________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૬
કલશામૃત ભાગ-૨ આનંદની આખી કળી છે. તે શુભરાગના વિકલ્પથી ભિન્ન છે. કારણ કે શુભરાગ તો એકેન્દ્રિયમાં પણ હોય છે. આ લસણ.. ડુંગળીમાં જે જીવ છે તેને ક્ષણમાં અશુભ થાય છે અને ક્ષણમાં શુભ થાય છે. શુભ-અશુભની કર્મધારા હોય છે અને એની સાથે એકત્વબુદ્ધિ પણ અનાદિથી ચાલી આવે છે.
વળી કેવું છે અવિવેક નાટય? જેમાં થોડુંક વિપરીતપણું નથી, ઘણું વિપરીતપણું છે.”શું કહે છે? રાગથી એકત્વ કરવું અને રાગથી ભિન્ન ન કરવું તેવું અવિવેક નાટક અનાદિથી ચાલ્યું આવે છે. મિથ્યાદર્શનને લઈને તેણે વ્રત, તપ, ભક્તિ અનંતવાર કર્યા પણ રાગની સાથેની એકત્વબુદ્ધિ પણ અનાદિથી સાથે ચાલી આવે છે. એ તેણે છોડી નહીં. રાજમલ્લજીએ ટીકા પણ ગજબ કરી છે ને?
ચૈતન્ય જ્યોત વસ્તુ છે તે જ્ઞાન ને આનંદનો સાગર પ્રભુ છે. તેની સાથે રાગદયાદાન, કામ-ક્રોધ આદિની સાથે એકત્વબુદ્ધિ છે તે થોડું વિપરીતપણું નથી. પૂરણ વિપરીતપણું-ઘણું વિપરીતપણું છે. રાગ તે મારો અને દયા-દાનના વિકલ્પ તે મારી ચીજ તેવો મિથ્યાત્વભાવ તે ઘણો વિપરીત છે. સમજાણું કાંઈ ? બાપુ! બહુ ઝીણી વાત છે.
અહા ! કયાં પ્રભુ ચૈતન્યજ્યોત અને કયાં રાગ-વિભાવ દુઃખરૂપ તેની એકત્વબુદ્ધિ ઘણી વિપરીત છે એમ કહે છે. પોતે અતીન્દ્રિય આનંદસ્વરૂપ ભગવાન આત્મા અને કયાં આ રાગાદિના વિકલ્પ ઊઠે છે તે દુઃખરૂપ. આનંદ તત્ત્વની સાથે દુઃખના એકપણાના સંસ્કાર મોટી વિપરીતતા છે. આવો મારગ છે તેને અત્યારે તો ગરબડ કરીને ઊંધો પ્રરૂપ્યો (માન્યો) છે. સમ્યગ્દર્શન એ શું ચીજ છે તેની ખબર વિના વ્રત, તપ, ભક્તિ, પૂજા કરો, પડિમા લ્યો! અહીં કહે છે-એ બધા વિકલ્પો રાગ છે. રાગની સાથે એકત્વબુદ્ધિ અનાદિથી ઘણી વિપરીત ચાલી આવે છે.
થોડું વિપરીતપણું નથી “મતિ' ઘણું વિપરીતપણું છે. કયાં પ્રભુ ચૈતન્ય સ્વરૂપી આનંદનો નાથ અને કયાં એ વિકલ્પ રાગ તે વિભાવ અને આ સ્વભાવ. એ દુઃખરૂપ આકુળતારૂપ અને આત્મા અનાકુળતામયી તે બે વચ્ચે અનાદિથી ઘણી જ વિપરીત બુદ્ધિ ચાલી આવે છે.
તે જૈનનો મુનિ પણ અનંતવાર થયો. પણ, આ રાગની ક્રિયા મારી છે તેમ માનીને થયો. એ મિથ્યાત્વના સંસ્કાર ઘણાં વિપરીત છે. એક બાજુ આનંદનો નાથ પ્રભુ! અનાકુળ શાંતરસ અને એક બાજુ રાગ-આકુળતા(તે બન્ને ભિન્ન છે.) દયા-દાન, વ્રતભક્તિનો વિકલ્પ ઊઠે તે રાગ છે. અરે ! ગુણ-ગુણીના ભેદનો વિકલ્પ ઊઠે તે રાગ છે. વસ્તુ અખંડ આનંદમૂર્તિ પ્રભુ ગુણી અને તેમાં આનંદગુણ છે તેવો ભેદ વિકલ્પ ઊઠે-તે રાગ છે. તે રાગની સાથે એકત્વબુદ્ધિ ઘણી વિપરીત છે. બાપુ ! વીતરાગી માર્ગ ઝીણો બહુ! લોકોએ તો ક્રિયાકાંડ વ્રતાદિ પાળ્યા તેમ બહારથી ધર્મ માન્યો છે. તે મિથ્યાત્વ છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk