________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૨
કલશામૃત ભાગ-૨
તેથી અમૂર્તપણું જાણીને જીવનો અનુભવ નથી કરાતો.”
કા૨ણ કે એ અમૂર્તપણું તે જીવનું મૂળ લક્ષણ નથી. જીવનું મૂળ લક્ષણ ચેતના છે. તે જાણનાર–દેખનાર લક્ષણે લક્ષિત થાય છે તે આત્મા છે.
શ્રોતા:- એક એક વાત ચડિયાતી છે.
ઉત્ત૨:- છે, તેનો અર્થ થાય છે. આમાં છે કે નહીં ? પાછું તેને વાંચતાય આવડવું જોઈએ ને ? પોતાની મિથ્યાર્દષ્ટિ રાખી વાંચે તો સમજાય કયાંથી ?
“ચેતન જાણીને જીવનો અનુભવ કરાય છે.” હવે અહીં સરવાળો કર્યો. જીવનો સ્વભાવ જાણવું–દેખવું છે. ભગવાન આત્મા જાણનાર–દેખના૨ છે.. તેના ચેતના લક્ષણને અંદ૨માં લઈ જતાં અનુભવ થાય છે–તેનું નામ ધર્મ છે–સમ્યગ્દર્શન કહેવાય છે. સમજાણું કાંઈ ?
I
૧૭–૧૮ ગાથામાં એમ કહ્યું કે-જે વસ્તુ ત્રિકાળ ધ્રુવ છે, એને પોતાની પર્યાયમાં જાણવું, એ પર્યાયનો સ્વભાવ છે. ( સ્વ૫૨પ્રકાશક) પર્યાયના સ્વભાવમાં દ્રવ્યએ જાણવામાં તો આવે જ છે; પણ એનું (અજ્ઞાનીનું ) લક્ષ એ (દ્રવ્ય ) ઉપર નથી. એ ( લક્ષ ) રાખે છે વર્તમાન અવસ્થા ઉપ૨ તેથી (તે) પર્યાયમૂઢ (છે.) વર્તમાન અવસ્થા જે વ્યક્ત છે તે બાહ્ય છે તેમાં, જેની રુચિ જામી ગઈ છે, તે પર્યાયમૂઢ જીવ મિથ્યાર્દષ્ટિ છે. આહા... હા ! સમજાય છે કાંઈ ?
(પ્રવચન નવનીત ભાગ-૧ પેઈજ નં. ૪૯)
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk