________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૪
૧૧૭ થતા પુણ્ય-પાપના ભાવ તેને અજીવ કહ્યાં છે. આ સાદી ભાષામાં ચાલે છે. આમાં કાંઈ વ્યાકરણ કે સંસ્કૃત એવું નથી. દુનિયામાં બુદ્ધિવાળા કહેવાય તે બધા સમજવા જેવા છે. અહીં તો રાગ ને આત્માની એકતાબુદ્ધિવાળા પાગલ છે. મૂઢ છે એમ કહે છે. પછી તે સ્વર્ગનો દેવ હોય કે પછી અબજોપતિ માણસ હોય. તે બધા દુઃખી છે. ચૈતન્ય નિત્યાનંદ પ્રભુ! અનાકુળ આનંદનો કંદ; જ્ઞાનસ્વરૂપ આત્મામાં આ રાગભાવ-દુઃખભાવનો અભાવ છે.
પ્રશ્ન- થાય છે તો એની પર્યાયમાં ને?
ઉત્તર - પર્યાય એની છે પરંતુ દોષ દેષ્ટિનો છે. એ દોષમાં પુદગલ નિમિત્ત છે એમ કહીને તેમાં પુગલ નાચે છે એમ કહે છે. પોતે ચૈતન્ય જ્ઞાનાનંદ પ્રભુ તેની ત્રિકાળ અસ્તિ છે. તેના તરફ અનાદિથી તેની નજરું નથી. અનાદિથી તેની નજરું આ પુણ્ય ને પાપ અને તેના ફળ તરીકે મળેલી આ ધૂળ આદિ ઉપર છે. તેથી મિથ્યાત્વના સંસ્કારની દશા અનાદિથી પ્રવાહરૂપે ચાલી આવે છે.
“ધારાસંતાનરૂપ વારંવાર વિભાવ પરિણામ તેમાં પુદ્ગલ અર્થાત્ અચેતન મૂર્તિમાન દ્રવ્ય નિશ્ચયથી નાચે છે. “ન કન્ય:” ચેતન દ્રવ્ય નાચતું નથી.”
કહે છે? એકત્વબુદ્ધિમાં પુદ્ગલ જ નાચે છે કેમકે ઉપાધિભાવ કર્યો છે પોતે પણ એ ઉપાધિ ભાવમાં પુદ્ગલ નિમિત્ત છે એટલે પુદ્ગલનો જ તેમાં નાચ છે. આત્માનો નહીં.
પ્રશ્ન:- આત્માનો દોષ ન હોય તો ધર્મ થવો જોઈએ ?
ઉત્તર- એ તો પહેલાં કહ્યું! દૃષ્ટિનો દોષ છે તેમ તો પહેલું કહ્યું દૃષ્ટિ તેના ચૈતન્યસ્વભાવ ઉપર નહીં હોવાથી અને તે દૃષ્ટિ કર્મના નિમિત્તના લક્ષે થતાં નૈમિત્તિક ઉપાધિભાવ ઉપર હોવાથી તે ઉપાધિભાવને પોતાના માનીને અનાદિથી ધારા પ્રવાહપણે મિથ્યાત્વને સેવતો આવે છે. તે બધો નાચ પુદ્ગલનો છે. ચૈતન્યનો નહીં. ચૈતન્ય તો જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે. સમજાણું કાંઈ?
શ્રોતા:- પુદ્ગલનો નાચ હોય તેમાં જીવને શું વાંધો?
ઉત્તરઃ- એ દષ્ટિ કોની છે? આ રાગ ઉપર દૃષ્ટિ છે તે જીવની છે કે નહીં? એ દૃષ્ટિમાં પુલ નિમિત્ત છે તેથી પુગલ નાચે છે તેમ કહેવામાં આવ્યું છે. કેમ કે આત્મા જ્ઞાન અને આનંદની શીતળ.. શીતળ... શીતળ.. શીતળ... શાંત વીતરાગ મૂર્તિ પ્રભુ છે. એ વીતરાગ મૂર્તિ રાગમાં કેમ આવે? અહીં એમ કહેવું છે કે આ દ્ગાચ છે તે આત્માનો નથી. દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજા આદિનો બધો ભાવ તે રાગ છે તેને પોતાનો માનવારૂપનો જે મિથ્યા સંસ્કાર તે પુગલનો નાચ છે. શું થાય? મૂળ વાત આખી પડી રહી. વરને મૂકીને જાન જોડી દીધી.
આહા ! ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા અને તેની દૃષ્ટિ અને તેના અસ્તિત્વની પ્રતીતિના અભાવમાં પુણ્ય ને પાપના ભાવની અસ્તિ છે. તે વિદ્યમાન વસ્તુ છે. એ (પર્યાયરૂપ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk