________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૬
કલશાકૃત ભાગ-૨ જીવનો સ્વભાવ નથી અને જીવના સ્વભાવમાં એ નથી.
“(નીચે) ધારા સંતાનરૂપ વારંવાર વિભાવ પરિણામ.” જેમ (પહાડઉપરથી) ધારાવાહી ધોધ પડે ને! (દક્ષિણમાં) ત્યાં જોગફોલનો પાણીનો ધોધ આમ અધ્ધરથી પડે છે. તે ઘણો ઊંડો છે. તે સદાય ધારાવાહી પડયા જ કરે છે. આપણે જોવા ગયા હતા.
અહીં બગસરા છે તેની બન્ને બાજુ બે નદી છે અને એક નીચે નદી તેમ ત્રણ નદી છે. એક નદીમાં એટલું બધું પાણી કે તેમાંથી ધોધ પડતો હતો. એ ધોધ સંચા ઉપર પડે અને સંચો ચાલે એમ અનાદિ કાળથી આત્મામાં (પરિણામમાં) અજ્ઞાનનો ધોધ ચાલે છે.
આ દેહ જડ-માટી-ધૂળ છે. એ તો સ્પષ્ટ જ છે. અંદર કર્મ જે છે તે અજીવ-ધૂળના સૂક્ષ્મ રજકણો છે. આ દયા-દાન, વ્રત-ભક્તિ, કામ-ક્રોધના શુભાશુભભાવ તેને પણ અહીં અજીવ ગણવામાં આવ્યા છે.
આહા.... હા! ભગવાન આત્મા ચૈતન્ય જ્યોત, ચૈતન્યનો શીતળ ચંદ્ર એવા આત્મા સાથે અજીવ એવા રાગ અને પુણ્ય-પાપના ભાવની સાથે અનાદિથી એકત્વબુદ્ધિના સંસ્કાર વિદ્યમાન છે. તેને લઈને ધારાવાહિક વિકાર ચાલ્યા કરે છે. મિથ્યાત્વનો ધોધ ચાલે છે.
ધારા સંતાનરૂપ વારંવાર વિભાવ પરિણામ” કહે છે? આ રાગ તે હું છું એવા જે મિથ્યાત્વ પરિણામ ધારાવાહી એટલે તૂટક થયા વિના અનાદિથી ચાલે છે. પરમાં સુખબુદ્ધિરૂપનો મિથ્યાત્વભાવ ધારાવાહી અનાદિથી ચાલે છે. ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ છે તેને ન જોતાં, તેને ન માનતાં, દૃષ્ટિની વિપરીતતાને કારણે પરમાં એટલે પૈસામાં, લક્ષ્મીમાં, શરીરમાં, આબરૂમાં સુખ છે એવી જે બુદ્ધિરૂપ મિથ્યાત્વના સંસ્કાર અનાદિના વિદ્યમાન છે તે ધારાપ્રવાહે ચાલે છે. સમજાણું કાંઈ?
એક બાજુ બપોરના પ્રવચનમાં એમ આવે કે-રાગ છે તે જીવની પર્યાય છે. અને જીવ તેનો કર્તા છે. તે વાત અજ્ઞાનભાવની છે. રાગનો જે વિકલ્પ ઊઠે છે તે આત્માની પર્યાય છે. આત્મા પોતે રાગને કરે છે. અજ્ઞાનભાવે કર્તા થઈને તે વિકલ્પનો પોતાને કર્તા માને છે.
અહીંયા તો કહે છે-જ્ઞાનસ્વભાવ ચૈતન્ય છે. એ ચૈતન્યચંદ્ર શીતળ.. શીતળ... શીતળ.. શીતળ.. શીતળસ્વરૂપ ભગવાન આત્મા છે. એના સ્વભાવ સાથે આ રાગ છે તે આકુળતા-દુઃખ છે. એ શીતળ ચૈતન્યસ્વભાવ અને દુઃખ એવો જે રાગ-વિભાવ તેનું એકત્વ તે માન્યતા મિથ્યાત્વ છે. આવી મિથ્યાશ્રદ્ધા વિદ્યમાનપણે અનાદિકાળથી ધારાપ્રવાહે ચાલે છે. આ સમજાય છે કે નહીં?
આ શરીરાદિ એ તો માટી-ધૂળ છે. તે કાંઈ આત્મા નથી. અહીંયા તો અંદરમાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk