________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૪
૧૨૯ નહીં, રુચે નહીં એટલે અધ્યાત્મની ભાંગ પીધી છે તેમ કહે છે. પરંતુ વસ્તુનું સ્વરૂપ જ આવું છે. સમજાણું કાંઈ?
પુનિ વિવાર વિરુદ્ધ:” હવે કહે છે-પોતે પ્રભુ અંદર કેવો છે? નિર્વિકાર એવી ચૈતન્યધાતુ છે. એ તો શુદ્ધ ચિતૂપ વસ્તુ છે. એ વસ્તુ તો શુદ્ધ જ્ઞાનસ્વરૂપી આત્મા છે. આ દયા-દાન-વ્રતનાં વિકલ્પ તે પુદ્ગલનો વિકાર છે. તત્ત્વની આવી વાતો છે પછી સમજાય નહીં એટલે તે વિરોધ કરે. વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય તેમ માનતા નથી માટે તમારું એકાંત છે. એ. પ્રભુ! શાંતિથી સાંભળને ભાઈ ! પછી કહે ચર્ચા કરો. અરે ! કોની સાથે ચર્ચા કરે ભગવાન! અહીં કહે છે આ શરીર, વાણી, બાયડી, છોકરાં એ તો કયાંય ભિન્ન રહી ગયા... એને ને તારે કાંઈ સંબંધ નથી. અહીં તો કહે છે-અંદરમાં થતાં પુણ્ય-પાપના ભાવ તે પુદ્ગલનો ખાર છે. જમીન કઠણ હોય તેમાં ઉપરની પોલી પોલી જમીનમાં ખાર થાય જેનાથી બાયું કપડાં ધુવે છે. અંદરની (જમીન) વસ્તુ કઠણ છે તે આ ખારથી જુદી છે. તેમ આ ચૈતન્ય ભગવાન આનંદનો નાથ તે કઠણ છે. અને આ ઉપરની ખાર જેવા પુણ્ય પાપના ભાવ તે ધૂળનો પુણ્યનો વિકાર છે. ભગવાન નિત્યાનંદ ધાતુ વિકારીભાવથી ભિન્ન છે.
કેવો છે ભગવાન? “શુદ્ધ ચિતૂપ વસ્તુ તે રૂપ છે.” જ્ઞાન. જ્ઞાન. જ્ઞાન. જ્ઞાન... જ્ઞાનમય વસ્તુ છે, તે રાગથી તદ્ન ભિન્ન છે.
શુદ્ધ ચિતૂપ સર્વસ્વ છે. જુઓને! ટીકા કેટલી સરસ કરી છે-તેમાંથી બનારસીદાસે સમયસાર નાટક બનાવ્યું છે. તેઓએ રાજમલજીને તો હજુ સાંભળ્યા નથી. બનારસીદાસજીને માટે કહ્યું. બનારસીદાસે બનાવ્યું છે રાજમલ્લજીની ટીકા ઉપરથી. એ બધા ભાંગ પીને લખતાં હશે? ભાઈ ! તને ખબર નથી બાપુ! એમ અનાદર ન થાય. આચાર્યે ચૈતન્ય વસ્તુ જેવી કહી છે તેનું સ્પષ્ટીકરણ કરે છે. સાધારણ માણસ ટૂંકા ભાવમાં ન સમજે તેથી તેનું સ્પષ્ટીકરણ કરીને સમજાવે છે. સમજાણું કાંઈ?
જુઓ ભાઈ ! પરથી જુદો તે સામાન્ય વાત થઈ. પરંતુ પર શું અને સ્વ શું? પરથી જુદો તેનું સ્પષ્ટીકરણ કર્યું. “મયં નીવ: રાતિ પુનિ વિવાર વિરુદ્ધ શુદ્ધ ચૈતન્યધાતુમય મૂર્તિ.” આચાર્યે લખ્યું છે. તેણે આ પાના (પેજ) કોઈ દિ' જોયા ન હોય. પેલા સંસારના પાના ફેરવ્યા કરે આખો દિવસ. પાંચ લાખ વ્યાજે આપ્યા એક ટકે તો આટલું વ્યાજ આવ્યું. પાનું ફરે અને સોનું ઝરે તેમ ગાંડી દુનિયા કહે છે ને? અહીં તો કહે છે-જ્યાં પર્યાયે પર્યાયે ભિન્નતા ભાસે ત્યાં આનંદ ઝરે છે. આવી વાતું એટલે લોકોને થઈ ગયું કે આ તો નિશ્ચયની વાત કરે છે. પણ આ વ્યવહારની વાત કરીને! રાગાદિ વ્યવહાર છે એમ કહ્યું ને! વ્યવહાર છે ખરો પણ વસ્તુ તેનાથી ભિન્ન છે.
આહાહા..! શુદ્ધ ચિકૂપ. શુદ્ધ ચિતૂપ, શુદ્ધ જ્ઞાનરૂપ છે જે રાગાદિના વિકલ્પોથી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk