________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૪
કલશાકૃત ભાગ-૨ કલશ-૪૪
(વસંતતિલકા) अस्मिन्ननादिनि महत्यविवेकनाट्ये वर्णादिमान्नटति पुद्गल एव नान्यः। रागादिपुद्गलविकारविरुद्धशुद्ध -
चैतन्यधातुमयमूर्तिरयं च जीवः।।१२-४४।। ખંડાન્વય સહિત અર્થ:- “કસ્મિન વિવેકનાત્રે પુનઃ પર્વ નિતિ” ( સ્મિન) અનંત કાળથી વિદ્યમાન છે એવો જે (વિવે) જીવ-અજીવની એકત્વબુદ્ધિરૂપ મિથ્યા સંસ્કાર તે-રૂપ છે (નાઘે) ધારાસંતાનરૂપ વારંવાર વિભાવપરિણામ, તેમાં (પુન:) પુદ્ગલ અર્થાત્ અચેતન મૂર્તિમાન દ્રવ્ય (વ) નિશ્ચયથી (નcત) અનાદિ કાળથી નાચે છે, “ન કન્ય:” ચેતનદ્રવ્ય નાચતું નથી. ભાવાર્થ આમ છે કે-ચેતનદ્રવ્ય અને અચેતનદ્રવ્ય અનાદિ છે, પોતપોતાના સ્વરૂપે છે, પરસ્પર ભિન્ન છે. આવો અનુભવ પ્રગટપણે સુગમ છે; જેને એકત્વસંસ્કારરૂપ અનુભવ છે તે અચંબો છે. એવું કેમ અનુભવે છે? કેમ કે એક ચેતનદ્રવ્ય, એક અચેતનદ્રવ્ય-એ રીતે અંતર તો ઘણું. અથવા અચંબો પણ નથી, કેમ કે અશુદ્ધપણાના કારણે બુદ્ધિને ભ્રમ થાય છે. જેવી રીતે ધતૂરો પીતાં દૃષ્ટિ વિચલિત થાય છે, શ્વેત શંખને પીળો દેખે છે, પણ વસ્તુ વિચારતાં આવી દેષ્ટિ સહજની તો નથી, દૃષ્ટિદોષ છે, દૃષ્ટિદોષને ધતૂરો ઉપાધિ પણ છે; તેવી રીતે જીવદ્રવ્ય અનાદિથી કર્મસંયોગરૂપે મળેલું જ ચાલ્યું આવે છે, મળેલું હોવાથી વિભાવરૂપ અશુદ્ધપણે પરિણમી રહ્યું છે, અશુદ્ધપણાના કારણે જ્ઞાનદૃષ્ટિ અશુદ્ધ છે, તે અશુદ્ધ દેષ્ટિ વડે ચેતનદ્રવ્યને પુદ્ગલકર્મની સાથે એકત્વસંસ્કારરૂપ અનુભવે છે-આવો સંસ્કાર તો વિદ્યમાન છે, પણ વસ્તુસ્વરૂપ વિચારતાં આવી અશુદ્ધ દૃષ્ટિ સહજની તો નથી, અશુદ્ધ છે, દૈષ્ટિદોષ છે અને દૃષ્ટિદોષને પુદ્ગલપિંડરૂપ મિથ્યાત્વકર્મનો ઉદય ઉપાધિ પણ છે. હવે જેવી રીતે દેષ્ટિદોષથી શ્વેત શંખને પીળો અનુભવે છે તો પછી દષ્ટિમાં દોષ છે, શંખ તો શ્વેત જ છે, પીળો દેખતાં શંખ તો પીળો થયો નથી; તેવી રીતે મિથ્યા દેષ્ટિથી ચેતનવસ્તુ અને અચેતનવસ્તુને એક કરીને અનુભવે છે તો પછી દષ્ટિનો દોષ છે, વસ્તુ જેવી ભિન્ન છે. તેવી જ છે, એક કરીને અનુભવતાં એક થતી નથી, કેમ કે ઘણું અંતર છે. કેવું છે અવિવેકનાટય (અર્થાત્ જીવ-અજીવની એકત્વબુદ્ધિરૂપ વિભાવપરિણામ)? “સનાલિનિ” અનાદિથી એકત્વ-સંસ્કારબુદ્ધિ ચાલી આવે છેએવું છે. વળી કેવું છે અવિવેકનાટય? “મતિ” જેમાં થોડુંક વિપરીતપણું નથી, ઘણું
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk