________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૪
કલશામૃત ભાગ-૨ (જિનેન્દ્રદેવના) લક્ષે શુભભાવ થયો એમ પણ નથી. આહાહા.! મંદિરને, ભગવાનને દેખવાથી શુભભાવ થયો એમેય નથી. પરંતુ પર ઉપર તેનું લક્ષ જાય છે તો શુભભાવ થયો છે. વાતે વાતમાં ફેર છે. પેલા કહે ભગવાનના દર્શન કરીએ એટલે શુભભાવ થાય. અહીં કહે છે-શુભભાવ (થવાનો) હોય ત્યારે તેનું લક્ષ ભગવાનના દર્શન ઉપર જાય છે. આવો ફેર છે.
શ્રોતા:- છે પોતાનો દોષ નાખે છે પર ઉપર.
ઉત્તર:- હા, છે પોતાનો અને નાખે છે પર ઉપર. તેને અનાદિના ઊંધા સંસ્કાર થઈ ગયા છે ને એટલે બધું એમ જ કહે. ભગવાનનું મંદિર હોય ને તો આપણને ધર્મધ્યાન થાય! તેને લઈને ધર્મ ધ્યાન થાય? મંદિર કરો એવું અમે કોઈ દિ' કહ્યું નથી. જેની મરજી હોય તેને તેવો ભાવ આવે અને જે થવાનું હોય તે થાય.
મુંબઈમાં જન્મ જયંતિનો દિવસ ઉજવ્યો હતો ત્યારે ઘણાંના મત-વિચાર માગ્યા હતા. લોકોને એમ, કાંઈક નવું કરવું. કોઈનો એવો મત પડ્યો કે નવું મકાન બનાવો. ત્રણ લાખનું કરવાનું હતું ને હવે પાંચ લાખ થયા. હવે દસ લાખનું મંદિર કરવું છે. કોઈ કહે અમારે પચ્ચીસ લાખનું કરવું છે. એમ કરતાં કરતાં છવ્વીસ લાખનું થયું. અમે કોઈ દિ' કોઈને કાંઈ કહ્યું નથી. થવા કાળે થાય તેને કરે કોણ!
પણ વસ્તુ સ્વરૂપ વિચારતાં આવી અશુદ્ધ દેષ્ટિ સહજની તો નથી, અશુદ્ધ છે, દૃષ્ટિદોષ છે અને દૃષ્ટિદોષને પુદ્ગલપિંડરૂપ મિથ્યાત્વકર્મનો ઉદય ઉપાધિ પણ છે.” રાગને પોતાનો માનવો તે દૃષ્ટિદોષ છે. દષ્ટિદોષ તે પુદ્ગલ કર્મની ઉપાધિ પણ છે.. અર્થાત્ નિમિત્ત પણ છે. ધતૂરાને લઈને તેની દૃષ્ટિ ફરી નથી. તેમાં ધતૂરો નિમિત્ત છે. તેમ આ અશુદ્ધ દેષ્ટિ કર્મને લઈને થઈ છે એમ નથી. પોતે કરી છે ત્યારે તેમાં કર્મનો ઉદય નિમિત્ત કહેવાય છે.
હવે દેષ્ટિદોષથી શ્વેત શંખને પીળો અનુભવે છે તો પછી દૃષ્ટિમાં દોષ છે, શંખ તો શ્વેત જ છે, પીળો દેખતાં શંખ તો પીળો થયો નથી; તેવી રીતે મિથ્યાદેષ્ટિથી ચેતન વસ્તુ અને અચેતન વસ્તુને એક કરીને અનુભવે છે તો પછી દૃષ્ટિનો દોષ છે.”
જેમ ધોળી વસ્તુને પીળી જાણે તો તે દૃષ્ટિનો દોષ છે. તેમ મિથ્યાદૃષ્ટિ-અજ્ઞાની જીવ, વસ્તુને અને રાગને એકપણે અનુભવે છે. એ દૃષ્ટિનો દોષ છે. એ બે વસ્તુ કાંઈ એક થઈ નથી. તેમ રાગ અને આત્મા એ બે કાંઈ એક થયા નથી, પરંતુ દષ્ટિના દોષને લઈને રાગ તે મારો એમ અજ્ઞાની-મિથ્યાદેષ્ટિ અનાદિથી માને છે. તેણે અજીવને જીવ માન્યો છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk