________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨)
કલશાકૃત ભાગ-૨ ભિન્ન છે.. છે માટે તેનો અનુભવ કરવો સુગમ છે. ' અરે ! આ તો વીતરાગ પરમેશ્વરનો મારગ છે. અત્યારે તો તેને વીંખી નાખ્યો છે. આ વાત સાંભળે છે તો તેને નિશ્ચયની વાતો. નિશ્ચયની વાતો તેમ કરીને મશ્કરી કરે છે.. વાતને ઊડાડે છે. કરો... કરોબાપા! એ તો તેં અનાદિથી કર્યું છે.
અહીં શું કહે છે-ચૈતન્ય. ચૈતન્ય સ્વરૂપે છે અને રાગાદિ વિકાર.. વિકાર સ્વરૂપે છે. બન્ને પરસ્પર ભિન્ન પોત-પોતાના સ્વરૂપે છે. તેથી અનુભવ પ્રગટપણે સુગમ છે.
આચાર્યદેવ કહે છે–જેને એકત્વ સંસ્કારરૂપ અનુભવ છે તે અચંબો છે. અજીવ અધિકારના છેલ્લા કલશો છે ને? જેને ચૈતન્યસ્વરૂપી કાયમી ચીજ અને રાગાદિ ક્ષણિક ઉપાધિ સાથે એકત્વબુદ્ધિ છે તે (અમોને) અચંબો છે.. આશ્ચર્ય છે. પ્રભુ! તને આ શું થયું? ચૈતન્ય આનંદનું ચોસલું મોટું અંદર પડ્યું છે. અતીન્દ્રિય આનંદનું ચોસલું છે. જેમ બરફના ટૂકડા કરે, ચોસલાં કરે છે ને? તેવું આ અતીન્દ્રિય આનંદનું ચોસલું છે. રાગાદિ અને આત્મા પોત-પોતાના સ્વરૂપે છે અને બન્ને ભિન્ન છે. ભિન્ન છે તો ભિન્નનો અનુભવ સુગમ છે. જો બન્ને એક થઈ ગયા હોય તો બન્નેનો ભિન્ન અનુભવ કઠણ થઈ જાય. બન્ને એક થયા નથી તેથી ભિન્નનો અનુભવ સુગમ છે. દુનિયાથી નિરાળી વાતુ છે.. ભાઈ ! દુનિયા શું કરે છે અને શું માને છે તે બધા નાટક જોયા છે.
અહીં તો પ્રભુ એમ કહે છે. આ તે શું કર્યું? અરેરે..! પ્રભુ ચૈતન્ય આનંદનો નાથ ત્રિકાળી વિદ્યમાન પદાર્થ છે તેને આ રાગ સાથે એકત્વબુદ્ધિ તે અચંબો છે. આશ્ચર્યકારી છે. તે આ શું કર્યું? સર્વજ્ઞ જિનેશ્વર પરમેશ્વરદેવે જે આત્મા કહ્યો તે ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્માની તેણે કોઈ દિ' નજર કરી નથી. તેથી આત્માની વિદ્યમાનતા તેને ખ્યાલમાં આવતી નથી. એની નજરમાં તો તેની વર્તમાન દશા રાગ અને તેનું ફળ બંધન, અને તેનું ફળ સંયોગી ચીજ જ છે. સમજાણું કાંઈ ?
આવું કેમ અનુભવે છે? પોતે ચૈતન્યદ્રવ્ય હોવા છતાં આવું કેમ અનુભવે છે. પ્રભુ ! આ તને શું થયું? ચૈતન્યસ્વરૂપે, જ્ઞાનસ્વરૂપે બિરાજમાન તારો આત્મા છે ને તેનો અનુભવ સુગમ છે. જે વસ્તુમાં નથી એ ચીજને એકત્વબુદ્ધિથી અનુભવે તે તો અચંબો છે. આહાહા! જે નહતું તેને નવું ઊભું કર્યું. અને જે પ્રગટ હતો તેને છોડી દીધો. આ રાગાદિના ભાવ જે આત્મામાં નથી તેને તેં (મારા) માન્યા આ તો અચંબો થયો ભાઈ ! અહીં તો રાગાદિ અને આત્મા બે વચ્ચેની વાત છે. ભગવાન આત્મા વિદ્યમાન છે તેથી તેનો અનુભવ સુગમ છે. એનામાં નથી તેવા રાગાદિના સંસ્કાર નવા ઉત્પન્ન કર્યા તે અચંબો છે. આ રાગ મારો છે એવું તે ઉભું કર્યું તે અચંબો થયો. વસ્તુની અપેક્ષાએ તો અચંબો છે એમ કહે છે.
આવું કેમ અનુભવે છે? કેમકે એક ચેતનદ્રવ્ય ને એક અચેતન દ્રવ્ય એ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk