________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૨
૧/૧ જાણનાર. જાણનાર જે સ્વભાવ છે તે ચૈતન્ય છે. એ જાણનાર સ્વભાવના લક્ષણે જીવને અનુભવે છે. પણ, તે ધર્માજીવને અમૂર્તપણે અનુભવતો નથી. કારણ કે અમૂર્તપણે તે જીવનું મૂળ લક્ષણ નથી. અમૂર્તપણે તો પરમાં પણ જાય છે માટે તેમાં અવ્યાતિ દોષ આવે છે.
યતઃ અનીવ: ઘા મસ્તિ“કારણ કે અચેતન દ્રવ્ય બે પ્રકારના છે. તે બે પ્રકાર કયા છે? “વદ્ય: સહિત: તથા વિરહિત:” વર્ણ, રસ, ગંધ, સ્પર્શથી સંયુક્ત છે કેમકે એક પુગલદ્રવ્ય એવું પણ છે, તથા વર્ણ, રસ, ગંધ અને સ્પર્શથી રહિત પણ છે.”
શું કહે છે? અજીવ બે પ્રકારના છે. (૧) વર્ણ, ગંધ, રસ, સ્પર્શથી સંયુક્ત છે તેવા શરીર, લાડવા, દાળ, ભાત, શાક, પૈસા એ બધા પુદ્ગલ જડ છે. કેમકે અજીવ દ્રવ્ય આવું પણ છે. (૨) બીજો પ્રકાર જે અજીવનો છે તે-સ્પર્શ, રસ, ગંધથી રહિત પણ છે. તે કોણ છે? ભગવાન સર્વજ્ઞ પરમેશ્વરે ચૌદ બ્રહ્માંડમાં, જીવ અને પુદ્ગલ જ્યારે ગતિ કરે છે તેને નિમિત્ત થાય એવું એક અરૂપી ધર્માસ્તિકાય દ્રવ્ય જોયું છે. સર્વજ્ઞના જિનશાસન સિવાય બીજે કયાંય આ છે નહીં.
આ ચૌદ રાજુ લોક બ્રહ્માંડ છે. પુરુષ કમરે હાથ દઈને ઉભો હોય તેવા આકારે છે. તે અસંખ્ય જોજન મોટું છે. તેમાં ભગવાને એક અધર્માસ્તિકાય તત્ત્વ (દ્રવ્ય) જોયું છે.
જ્યારે જીવ અને પુદ્ગલ ગતિ કરતા થંભી જાય ત્યારે તેને સ્થિરતામાં નિમિત્ત થાય છે. જેમ વટેમાર્ગુ ચાલતાં ઝાડનો છાંયો આવે ને બેસી જાય ત્યારે અધર્માસ્તિકાયને નિમિત્ત કહેવાય. ઝાડ નથી કહેતું કે તું અહીં બેસ! પણ જીવ જ્યારે બેસે છે ત્યારે ઝાડ તેને નિમિત્ત કહેવાય છે. જે ગતિ કરતાં દ્રવ્યો સ્થિર થાય ત્યારે તેને નિમિત્ત છે. તેને પણ સર્વજ્ઞ ભગવાને અરૂપી જોયું છે.
વિજ્ઞાન જે કહે છે તે સમજવા જેવું છે તેમ આ તો વિજ્ઞાનનું વિજ્ઞાન છે-સર્વજ્ઞનું વિજ્ઞાન છે. ચૌદ બ્રહ્માંડમાં એક આકાશ છે તેના અસંખ્ય પ્રદેશે એક-એક કાળાણું છે. આ કાળાણું અરૂપી પદાર્થ છે. તે ભગવાન સર્વ કેવળજ્ઞાનમાં જોયા છે. આકાશ સર્વવ્યાપક છે. આ લોકની સ્થિતિ અસંખ્ય જોજનની છે. પછી જે ખાલી આકાશ છે તેમાં જીવ કે જડ કાંઈ નથી. સર્વવ્યાપક એક આકાશ છે. તે આકાશ પણ અરૂપી–અમૂર્ત છે. માટે અમૂર્તપણાના ધ્યાન વડે આત્માને અનુભવી શકાતો નથી. તેમ કહે છે-આત્મા તે અમૂર્ત છે અને આ ચાર દ્રવ્યો પણ અમૂર્ત છે. તેથી અમૂર્તમાં ખીચડો થયો. બાપુ! આ તો જ્ઞાનનો માર્ગ છે.
કેમકે ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, કાળદ્રવ્ય અને આકાશદ્રવ્ય એ ચાર દ્રવ્યો બીજા પણ છે, તે અમૂર્તદ્રવ્યો કહેવાય છે. તે અમૂર્તિપણું અચેતન દ્રવ્યોને પણ છે;
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk