________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૮
કલશાકૃત ભાગ-૨
“ સમુચિત ” સમ્યક્ પ્રકારે તે વ્યાજબી છે. આહા.. હા ! ચેતના સ્વભાવ જે નિત્ય છે, તેવા જીવ સ્વરૂપને અનુભવવો તે જ ઉચિત છે. પુણ્ય-પાપના ભાવને મારા માનીને અનુભવવા તે અનુચિત છે-તે તો મિથ્યાત્વભાવ છે.
કેટલાક લોકો કહે છે–આવું કયાંથી કાઢયું ? સ્થાનકવાસીમાં એમ કહે-સામાયિક કરો, પોષા કરો, પડિમા લ્યો ! દહેરાવાસીમાં કહે-તીર્થની જાત્રા કરો, ઉપધાન કરો. દોઢમાસ સુધી ઉપધાન કરે. એક દિવસમાં સેંકડોવાર ભગવાન સામે ઊઠ બેસ કરે. એ જડની ક્રિયા છે અને તેમાં વિકલ્પ ઉઠે તે રાગ છે તે ચીજ જુદી અને આ ચીજ જુદી ભાઈ !
અરે.. પ્રભુ ! આ મારગડા જુદા છે નાથ ! કહ્યું ને કે આ માખી કયારે મનુષ્યપણું પામે ? માખી, ચોખો–ભાત ખાતી હતી. તેને એ ચોખો ખાવો ગમે છે પણ અંદર ચોખ્ખો સ્વભાવ ચૈતન્ય ભગવાન છે, નિર્મળાનંદ છે તેની ઉપર દૃષ્ટિ નથી, તેનો આદર નથી, તેનો સત્કા૨ નથી, એનો સ્વીકાર નથી અને આ રાગ, પુણ્ય ને તેની ધૂળ આદિના ફળોમાં એટલે ઝેરનો સ્વીકાર છે. સમજાણું કાંઈ ?
“ (અતિવ્યાપિ વા) જીવથી અન્ય છે જે પાંચ દ્રવ્યો તેમનાથી અન્ય છે.” ભગવાન આત્માથી પાંચ દ્રવ્યો અન્ય છે. પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ તે પાંચ દ્રવ્યો તેનાથી ચેતના સ્વરૂપ અન્ય છે. ‘ અતિવ્યાપિ વા ' જીવથી પાંચે દ્રવ્યો અન્ય છે.
“ વળી કેવું છે ? વ્ય ં પ્રગટ છે.” ચેતના સ્વભાવ છે તે અસ્તિપણે પ્રગટ છે. ભગવાન આત્માનો સ્વભાવ જાણવું-દેખવું તે પ્રગટ છે–વ્યક્ત છે. તે અસ્તિપણે મોજૂદ હૈયાત છે. ચેતના સ્વભાવ આત્મા ! તેની મૌજૂદગી અસ્તિ છે. તેનું વિધમાનપણું છે. સમજાણું કાંઈ ?
,,
“ વળી કેવું છે ? “ વ્યગ્નિત નીવ તત્ત્વમ્ ” પ્રગટ કર્યું છે જીવનું સ્વરૂપ જેણે, એવું છે.” ચેતના સ્વભાવ તે જીવે પ્રગટ કર્યો છે... તે જીવનું સ્વરૂપ છે. જાણના૨દેખના૨ એવું જે જીવનું સ્વરૂપ તેને જાણનાર–દેખનાર ભાવે પ્રગટ કર્યું છે-આ આત્માએ. અરે ! તને આ બા૨માં હોશું વર્તે છે ! અહીં કહે છે–એમાં તારો આત્મા પિડાય છે. તને તારા સ્વભાવની હોંશ નથી થતી ? શ્વેતામ્બરમાં ચાર સજ્જાયમાળા છે. એક-એક સમ્રાયમાળામાં અઢીસો સજ્જાયું છે. તેમાં એક સજ્જાયમાં આવતું કે
“ હોંશીરા મત હોંશ ન કીજે ”, અરે ! હોંશીલા, તું ૫૨માં હોંશ ન કર ભાઈ ! તારા વીર્યની સ્ફુરણામાં ૫૨ની હોંશ ન કર ભાઈ ! એ ઝેરની હોંશું છે. એ ઝેરના પ્યાલા છે. અહીંયા કહે છે–‘ પ્રગટ કર્યું છે જીવનું સ્વરૂપ.' શું કહે છે ? રાગથી જીવનું સ્વરૂપ પ્રગટ થતું નથી. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ તે વ્યવહા૨ છે. પાંચ મહાવ્રતના રાગમાં લોકો ધર્મ માને તેથી એ તેમને આકરું પડે છે. જીવનું સ્વરૂપ તો ચેતના છે જે તેણે
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk