________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૩
૧૧૧ અહીં “કર્મ' શબ્દ રાગ લેવો. પુણ્યના ભાવથી માંડીને બધાને કર્મ કહેવામાં આવે છે. આહા.. હા! પહેલાં તેને જડ કહ્યું હતું. અજીવનું લક્ષણ જડ છે. રાગથી માંડીને બધું જ જડ છે. અરે! અંદરમાં આવો ચૈતન્ય ભગવાન બિરાજમાન છે-આમ હોવા છતાં રાગાદિ પુણ્યના પરિણામ, શરીરની ક્રિયા, કર્મની ક્રિયા તેની સાથે એકત્વ કરીને તમે કેમ નાચો છો? આવી મિથ્થાબુદ્ધિમાં તારા પરિણામ કેમ નાચે છે? આચાર્યદેવ કહે છેઅમને આશ્ચર્ય થાય છે. અરે...! પ્રભુ! તું આ શું કરે છે.
ધ્રુવ વસ્તુ જે આત્મા છે એ તો જ્ઞાન, આનંદ, સ્વચ્છતા, ઈશ્વરતા આદિ અનંત શક્તિનો અંદર ભંડાર છે. એવી ચીજની સાથે જે દયા–દાન, વ્રત-ભક્તિ, કામ-ક્રોધના ભાવ છે તેની સાથે તમે એકત્વરૂપે કેમ પરિણામો છો..?
ઉપર બીજી લીટીમાં આવી ગયું કે-સમ્યગ્દષ્ટિનું પરિણમન તો સ્વ તરફનું; આનંદના અનુભવરૂપ પરિણમન છે. જ્યારે મિથ્યાષ્ટિને આનંદનો અનુભવ તો છે નહીં, તેને રાગની સાથે એકતાબુદ્ધિનું પરિણમન છે. તેને આચાર્યદેવ કહે છે–તમે આવું કેમ કરો છો? આહા... હા ! અમૃતસાગર ભગવાન આત્મા અને તેની સાથે પુણ્ય-પાપનો અર્થાત્ ઝેરનો પ્યાલો તે બન્નેને એક કેવી રીતે માનો છો?
આહા.. હા! શરીર, વાણી, મન, પૈસા, ધૂળ તો કયાંય રહી ગઈ, આ તો અંદરમાં થતાં દયા-દાન, વ્રત-ભક્તિ, પૂજાનો ભાવ એવો રાગ તેની સાથે તમે એકત્વબુદ્ધિ કેમ કરો છો ? આવી વાત છે ભાઈ ! અત્યારે તો સાંભળવાય મળે એવું નથી. એવો બધો ફેરફાર થઈ ગયો છે.
અત્યારે તો ભક્તિ કરો, પૂજા કરો, દાન કરો, દયા પાળો, પૈસા મળ્યા હોય તો ખર્ચો એવી વાત છે. તે પૈસા ખર્ચી શકતો નથી, જો તેણે રાગ મંદ કર્યો હોય તો પુણ્ય છે. અને તે પુણ્ય જડ છે. પાંચ-પચ્ચીસ લાખનું મંદિર બંધાવ્યું માટે ધર્મ થઈ ગયો. ધૂળમાં એ ધર્મ નથી. (ધૂળમાં એ ધર્મ નથી તેનો અર્થ) કે-તેને પુણ્યાનુબંધી પુણ્ય પણ થતું નથી. હું મંદિર બનાવું છું, હું લક્ષ્મી આપું છું.. ભાઈ ! લક્ષ્મી તો જડ છે તેને મારી માનીને આપે છે તે મિથ્યાદેષ્ટિ મૂઢ છે.
પ્રશ્ન:- પૈસા તો એના છે ને?
ઉત્તર:- જડ પૈસા કયાં તેના હતા? તેણે તો પોતાના માન્યા હતા. પૈસાય ગયા અને તમારા માનવાનું) પાપ થયું એમ કહે છે. પૈસા એ તો જડ ધૂળ છે તેને મારા માનીને આપે છે તે મિથ્યાત્વભાવ છે. આવી વાત છે બાપા! આ તો ત્રિલોકીનાથ પરમાત્મા કહે છે. સંતો આડતીયા થઈને તે માલને આપે છે.
કહે છે-અરે! આત્મા અને રાગના એકત્વના વિપરીત સંસ્કાર કેમ પ્રવર્તે છે. અમને તો આશ્ચર્ય થાય છે. આહા.. હા! અમૃતચંદ્રાચાર્ય દિગમ્બર વનવાસી સંત હતા.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk