ્છતા, પવિત્રતા જેનું રૂપ છે-તે મય છે. આવી વસ્તુ ઉ૫૨ દૃષ્ટિ મૂકતાં સમ્યગ્દર્શન થાય છે. હજુ તો આ ધર્મની પહેલી સીઢીની વાત છે. શ્રાવક-મુનિપણું એ તો કોઈ જુદી ચીજ છે. એ તો તેણે સાંભળ્યું પણ નથી.
શ્રાવક કોને કહીએ ? ‘ શ્રાવક’ ત્રણ અક્ષર છે ને!
(૧) શ્ર-સત્યવાત શ્રવણ કરે.
(૨) વ-વિવેકથી.. રાગથી જીવને ભિન્ન કરે.
(૩) ક-કરે-રાગથી ભિન્ન કરી અને તેમાં ઠરે તેને શ્રાવક કહીએ. બીજા બધા સાવજ છે. શેઠ ! આવી વાતો છે.
‘સર્વસ્વ ’ એમ કહ્યું ને ? સર્વસ્વ જેનું રૂપ છે તે આત્મા. આત્મા જાણક સ્વભાવ, આનંદ સ્વભાવ, સ્વચ્છ સ્વભાવ, શુદ્ધ સ્વભાવ તે રૂપ અર્થાત્ મય એવું જેનું સર્વસ્વ સા૨ છે. જેમ શીશમમાં સાર હોય છે... શીશમનું લાકડું કઠણ હોય તેમાં સાર હોય છે તે કાઢી અને પછી તેમાં તલવાર રાખે છે ને ? એમ આ આત્માનો સર્વસ્વ સા૨ શું છે ? જ્ઞાન આનંદ શાંતિ ને વીતરાગતા જ એનો સર્વસ્વ સાર છે. આત્માને આત્મા તરીકે ન જાણે અને આત્માને રાગવાળો જાણે, રાગની ક્રિયાથી લાભ થાય માને તે મૂઢ છે.
આહા... હા ! શું થાય ! જગતને આકરું લાગે આ તત્ત્વ. અમે આ વ્રત કરીએ, ઉપવાસ કરીએ, ભક્તિ કરીએ એ બસ છે. તમે તો તેને રાગ કહો છો ? રાગ તો બાયડી, છોકરાં ધંધા, ઉપર હોય તેને કહેવાય.. પણ, આ ૫૨જીવની દયા પાળીએ, ભક્તિ કરીએ, ભગવાનનું સ્મરણ કરીએ, ૫રમાત્માની આરતી ઉતારીએ તે રાગ છે ? અહીં કહે છેજે ૫૨ ઉપ૨ લક્ષ ગયું તે રાગ વિના ન જાય. ત્યાં સ્વનો આશ્રય નથી. આહા... હા ! ભગવાન આત્મા એ રાગથી ભિન્ન છે. તેનો જે અનુભવ તે શુદ્ધ સ્વરૂપનો અનુભવ જાણવો... કે જે સમ્યગ્દષ્ટિને શુદ્ધનો અનુભવ હોય છે.
રાગના ભાવથી જેણે ચૈતન્યને ભિન્ન પાડીને જેણે સમ્યગ્દર્શન પ્રગટ કર્યું છે તેને આવો અનુભવ હોય છે. આહા... હા ! આ તો હજુ ચોથા ગુણસ્થાનની વાત ચાલે છે. સમ્યગ્દર્શનના ઠેકાણાં ન મળે અને વ્રત ને પડિમા ધા૨ણ કરીને થઈ ગયા શ્રાવક અને થઈ ગયા સાધુ. શું થાય !
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk