________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪)
૮૫ કહેવામાં આવે કે આ ઘીનો ઘડો, આ લોટની માટલી, આ ઘીની બરણી. કારણ કે એકલી ચીજ જુદી કદી જોઈ ન હોય. તેવી રીતે સમજાવે છે કે ભાઈ ! આ ઘીનો ઘડો ઘીમય નથી, ઘડો તો માટીમય છે. સમજાવવા ઘીનો ઘડો કહેવામાં આવે છે, તેનો હેતુ એ છે કે ઘડો એકલો કદી જોયો નથી, તેથી તેને ઘીનો ઘડો કહીને ઘડો માટીમય છે તેમ બતાવવું છે.
તેમ આ ભગવાન આત્મા! શુદ્ધ ચૈતન્ય આનંદઘન છે. હવે તેણે રાગથી અને ભેદથી ભિન્ન એવી ચીજ કોઈ દિ' જોઈ નથી તેથી તેને એમ કહ્યું કે “ભાઈ ! આ દેવ છે તે જીવ છે દેવ નહીં.' આનંદકંદ જ્ઞાયક છે તે જીવ છે તેમ સમજાવ્યું છે. આવો ધર્મનો પ્રકાર છે. અરે! ધર્મ કાંઈ સાધારણ છે બાપુ! અનંતકાળમાં તેણે એક સેકન્ડમાત્ર કર્યો નથી. તેને સમજો ! વસ્તુ અલૌકિક છે.
આહાહા! “દેવ જીવ' તેમ કહીને–દેવ જીવ તે દેવરૂપ નથી, પણ જ્ઞાનરૂપ છે. જેમ ઘીનો ઘડો કહીને ઘીનો ઘડો તે માટીમય છે તેમ સમજાવ્યું છે. તેમ મનુષ્ય જીવ, સ્ત્રીનો જીવ, પુરુષનો જીવ, તીર્યચનો જીવ એમ કહેવાય, પરંતુ એમ કહીને કહેવું છે એ કે તેણે એકલો ચૈતન્ય સ્વરૂપ જીવને કદી જોયો જાણ્યો નથી–અનુભવ્યો નથી. તેથી તેને એમ કહે-જો ભાઈ! આ ઘોડાનો જીવ; એટલે કે-જીવ જ્ઞાનમય છે અને ઘોડારૂપ નથી. આ મનુષ્ય જીવ તેમ કહીને કહે છે કે મનુષ્ય એ જીવ નથી, જીવ જ્ઞાનમય છે. આવો ઉપદેશ છે.
જો ભાઈ ! આ રાગ થાય છે ને? તે રાગી જીવ છે, એમ કહીને-એ જીવ રાગમય નથી જ્ઞાનમય છે એમ કહેવું છે. આહા! આવો માર્ગ વીતરાગનો છે. “ઢષી જીવ ઇત્યાદિ ઘણાં પ્રકારે કહ્યું છે, પણ તે સઘળુંય કહેવું વ્યવહારમાત્ર છે. જેમ ઘીનો ઘડો કહેવો તે વ્યવહારમાત્રથી છે તેમ રાગી જીવ, પુષ્યવાળા જીવ, પાપી જીવ તેમ કહેવું એ તો વ્યવહારમાત્ર છે. એમ કહીને આ જીવ ચૈતન્યમય છે, અન્યરૂપ નથી. આ ચૈતન્યમય જીવ છે તેનું તો કોઈ દિવસ જ્ઞાન કર્યું નથી, સમકિત થયું નથી. સમજાણું કાંઈ? એ રીતે વ્યવહારથી તેને સમજાવ્યું છે, પણ તે બધો વ્યવહારમાત્ર છે. દ્રવ્ય સ્વરૂપથી જોતાં વ્યવહાર જૂઠો છે. માટીનો ઘડો છે તેમ જોતાં ઘીનો ઘડો છે એમ કહેવું તે જૂહૂં છે. તેમ ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપી, ચિદ્ધનસ્વરૂપ છે. એ દૃષ્ટિએ જોઈએ તો આ બધો વ્યવહાર તે વ્યવહારમાત્ર છે-જૂઠો છે. આવી જાતની વાતની કોઈ દિ' ગધેય ન આવી હોય.
શ્રી બનારસીદાસજીની પરમાર્થ વચનિકામાં આવે છે ને ભાઈ ! આગમમાં જે વ્યવહાર કહ્યો-દયા-દાન, વ્રત-ભક્તિ-પૂજા એ પદ્ધતિ અનાદિના અજ્ઞાની મૂઢ જીવને સુગમ લાગે છે, એટલે તે તેને સાધે છે અને તેને ધર્મ માને છે. અજ્ઞાની અધ્યાત્મના વ્યવહારને પણ જાણતા નથી.
આગમમાં જે વ્યવહાર કહ્યો છે-દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજા-સત્ય બોલવું,
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk