________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૦
કલાકૃત ભાગ-૨ તેને તે જાણતો નથી. જ્ઞાનની પર્યાયમાં પર જણાય છે કારણ કે તેની નજર પર ઉપર છે. આ પરમાત્માના ઘરની વકિલાત જુદી જાતની છે.
અનંતકાળ ગયો તેમાં તે અનંતવાર દિગમ્બર સાધુ થયો. હજારો રાણી છોડી.. પણ આત્મ વસ્તુ શું છે તેની ઉપર દૃષ્ટિ ન કરી) દીધી. છ ઢાળામાં આવે છે.
“મુનિવ્રત ધાર અનંતબાર રૈવેયક ઉપજાયો,
પૈ નિજ આતમજ્ઞાન બિના સુખ લેશ ન પાયો.” અરે રે! જિંદગી ચાલી જાય છે. પચાસ-સાઈઠ-સીત્તેર વર્ષ વયા ગયા. જેમ જેમ સમય વીતે છે તેમ મરણની સન્મુખ જાય છે. મરણ નજીક આવતું જાય છે. પણ આ ચીજ શું છે તેનું જ્ઞાન અને સમ્યગ્દર્શન ન કર્યું તે વિના બધું (બધાં) થોથાં છે.
આજથી એક હજાર વર્ષ પહેલાં અમૃતચંદ્રાચાર્ય દિગમ્બર મુનિ થયા તેમનો આ શ્લોક છે. કુંદકુંદાચાર્ય અને નિયમસારની ટીકા કરનાર પદ્મપ્રભમલધારિદેવ થયા. ત્રણેય દિગમ્બર ભાવલિંગી સંત વીતરાગી આનંદને વેદવાવાળા હતા.
તત તુ જ્ઞાનિન: મયં મો: પ્રથમ સદો નાનદતિ વત” આમ છે તો પછી મિથ્યાષ્ટિ જીવને જે પ્રગટ છે એવો જીવ-કર્મના એકત્વરૂપ વિપરીત સંસ્કાર કેમ પ્રવર્તી રહ્યો છે તે આશ્ચર્ય છે!” ' અરે! ચૈતન્યસ્વરૂપ ભગવાન અંદર પ્રગટ છે. આમ હોવા છતાં પણ આ રાગના પરિણામ અને આત્માને એકત્વબુદ્ધિ કેમ થઈ ? “કર્મ” શબ્દ અહીં રાગાદિ સમજવું. આ જ્ઞાનસ્વરૂપી ભગવાન સાથે રાગની એકત્વબુદ્ધિ તે મિથ્યાત્વનો મોહ છે. પ્રભુ તો ચૈતન્યજ્યોતિ ઝળહળ પ્રકાશના નૂરનું પૂર છે. ગઈ કાલે દષ્ટાંત આપ્યું હતું ને! મોટો સમુદ્ર હોય તેની કાંઠે ચાર હાથનું કપડું આડું લગાવે અને પોતે ચાર હાથ ઊંચો હોય તો તેને કપડું જ નજરમાં આવે છે. દરિયો નજરમાં આવતો નથી. તેમ ભગવાન આત્મા અંદરમાં અનંતજ્ઞાન-દર્શન-આનંદનો સાગર છે. પરંતુ જેની રુચિ પર્યાય અને રાગ ઉપર છે તેને આત્મા દૃષ્ટિમાં આવતો નથી. રાગના પ્રેમની રુચિમાં જે અંદરમાં ભગવાન ચૈતન્યસ્વરૂપ છે તે નજરમાં આવતો નથી. એ વાત કહે છે.
મિથ્યાષ્ટિ જીવ! જે પ્રગટ છે જીવ-કર્મના એકત્વરૂપના વિપરીત સંસ્કાર જેમાં પ્રગટ છે તેમાં કેમ પ્રવર્તે છે? નાચે છે? વીતરાગી સંતો. દિગમ્બર મુનિઓ જગતને ઠપકો આપે છે. અરે ! પ્રભુ ! જ્ઞાન ને આનંદનો સાગર તું અંદર છોને ! આવી ચીજ ઉપર દૃષ્ટિ ન કરતાં આ પુણ્ય ને. પાપના, દયા-દાનના ભાવ વિકલ્પ-રાગ છે તેની એકત્વબુદ્ધિ કેમ કરો છો? આવા ભાવોમાં કેમ નાચો છો?
આહા! ભાવ તો સૂક્ષ્મ છે. વસ્તુ તો જેવી છે તેવી જ છે. આ કોઈ કથા નથી આ તો ભાગવત્ શાસ્ત્ર છે. આહા. હા ! કેટલી ગંભીરતા પડી છે! શું કહ્યું... જોયું?
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk