________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૬
કલશામૃત ભાગ-૨ માનક્વેતામ” ચૈતન્યમાત્રનો અનુભવ કરો-આલંબન કરો એમ કહે છે. આત્મા એટલે જીવ. તે ચેતનસ્વભાવવાળું છે. જેમાં ચેતના... ચેતના. ચેતના છે. ચેતના એટલે જાણવું દેખવું એવો જેનો સ્વભાવ છે, તેવા આત્માની સન્મુખ થઈને અને પુણ્યપાપ અજીવ છે તેનાથી વિમુખ થઈને ચૈતન્યમાત્રનો અનુભવ કરો. ધર્મીનો ધર્મ આ રીતે થાય છે.
આહા. હા! ધર્મી એવો જે ભગવાન આત્મા ચૈતન્યસ્વભાવવાળો છે. તેને ચેતનાસ્વભાવથી અનુભવવો. સદ્ભાવરૂપ જે ચૈતન્યસ્વભાવ છે તેમાં પુણ્ય-પાપના ભાવનો અભાવ કરી અર્થાત્ (વિકારનું સ્વામીપણું છોડી ) આત્માને અનુભવવો. આ શરીર-મન-વાણી એ તો પ્રત્યક્ષ પર જડ છે. પરંતુ અંદર જે દયા-દાન-વ્રત-ભક્તિના પરિણામ થાય તે પણ અજીવ છે. તેમાં ચેતનાનો અભાવ છે. અને આ પુણ્ય-પાપના પરિણામ તેમાં પણ ચેતનાનો અભાવ છે. ભાઈ ! આ ભવના અંતની વાત છે. સમ્યગ્દર્શન કોઈ અલૌકિક ચીજ છે.
આહા.. હા! સમ્યગ્દર્શન એટલે સત્યદર્શન. અહીંયા ભેદજ્ઞાનથી વાત કહી છેકારણ કે અજીવ તેમાં નથી ને?! અજીવ એટલે પુણ્ય-પાપના ભાવો સમ્યગ્દર્શનમાં નથી. જીવનું અસ્તિત્વ ચૈતન્ય સ્વભાવવાળું છે. તે હોવાપણે છે. આવા ચૈતન્ય સ્વભાવી ભગવાન ઉપર દૃષ્ટિ આપતાં, ચૈતન્યસ્વભાવ તે સત્યાર્થ-બૂતાર્થ છે તેમ અનુભવાય છે.
વસ્તુ ભૂતાર્થ છે એટલે? ભૂત અર્થાત્ છતો પદાર્થ અસ્તિરૂપે. ભગવાન આત્મા ચૈતન્યસ્વભાવથી ભરેલો છતો પદાર્થ છે-તેને અહીંયા ભૂતાર્થ કહેવામાં આવે છે. સત્યાર્થ એટલે સત્ય પદાર્થ ત્રિકાળ ભગવાન છે. એવા ચૈતન્યસ્વભાવી, જીવ સ્વરૂપનો શરીર, કર્મ, પુણ્ય-પાપના ભાવથી, અંતરમાં ભિન્ન ચૈતન્યનો અનુભવ કરતાં તમને સમ્યગ્દર્શન થશે અને તમને અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવશે. આવી વાતો છે ભાઈ ! ' અરે ! સત્ય શું ચીજ છે તે સાંભળવા ન મળે તે શું કરે? અહીંયા તો ભગવાન જિનેશ્વરદેવ-પરમેશ્વરનો હુકમ આ છે. તે કહે છે–પ્રભુ! તારે ચૈતન્યનો અનુભવ કરવો હોય તો, એટલે કે ધર્મ કરવો હોય તો, એ ચેતના સ્વભાવથી ભરેલો ભગવાન ત્રિકાળ. ત્રિકાળ. ત્રિકાળ છે. તેની સન્મુખ થઈને અને વિકારી ભાવથી વિમુખ થઈને ચેતનાનો અનુભવ કરો. ચેતના જેનું હોવાપણું છે, ચેતના જેનો સ્વભાવ છે તેવો જે ભગવાન આત્મા તેને અનુભવવા, પર્યાય ને રાગની દૃષ્ટિ છોડી, ચેતના સ્વભાવનો અનુભવ કરો. આને ધર્મની પહેલી સીઢી પહેલી શ્રેણી કહેવામાં આવે છે. આહા. હા! ભાષા તો ઘણી ટૂંકી છે પરંતુ ભાવ અલૌકિક છે બાપુ! અત્યારે તો એ બધી પ્રથા વિખાઈ ગઈ છે.
કેવું છે ચૈતન્ય? “સમુતિ ” અનુભવ કરવા યોગ્ય છે.” એ સમ્યક્ પ્રકારે અનુભવ કરવાને લાયક મૂળ ચીજ છે. લોકો નથી કહેતા કે તેમ કરવું ઉચિત છે. અહીં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk