________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૩
૧O૭ જેમાં રાગની કે નિમિત્તની અપેક્ષા નથી તેવો સીધો આનંદનો અનુભવ તે પ્રત્યક્ષ છે. તેમાં પરોક્ષપણું ન રહ્યું. રાગ અને નિમિત્તનું લક્ષ છોડી.. જે ચિદાનંદ સ્વભાવનો અનુભવ કરે છે તેને આત્મા સ્વાનુભવ પ્રત્યક્ષ થાય છે, આનું નામ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન કહે છે. ઝીણી વાત છે બાપુ! અરેરે..! જગત કયાંય રખડી મરે છે. અને માને છે કે અમે ધર્મ કરીએ છીએ.
ધર્મના પહેલા સોપાનવાળાને આત્મા આનંદસ્વરૂપ છે તેનો અનુભવ થતાં આનંદનો સ્વાદ આવે છે, તેમાં રાગની જડતાનો સ્વાદ નથી. તેનાથી ભિન્ન થઈ ગયો. પાઠ છે ને? આસ્વાદ કરે છે.” આનંદસ્વરૂપ ભગવાન આત્મા છે તેની સન્મુખ થઈને આનંદનો સ્વાદ સમ્યગ્દષ્ટિ લ્ય છે.
પ્રશ્ન:- કેરીના સ્વાદની જેમ સ્વાદ લ્ય છે?
ઉત્તર:- તેને કેરીનો સ્વાદ કયાં આવે છે? કેરી તો ખાટી મીઠી જડ છે તેનો સ્વાદ આત્માને આવતો નથી. અજ્ઞાની કેરી ઉપર લક્ષ કરી આ ઠીક છે તેવો રાગ કરી. રાગનો સ્વાદ લ્ય છે. કેરીનો સ્વાદ કોઈ અજ્ઞાનીને આવતો નથી. કારણ કે કેરી તો જડ છે-ધૂળ છે. માટીનો સ્વાદ અરૂપી ભગવાનને કેવી રીતે આવે? સમજમાં આવ્યું?
એક વખત કહ્યું હતું ને.. આ શરીર છે તે માંસ-હાડકાંનું છે જ્યારે સ્ત્રી અને પુરુષ બન્ને વિષય ધ્યે છે ત્યારે તેને આ માંસનો, હાડકાંનો સ્વાદ આવતો નથી, તેનો ભોગ નથી. પરંતુ તેમાં આ ઠીક છે એવી વૃત્તિ ઊઠે છે તે રાગનો સ્વાદ છે-તે ઝેરનો સ્વાદ છે. આહા ! આવી વાત છે ભાઈ !
પ્રશ્ન:- કેટલાક ઝેર મીઠાં હોય છે તેનું શું?
ઉત્તર- ઝેર મીઠું ન હોય. ઝેર તો મારી નાખે. અહીંયા પરમાત્મા પાપને તો ઝેર કહે છે પરંતુ સમયસાર મોક્ષઅધિકાર (૩૦૬ ગાથા)માં પુણ્યભાવ-શુભભાવ જે છે તેને પણ ઝેરનો ઘડો કહ્યો છે. “પુણ્ય વિષકુંભતેવો પાઠ છે. આહા... હા. હામારગડા જુદા છે નાથ !
જ્યારે જીવને સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન થાય છે ત્યારે જે સ્વાદ આવે છે તે અતીન્દ્રિય આનંદનો સ્વાદ છે. તે સ્વાદમાં પુણ્ય-પાપના ભાવના સ્વાદનો અભાવ છે. અને જે પુણ્ય-પાપનો રાગ ભાવ છે તે સ્વાદમાં ચૈતન્યના સ્વાદનો અભાવ છે. આહા.. હા! આવી વાત તેને સાંભળવી પણ કઠણ પડે. પણ શું થાય! મારગ તો આ છે. અત્યારે તો આ મારગને વીંખી-પીંખી નાખ્યો છે. બહારમાં આ કર્યું ને. આ કર્યું ને. આ કર્યું. આહા.. હા ! પ્રભુ! તું કોણ છો અંદર ! પ્રભુ! તું તો અતીન્દ્રિય આનંદનો સાગર છો ને નાથ ! તું અતીન્દ્રિય આનંદનો સાગર છો તો તારા અનુભવમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવવો તેનું નામ આત્મજ્ઞાન અને આત્મધર્મ છે. “અનુમતિ' એટલે સ્વાનુભવ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk