________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૨
કલશામૃત ભાગ-૨ તેઓ જંગલમાં રહેતા હતા. તેઓ બહારમાં તો નગ્ન હતા પરંતુ અંદરમાં પણ નગ્ન હતા. આ રાગના કપડાં છોડીને વીતરાગી પર્યાયમાં રમતાં હતાં. આવો મારગ છે બાપુ! લોકોને એવું લાગે કે આ તે કઈ જાતનો ધર્મ! જૈનધર્મ આવો છે? બાપુ! તને વીતરાગ માર્ગની ખબર નથી
ભાવાર્થ આમ છે કે-સહજ જ જીવ-અજીવ ભિન્ન છે, એવું અનુભવતાં તો બરાબર છે, સત્ય છે.”
શું કહે છે! ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા અને અજીવ શરીર, રાગાદિ એ તો સ્વભાવથી જ ભિન્ન છે. બન્નેનો સ્વભાવ જ ભિન્ન છે. રાગ, પુણ્ય, દયાના વિકલ્પથી ભગવાન આત્મા ભિન્ન છે તે તો ઠીક છે.. સત્ય છે. શું કહ્યું? જીવ-અજીવ ભિન્ન છે તે તો સ્વાભાવિક જ છે.
મિથ્યાષ્ટિ જે એક કરીને અનુભવે છે તેને આવો અનુભવ કઈ રીતે આવે છે તે મોટો અચંબો છે.”
જેની દૃષ્ટિ જૂઠી છે-અસત્ય દષ્ટિ છે તે સત્યસ્વરૂપ ભગવાન આત્મા અને રાગને એક માનીને અનુભવે છે. અસત્ય દૃષ્ટિ કહો, જૂઠી દૃષ્ટિ કહો કે મિથ્યાત્વ કહો બધું એકાર્થ છે. ભાષા તો સાદી છે, ભાષામાં બહુ સૂક્ષ્મતા નથી. ભાવ તો જે છે તે છે. અત્યારે તો ગરબડ બહુ કરી નાખી છે.
શાસ્ત્રમાં આ દાખલો આવે છે કે-ગોળની ભીલી હોય તેને જો સૂર્યનો તાપ લાગે તો તે ઉભરાય અને ગોળ (કપડાં માંથી) બહાર કરે છે. પાટલા નીચે રજાઈ હોય તે ગોળના પાણીથી ભીંજાઈ જાય.. પછી કોઈ કૂતરો આવે ગોળનો સ્વાદ લેવા માટે અને રજાઈને ચૂંથી નાખે. તેમ પરમાત્મા કહે છે-આ વીતરાગનો માર્ગ છે. ચિદાનંદસ્વરૂપી આત્મા રાગથી ભિન્ન પડે તે અનુભવને ધર્મ કહે છે. જ્યારે અજ્ઞાની રાગને પોતાનો માની આત્માને ચૂંથી નાખે છે. આવી વાત છે બાપુ! આજ બેસે કાલ બેસે પણ.., આ વાત બેસાડયે જ છૂટકો છે.
આ વાત ન બેઠી તો ચોરાશીના અવતારમાં મરી જવાનો છે. ત્યાં કોઈ શેઠાઈ અને રાજાઈ કામ નહીં આવે. આ ધૂળ બધી પડી રહેશે. અને તે ફૂ થઈને હાલ્યો જશે ! આ નવનીતભાઈ બિચારા ક્ષણમાં ચાલ્યા ગયા. પડી ગયા. અને ત્યાં જ દેહ છૂટી ગયો. દેહની સ્થિતિ જે સમયે જે થવાની તે થવાની જ છે તેને કોઈ કાળભેદ રોકી શકશે નહીં.
પ્રશ્ન:- ડોકટરો તો આવીને રોકી શકે ને?
ઉત્તર- હમણાં ભાવનગરમાં મોટો સર્જન ડોકટર મરી ગયો. અહીં એક-બે વખત વ્યાખ્યાનમાં પણ આવેલા. ભાવનગર દરબારના દીવાન પ્રભાશંકર પટણી તેના કુટુંબી થાય. આ જ્યારે બન્યું ત્યારે તે સીવીલ સર્જન મોટું ઓપરેશન કરતા હતા. ત્યાં કહે–
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk