________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૨ પ્રગટ કર્યું છે–એવો જે ચેતન છે તેને, અંદર જો જો !
આહાહા. બહાર જોવામાં તો તારો અનંતકાળ ગયો. પ્રભુ! તેં અંદરમાં જોવાની નવરાશ લીધી નહીં. ઘણાં વેપાર ધંધાવાળા તો એવા છે કે તેને કોઈ પૂછે તો કહે બાપુ ! હમણાં તો મરવા માટે ફૂરશદ નથી. અરે ! એને મરવાની ફૂરસદ નથી ! શું મૂર્નાઈના ગામ કાંઈ જુદા હશે? વ્યવસાયમાં એટલો ડૂબી ગયો હોય. પછી કહે-હમણાં તો મરવા આડે પણ નવરાશ નથી. મરીશ ત્યારે તને કોણ રોકશે?
વળી કેવું છે? “ગવર્ન' પ્રદેશ કંપથી રહિત છે.” ભગવાન આત્મા ધ્રુવ ચૈતન્યબિંબ છે. જેમાં કંપન નથી. કંપન છે તે પર્યાયમાં છે પરંતુ વસ્તુમાં નથી. અથવા એ ચેતના જે છે તે પરને જાણવા છતાં પોતાના સ્વરૂપથી તે ચળાચળ થતું નથી–તેવું એ ચૈતન્યસ્વરૂપ છે. આ આગળ કળશ ૪૧માં આવી ગયું છે. “ગવર્ન' કહેતાં આત્મા ધ્રુવ ત્રિકાળ ચેતના સ્વરૂપ છે. જ્ઞાનમાં પરને જાણવા છતાં તે પોતાના ધ્રુવ સ્વભાવથી અથવા જાણવાની પર્યાયથી બહાર નીકળતું નથી. પોતામાં રહીને પરને જાણે છે તેથી ચલાચલ થતું નથી-અસ્થિર થતું નથી. આવો તે જૈનનો માર્ગ હશે? બાપુ! માર્ગ તો આ છે ભાઈ !
“તતઃ નાત નીવચ તત્ત્વ સમૂર્તત્વ ઉપાસ્ય ન પશ્યતિ” તે કારણથી સર્વ જીવરાશિ જીવના નિજ સ્વરૂપને સ્પર્શ, રસ, ગંધ, વર્ણ ગુણથી રહિતપણું માનીનેઅનુભવતો નથી.”
આ આત્મા છે તે અમૂર્ત છે તેમ જ્ઞાની અનુભવતો નથી. કેમકે આત્મામાં વર્ણ, ગંધ, સ્પર્શ, રસ નથી, માટે અમૂર્ત છે-તેમ અનુભવતો નથી. કેમકે અમૂર્તપણે તો ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાળ, આકાશ, તે પણ અમૂર્તિક છે. માટે આત્માને અમૂર્ત જાણીને અનુભવતો નથી. જેમ આત્મા અરૂપી છે તેમ બીજા ચાર પણ અરૂપી છે. એક પુદ્ગલ રૂપી છે. આ શરીર, વાણી તે પુદ્ગલ છે.
સર્વજ્ઞ ભગવાને એક ધર્માસ્તિકાય, એક અધર્માસ્તિકાય, એક આકાશ અને અસંખ્યાત કાળ તે બધા અમૂર્તદ્રવ્યો છે. જો તે આત્માને અમૂર્તપણે અનુભવે તો તે ચાર દ્રવ્યો પણ અમૂર્ત છે માટે ધર્મી જીવ ચેતનને અમૂર્તપણે કરીને અનુભવતો નથી, કેમકે અમૂર્તપણે તો પરદ્રવ્યમાં પણ છે. અમૂર્તિપણે પોતે પણ છે અને બાકીના ચાર દ્રવ્યો પણ છે તો તેને અતિવ્યાતિ દોષ થઈ જાય છે. સમજાણું કાંઈ?
આહા. હા! મિથ્યાત્વના મોટે કૂવે પડયો છે માળો! એટલે તેને ખબર નથી કેઆ શું છે. સંવત ૧૯૫૭ની સાલની વાત છે–અમારા મોટાભાઈ ગુજરી ગયા ત્યારે મારી ૧૧ વર્ષની ઉંમર હતી. પછી તેની વહુ રોવે; અરેરે..! “ઉડે કુવે ઉતારીને વરત કાપ્યાં” અહીં કહે છે-ઉંડો કૂવો તે નથી. સ્વરૂપના ભાન વિના પરને પોતાનું માનવું તે મિથ્યાત્વરૂપી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk