________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧/૬
કલશામૃત ભાગ-૨ સાત પડિમા તે તો વિકલ્પ નામ રાગ છે. અને તે તો જડનું લક્ષણ છે. જિનેશ્વરપરમેશ્વરદેવ જેને આત્મા કહે છે તે આત્મામાં આ પુણ્ય-પાપનો વિકલ્પ, જે રાગ છે તે પણ તેમાં નથી. સમજમાં આવ્યું?
તેઓ કહે છે–સદાચરણ કરો..! તેઓ રાગ મંદ થાય તેને સદાચરણ કહે છે. અહીં તો કહે છે સદાચરણનો રાગ છે તે પણ જડ છે. સદાચરણ એટલે સત્ય આચરણઆ ભગવાન જ્ઞાનસ્વરૂપ છે તે જ્ઞાનમાં એકાગ્રતા થવી, વીતરાગી પર્યાય થવી તેનું નામ સદાચરણ છે. આહાહા..! આવી વાતો !
જીવદ્રવ્યથી પુગલાદિ સહજ ભિન્ન છે. મોટો તફાવત છે. ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા અને રાગસ્વરૂપ વિકાર તે બે વચ્ચે ઘણી ભિન્નતા છે, સહજ જ ભિન્નતા છે, સ્વભાવથી જ ભિન્નતા છે. આકરી વાત છે બાપુ ! આ મારગ જુદી જાતનો છે. શું કહે છે? પાપના ભાવ જેવા કે હિંસા-જૂહૂં ચોરી-વિષય-ભોગ-વાસના-કામ-ક્રોધ-માન-માયાલોભ એ ભાવ તો જડ છે પણ અહીંયા તો દયા–દાન-વ્રત-તપ-ભક્તિ-પૂજાનો ભાવ તે પણ જડ છે. યોગીન્દુ દેવ યોગસારમાં કહે છે
પાપ તત્ત્વ કો પાપ તો જાણે જગ સબ કોઈ,
પુણ્ય તત્ત્વ પણ પાપ હૈ કહે અનુભવી કોઈ.” (૭૧) યોગીન્દુદેવ વીતરાગ સંત મુનિ હતા. તે વીતરાગી સંત કહે છે કે ભાઈ ! હિંસાજૂઠ-ચોરી–વિષય-ભોગ-વાસના-કામ-ક્રોધના પરિણામ તો પાપ છે પરંતુ અમે તો કહીએ છીએ કે-દયા-દાન, વ્રત-ભક્તિના પૂજાના ભાવ પણ પાપ છે. કેમકે તે આત્માના સ્વરૂપથી ભિન્ન ચીજ છે. વળી આ પુણ્યના ભાવ થાય છે તે સ્વરૂપથી શ્રુત થાય છે. આકરી વાત છે. ભગવાન !
યોગીન્દુદેવ મુનિ વનવાસી સંત હતા. કુંદકુંદાચાર્ય, અમૃતચંદ્રાચાર્યની જેમ તેઓ આત્માના આનંદનું વેદન કરવાવાળા અને બાહ્યમાં નગ્ન હતા. અંદરમાં પાંચ મહાવ્રતનો જે વિકલ્પ ઉઠે છે તેને જડ માનતા હતા. અહીં સમ્યગ્દષ્ટિ-અનુભવી એમ કહે છે કે પાપ તો પાપ છે જ પરંતુ દયા-દાન-વ્રત-ભક્તિના પરિણામ પણ પાપ જ છે. કેમકે પુણ્ય છે તે પાપ છે- શુભભાવ છે તે રાગ છે અને રાગ છે તે બંધનું કારણ છે.
“આ પ્રકારે સ્વયં સ્વાનુભવ પ્રત્યક્ષ પ્રમાણે આસ્વાદ કરે છે.” શું કહે છે? સમ્યગ્દષ્ટિ-ધર્મી જીવ તેને કહીએ કે-આ રાગ છે તે ભિન્ન છે, મારી ચીજ રાગથી ભિન્ન છે એવો પોતે સ્વાનુભવ પ્રત્યક્ષ જ્ઞાનનો અનુભવ કરે છે. આ તો હજુ ચોથા ગુણસ્થાનવાળાની વાત છે. પાંચમા ગુણસ્થાનવાળા શ્રાવકની વાત તો કોઈ જુદી જ છે. આ સંપ્રદાય ને વાડાના શ્રાવક તે કાંઈ શ્રાવક નથી.
શું કહે છે? આત્મા સ્વયં સ્વાનુભવ પ્રત્યક્ષ છે. અંદરમાં જ્ઞાનનો અનુભવ કરવો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk