________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૮
કલશામૃત ભાગ-૨ છતાં તેમાં એકત્વ કરે છે તે લોલુપી-મિથ્યાદૃષ્ટિ છે એમ કહે છે.
“(૨I+IIT) રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ એવા અસંખ્યાત લોકમાત્ર અશુદ્ધરૂપ જીવના પરિણામ” અનાદિ બંધ પર્યાયથી વિભાવ પરિણામ-તેમનાથી રહિત છે.” રાગાદિ છે એ તો જીવના અશુદ્ધ પરિણામ છે. તે પુદ્ગલનો વિભાવ નામ વિકાર છે. ભગવાન આત્મા અમૃતનો સાગર પ્રભુ છે. રાગાદિ ઝેરના ઘડાથી આ અમૃત સાગર ભિન્ન છે. આમાં (પુસ્તકમાં) છે કે નહીં? આહા... હા! ભગવાન આત્મા તો સ્વભાવનો સાગર છે.
કેટલાક લોકો કહે છે-સોનગઢ આ નવું કાઢયું છે. અમે જે આ વાત કરીએ છીએ એ વાત પણ તે નથી કરતા. અહીં ભગવાન શું કહે છે? આ પુસ્તક (કળશટીકા) અહીંનું બનાવેલું છે? એક હજાર વર્ષ પહેલાં અમૃતચંદ્રાચાર્ય થયા તેમના આ કળશો છે. બે હજાર વર્ષ પહેલાં થયા કુંદકુંદાચાર્ય તેમની આ ગાથા છે. જૈનદર્શનમાં આવો અભિપ્રાય અનાદિથી ચાલ્યો આવે છે. કુંદકુંદાચાર્યે કહ્યો માટે તેમ છે તેવું પણ નથી.
શ્રોતા:- આપે સ્પષ્ટીકરણ કર્યું બીજું કોણ કરે ?!
ઉત્તર- વસ્તુ જ આવી છે તેમાં બીજું શું થાય! અરે! આ રાગના સંસ્કારની એકત્વબુદ્ધિ એ મિથ્યાત્વભાવ છે અને તે ચોરાશી લાખ અવતારનું મૂળીયું છે. ભગવાન આત્મા તો સ્વભાવનો સાગર છે. મોક્ષ થાય તે સ્વદ્રવ્યનો સ્વભાવ છે. દયા-દાન-વ્રત આદિ તે તો પરદ્રવ્ય છે. તે પુગલનો વિકાર છે તેથી તે આત્માથી વિરુદ્ધ ભાવ છે તેમ કહે છે. સમજાણું કાંઈ ?
વિભાવભાવ અસંખ્યાત લોક પ્રમાણ છે હોં! તે અશુદ્ધરૂપ જીવના પરિણામ છે. એ. રાગ-દ્વેષ-ક્રોધ-માન-માયા-પુણ્ય-પાપના ભાવો છે તે અસંખ્યાત લોક પ્રમાણ વિભાવ પરિણામ છે, તે દુઃખરૂપ છે વિરુદ્ધ ભાવ છે. ભગવાન આત્મા આનંદરૂપ છે.
પુગલ વિકાર” તે વિભાવ પરિણામ છે અને ભગવાન આત્મા તેનાથી રહિત છે. કયારે? અત્યારે. અરે! એને કયાં પડી છે. રાગાદિ પુણ્ય-પાપના ભાવ તે બધા ચૈતન્યના પરિણામ હોવા છતાં તેને પુદ્ગલનાં-જડનાં વિકાર કહ્યાં છે. જેને પ્રભુ ભગવાન આત્મા કહે છે તે આત્મા આ વિભાવ પરિણામોથી રહિત છે. એ આત્મા કેવો છે? રાગાદિ વિકારી ભાવોથી રહિત છે અને પોતે નિર્વિકારી ચીજ છે.
શ્રી રાજમલ્લજીની ટીકા પણ જુઓને ! આમાંથી બનારસીદાસજીએ સમયસાર નાટક બનાવ્યું છે. હવે અત્યારના કેટલાક પંડિતોને એવું લાગે છે કે આ બનારસીદાસજી અને ટોડરમલ્લજી અધ્યાત્મની ભાંગ પીને નાચ્યા હતા. અરેરે ! પ્રભુ! આ તું શું કહે છે? ત્યાં ફલટનમાં શાસ્ત્ર પરિષદમાં આમ કહેવાયું હતું. ત્યાં એમ કહ્યું કે-બનારસીદાસ અને ટોડરમલ્લે અધ્યાત્મની ભાંગ પી અને લખાણ લખ્યું છે. તેને આ વાત દૃષ્ટિમાં ગોઠે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk