________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૪
૧૨૩ નથી. જેમ શંખ ધોળો હોય છે, પણ જેને કમળો થાય તે ધોળી બીજી ચીજને પીળી દેખે છે.. તે દૃષ્ટિનો દોષ છે. ધતૂરો પીધો એટલે તેની દૃષ્ટિ ફરી ગઈ છે. દેષ્ટિ ફરી છે પોતાથી પોતાને કારણે પરંતુ ધતૂરો તેમાં નિમિત્ત છે. સમજાણું કાંઈ? આ તો એકેક શ્લોક અમૃતના સાગર ભર્યા છે. દિગમ્બર સંતોની વાણી એક ક્ષણમાં તો તેને હલાવી નાખે છે.
ભાઈ ! તું છો કે નહીં ? અને છો તો કોણ છો? વસ્તુ તો જ્ઞાન ને આનંદ સ્વરૂપે બિરાજમાન છે, પરંતુ અનાદિથી દૃષ્ટિ અશુદ્ધતા ઉપર પડી છે તે દૃષ્ટિનો દોષ છે. જેમ ધતૂરો દૃષ્ટિના દોષમાં નિમિત્ત છે, તેમ અહીં અશુદ્ધતામાં કર્મનું નિમિત્ત છે એમ કહેશે. દૃષ્ટિનો દોષ તો તેણે ઉભો કર્યો છે.
તેવી રીતે જીવદ્રવ્ય અનાદિથી કર્મ સંયોગરૂપે મળેલું જ ચાલ્યું આવે છે. મળેલું હોવાથી વિભાવરૂપ અશુદ્ધપણે પરિણમી રહ્યું છે, અશુદ્ધપણાના કારણે જ્ઞાનદેષ્ટિ અશુદ્ધ છે. તે અશુદ્ધ દેષ્ટિ વડે ચેતનદ્રવ્યને પુદ્ગલકર્મની સાથે એકત્વ સંસ્કારરૂપ અનુભવે છે-આવો સંસ્કાર તો વિદ્યમાન છે.” કર્મ સંયોગ ઉપર લક્ષ હોવાથી જીવદ્રવ્ય મલિનપણે-અશુદ્ધપણે પરિણમી રહ્યું છે. આહા! તેની દૃષ્ટિ અશુદ્ધ ઉપર છે તેથી અશુદ્ધપણાને કારણે જ્ઞાનદેષ્ટિ અશુદ્ધ થઈ ગઈ છે. જ્ઞાનને જોવાની તેની દૃષ્ટિ જ અશુદ્ધ થઈ ગઈ છે. થઈ છે પોતાને કારણે હોં! રાગ તે હું તેવી અશુદ્ધદષ્ટિ વડે ચેતનદ્રવ્યને પુદ્ગલકર્મની સાથે એકત્વ સંસ્કારરૂપ અનુભવે છે. તેથી તેને અશુદ્ધપણાની દેષ્ટિ છે અને શુદ્ધપણાની દૃષ્ટિ નથી. જેની દૃષ્ટિ રાગની ઉપાધિ ઉપર છે તે દૃષ્ટિ અશુદ્ધ છે. એ અશુદ્ધદષ્ટિને લઈને તેને જોવાની જ્ઞાનદેષ્ટિ પણ અશુદ્ધ થઈ ગઈ છે. અર્થાત્ શુદ્ધ ચૈતન્ય વસ્તુની તેને દૃષ્ટિ નથી.
એકત્વરૂપના આવા સંસ્કાર અનાદિથી છે. ઉપર કહ્યું હતું ને બીજી લીટીમાં.. “અનંતકાળથી વિદ્યમાન છે” આત્માની પર્યાયમાં વિદ્યમાન છે. , નથી તેમ નથી. (આવા પરિણામ) અધ્ધરથી થયેલા નથી.
આગળ કહ્યું હતું કે-જેમ દૃષ્ટિના દોષને ધતૂરો ઉપાધિ છે તેમ દૃષ્ટિદોષને પુગલપિંડરૂપ મિથ્યાત્વકર્મના ઉદયરૂપ ઉપાધિ પણ છે. કર્મનો ઉદય.. તે દૃષ્ટિદોષ ઉપાધિને નિમિત્ત છે. ઉપાદાન તો પોતે કરેલું છે. જે અશુદ્ધ વિપરીત દૈષ્ટિ કરી છે તે પોતાની છે.. એ પોતાથી થઈ છે. તેમાં કર્મની ઉપાધિનું નિમિત્ત છે. આહાહા! આવો ઉપદેશ ! આ દયા પાળો, વ્રત કરો, દોઢ મહિનાના ઉપધાન કરો, બે-ચાર લાખના મોટા મંદિર બંધાવો જેમાં માથે ધજા ફરકે એ બધું તો સહેલું હતું.
શ્રોતા:- મંદિર હોય તો કરોડો લોકોને ધર્મ થાય ને?
ઉત્તર- ધર્મનું સાધન બહારમાં છે? ધર્મનું સાધન તો આત્મામાં છે. શુભભાવ થાય ત્યારે તેનું લક્ષ (દેવ-ગુરુ-શાસ્ત્ર) નિમિત્ત ઉપર હોય છે એટલું જ લેવું. બાકી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk