________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૨
કલશાકૃત ભાગ-૨ જુદાઈનો અનુભવ તે અચંબો નથી. આવું કયાંય સાંભળ્યું પણ ન હોય. ત્યાં શિવગંજમાં આવું ન મળે. શિવગંજ તો આ આત્મા છે. શિવ એટલે નિરુપદ્રવી આનંદનો ગંજ તે આત્મા છે.. અને રાગાદિ છે તે દુઃખના ગંજ છે.
શ્રોતા- રાગ અને જીવને અંદરથી જુદા પાડે તો સુગમ છે.
ઉત્તર- એ બન્ને ભિન્ન છે તેમ તેને ભાસતું નથી. માટે એકત્વબુદ્ધિ છે. ભિન્ન છે તેમ ભાસે તો ભિન્ન છે એ તો સુગમ છે. એ કોઈ દિ'એક થયા જ નથી.
ચાર ભાઈઓ હોય.. પદંર-વીસ વર્ષ સાથે રહે. પરંતુ તેના બાપાને પહેલાથી જ ખ્યાલ હોય તેથી બે થાંભલા સાથે રાખજો. ભાઈઓના ભાગ તો પડે ને! ભાઈઓ તો જુદા જ રહેને! એમ અહીં બે ચીજ જ જુદી છે. ચૈતન્યના પ્રવાહની ચીજ ભગવાન આત્મા. આનંદ ચીજ અને રાગનો પ્રવાહ દુઃખરૂપ એ આકુળતાની ચીજ તે બે તદ્ગ ભિન્ન છે. અંદર બે ચીજ (કદી) એક થઈ નથી. તે બેમાં ઘણો આંતરો છે. આત્મા જ્ઞાન ને આનંદ ને શાંતિસ્વરૂપ અને રાગ અચેતન દુઃખ અને અશાંતિસ્વરૂપ છે. આહાહા ! ઝીણી વાત બાપુ! છે તો તારા ઘરની વાતુ! ભાઈ.. જે બે ચીજ જુદી છે તેને તારે જુદી કરવી એમાં વિશેષતા શું છે? જુદી છે તેને એક માની તે અચંબો થયો. લૌકિકમાં પણ કહે છે કે ભાઈયું હોય તો ભાગ પડે જ. સૌના ભાગ જુદા જ છે. તેમ ભગવાન આત્મા ને રાગ બે જુદા જ છે. તો જુદા રહે છે.
આહાહા! અહીં કહે છે-અચંબો નથી. શું અચંબો નથી? લોકમાં કહે છે કે ભાયુ હોય તો ભાગ પડે જ. એ કયાં એક છે તે ભાગ ન પડે. તેમ રાગ ને આત્મા ચીજ જુદી છે તેથી જુદા જ રહે છે. તે બન્નેને જુદા જાણવાં તે અચંબો નથી. આચાર્યદેવ કહે છે કેઅમને અચંબો એ છે કે તે રાગને અને આત્માને એક માન્યા તે આવો જૈનધર્મનો ઉપદેશ! બાપુ! તને ખબર નથી જૈનધર્મ જ આને કહે છે. જ્યાં રાગથી અને પુણ્યથી ધર્મ મનાવે છે તે જૈનધર્મ નથી–તે અન્યધર્મ છે. તે અન્યમતિનો ધર્મ છે-જૈનનો ધર્મ નહીં.
“કેમકે અશુદ્ધપણાના કારણે બુદ્ધિને ભ્રમ થાય છે.” એટલે કે આ પુણ્ય ને પાપના ભાવ છે તે અશુદ્ધતા છે તેમાં તેને ભ્રમ થાય છે કે આ મારા ભાવ છે. શુદ્ધપણું તો ત્રિકાળ છે પણ પર્યાયમાં અશુદ્ધપણું છે તે હું તેવો ભ્રમ લાગી જાય છે.
વીતરાગના માર્ગની સત્યતા પણ સાંભળવા ન મળે. એ કે દી' વિચારે અને કે દી’ સચિમાં ભે! આહાહા! આમ ને આમ જિદંગીયું ચાલી જાય છે. જિનેશ્વરદેવ પરમાત્માએ ઇન્દ્રો અને ગણધરોની સમક્ષમાં જે કહ્યું હતું તે આ વાત છે.
જેવી રીતે ધતૂરો પીતાં દેષ્ટિ વિચલિત થાય છે, શ્વેત શંખને પીળો દેખે છે, પણ વસ્તુ વિચારતાં આવી દેષ્ટિ સહજની તો નથી, દૃષ્ટિદોષ છે, દૃષ્ટિદોષને ધતૂરો ઉપાધિ પણ છે.” ધતૂરો પીતાં તેની દૃષ્ટિ વિચલિત થાય છે, દૃષ્ટિ વાસ્તવિક રહેતી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk