________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૪
૧૨૧ રીતે અંતર તો ઘણું છે.”
અહીં શું કહે છે? જ્ઞાનાનંદસ્વરૂપ ચૈતન્ય ભગવાન અને અચેતન રાગાદિ બે વચ્ચે આંતરો ઘણો છે. એક અમૃત છે અને એક ઝેર છે એ રીતે અંતર ઘણું છે. ભગવાન આનંદ અમૃતનો સાગર અને આ રાગ ઝેરના પ્યાલા છે. શુભ ભાવને વિષકુંભ-ઝેરનો ઘડો કહ્યું છે. દયા-દાન, વ્રત-ભક્તિનો વિકલ્પ ઊઠે તે ઝેરનો ઘડો છે. અને ભગવાન અમૃતનો સાગર છે, તે બે વચ્ચે અંતર ઘણું છે. આહાહા! અંતર ઘણું હોવા છતાં તેણે જે એકત્વ કર્યું છે તે અચંબો છે. બે વચ્ચે આંતરો છે જુદાઈ છે તેનો અચંબો નથી. પરંતુ બંને ભેગાંએક માન્યા તે અચંબો છે એમ કહે છે.
ચૈતન્યસ્વરૂપ ઝળહળ જ્યોતિ જ્ઞાન પ્રકાશની મૂર્તિ પ્રભુ અને રાગાદિ પર એ બન્ને ભિન્ન છે. ભિન્ન છે માટે સ્વનો અનુભવ સુગમ છે. બે ભિન્ન છે અને તેને ભિન્ન પણે રાખવા તેમાં અચંબો નથી. લોજીકથી અને ન્યાયથી વાત કરે છે. પણ તેને અભ્યાસ જ નથી. અત્યારે તો બીજે રસ્તે ચડાવી દીધા છે. રેલગાડી હોય તેને બીજે પાટે ચડાવવી હોય તો જે પાતળો પાટો હોય તેના ઉપર ચઢાવે પછી બીજે પાટે ચઢી જાય.. તેમ આ શુભ ને અશુભ રાગના ઉધે પાટે ગાડીને ચઢાવી દીધી છે.
શ્રોતા- ડ્રાઈવર સારો હોય તો આ બાજુ ચઢાવી હૈ....
ઉત્તર-મહાપ્રભુ આત્મા મોટો ડ્રાઈવર છે ને! ચૈતન્ય દ્રવ્ય છે તે કાયમી ચીજ છે. શાશ્વત વસ્તુ છે. રાગની ઉપાધિ અને આ વિકલ્પ તે પુદ્ગલનો નાચ છે. તે બન્નેમાં અંતર તો ઘણું છે માટે અચંબો કાંઈ નથી. આવી વાતું છે! એ પણ... ભાગ્યશાળીને મળે તેવું છે. પ્રભુનો મારગ આવો છે ભાઈ !
શ્રોતા:- બન્ને પ્રગટ જુદા છે અને તેને જુદા માને તેમાં અચંબો શું!?
ઉત્તર:- જુદા તો છે તેમાં અચંબો નથી. જુદાને એક માનવા તેમાં અચંબો છે. સંતોની શું શૈલી છે! આની ટીકા કરનાર રાજમલ્લજી છે. બહારમાં ઘણું જોયું છે. ચારપાંચ ભાઈઓ હોય અને એક ઓસરી હોય તો પહેલેથી જ જોડે-જોડે બે થાંભલા ખોડે. વળી સાત-આઠ હાથ દૂર બે થાંભલા ખોડે. પછી જ્યારે જુદું પાડવું હોય ત્યારે બે થાંભલા વચ્ચે પડદી-દિવાલ કરી લ્ય.. તેમાં એક બારણું નાખે એટલે ભાઈઓનું મકાન જુદું-જુદું થઈ જાય.
તેમ અહીંયા કહે છે–અંદર બે થાંભલા જુદા જ છે. રાગ અને આત્મા તે બે તદ્દન જુદા જ છે. તેનો અચંબો પણ નથી. બેનો આંતરો છે તેવો અનુભવ કરવો તે અચંબો નથી. આહા.. હા! શુભરાગ-અશુભરાગ અને ચૈતન્ય પ્રભુ તે બે દ્રવ્યો વચ્ચે અંતર ઘણું છે. કેમકે આત્મા જ્ઞાનસ્વરૂપ છે અને રાગ અજ્ઞાનસ્વરૂપ છે. રાગમાં જ્ઞાનનો અભાવ છે. આ આનંદસ્વરૂપ આત્મા અને રાગ દુઃખરૂપ તે બેનો આંતરો ઘણો છે. આ બન્નેની
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk