________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૪
૧૨૭ અરેરે... આત્મા શું ચીજ છે અને રાગનો સ્વભાવભાવ આકુળતા શું ચીજ છે તે બન્નેની એકતાબુદ્ધિને લઈને ખબર નથી.
કેવું છે પુદ્ગલ? “વMવિમાન” સ્પર્શ, રસ, ગંધ, વર્ણ ગુણથી સંયુક્ત છે.” એક વાત એ થઈ કે-શરીર, મન, વાણી આ બધા જડ છે. તે તો રંગ, ગંધ, સ્પર્શ સહિત છે. ભગવાન આત્મા તો વર્ણ, ગંધ, રસ, સ્પર્શ રહિત છે. આ તો સ્થૂળ વાત થઈ.
વ સયં નીવ: RI[વિપુલીવિવારેવિરુદ્ધ શુદ્ધચૈતન્યધાતુમયમૂર્તિ.અને આ જીવવસ્તુ આવી છે. જે દયા-દાન, વ્રત આદિનો વિકલ્પ તે રાગ આત્મામાં નથી તે તો પુદ્ગલનો વિકાર છે. તે ચૈતન્યનો સ્વભાવ નથી.
પ્રશ્ન:- રાગાદિભાવ તે શુભધર્મ છે?
ઉત્તર:- તે અધર્મ છે. ઝીણી વાત છે બાપુ! આત્માનો ધર્મ શુદ્ધ ચૈતન્ય આનંદ છે. આ રાગ છે તે આત્માથી વિપરીત ભાવ છે માટે તે અધર્મ છે. તે બન્નેને એકપણે માનવા તે ઘણી વિપરીતતા છે. આકરી વાત બાપુ! અત્યારે તો આ વાત સાંભળવા મળવી પણ) મુશ્કેલ છે.
લોકોએ રાગની ક્રિયામાં જૈનના નામે અત્યારે તો ધર્મ મનાવ્યો છે. આ પૈસાવાળા શેઠિયા આદિને નવરાશ ન હોય, માંડ કલાક સાંભળવા જતાં હોય; તેમાં જે કહે તે જય નારાયણ. પછી “ક્રિયા કરો અને મરો.' આ જગતની ક્રિયાનું કર્તા થવું તે મરવાનું છે. અમે આ કર્યું ને તે કર્યું...! અમે ધંધા કર્યા, અમે પૈસા મેળવ્યા, અમે બાયડી છોકરાંને સાચવ્યાં.. એ બધું કરવાની બુદ્ધિ તો મહા-પાખંડ છે. તેવી વૃત્તિમાં આત્માની શાંતિનો નાશ છે.
શ્રી સોગાનીજીનું દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ છે તેમાં સોગાનજી કહે છે કે “કરના વો મરના હૈ”. હું રાગને કરું. આને કરું તેવી કર્તા બુદ્ધિમાં તો આત્માની શાંતિનું મરણ છે. વસ્તુ બહુ ઝીણી ભાઈ !
આ રાગ-દ્વેષ; ક્રોધ-માન-માયા-લોભના પરિણામથી પ્રભુ તો અંદર રહિત છે. જો અંદર રહિત ન હોય તો વીતરાગ થશે કયાંથી? એ વીતરાગ સ્વરૂપે જ પ્રભુ છે. આત્મવસ્તુ તે રાગ-દ્વેષના ભાવથી રહિત છે. “રાતિ પુનિ વિવાર વિરુદ્ધ” શુદ્ધ ચૈતન્ય ધાતુથી રાગાદિ તદ્ન વિરુદ્ધ ભાવ છે. આવો કેવો ધર્મનો ઉપદેશ! ધર્મની વસ્તુ બહુ ઝીણી ભાઈ ! એક સેકંડ પણ ધર્મ થાય તેના જન્મ-મરણના અંત આવી જાય.
કહે છે જુઓ ! રાગ-દ્વેષાદિ છે તે બધા પુદ્ગલના વિકારો છે, તે ચૈતન્યથી વિરુદ્ધ છે. આહાહા અજીવ અધિકારના છેલ્લા કળશો છે તે બન્નેને એકદમ ભિન્ન-ભિન્ન બતાવે છે. પામરને બેસવું ભારે કઠણ પડે-રાગના લોલુપીઓને; પુણ્ય પરિણામના લોલુપીઓને (કઠણ પડે તેવું છે.) પરમ ચૈતન્યસ્વભાવ જ્ઞાયકભાવ છે જે ભગવાન આત્મામાં નથી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk