________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૨
પ્રવચન નં. ૪૯
તા. ૨૫-૭- ’૭૭
66
કલશ-૪૨ : ઉ૫૨ પ્રવચન
વિવેચò: કૃતિ માનોવ્ય ચૈતન્યમ્ આનન્ધ્યતામ્” જેમને ભેદજ્ઞાન છે એવા પુરુષો જે પ્રકારે કહેવાશે તે પ્રકારે વિચારીને (ચૈતન્યમ્ ) ચૈતન્યનો-ચેતનમાત્રનો અનુભવ કરો. ”
૯૫
આહા.. હા ! જે નિત્યાનંદ પ્રભુ ! ચૈતન્યસ્વરૂપ કાયમી ચીજ છે તેને અનુભવવો તે કર્તવ્ય છે. બાકી બધું ધૂળધાણી ને વા પાણી છે. શું કહે છે ? ચૈતન્ય છે તે અનુભવ કરવા લાયક છે બાકી પુણ્ય-પાપના ભાવ તે અનુભવ કરવા લાયક નથી. એ તો બંધના કારણ છે. જેમ મોટો સમુદ્ર હોય અને તેને કિનારે ચાર હાથનું કપડું બાંધ્યું હોય તો તેને આંખ આડે કપડું નજ૨માં આવે છે.. પરંતુ સમુદ્ર નજરમાં આવતો નથી. તેમ જે પ્રાણી પુણ્યપાપ ને રાગમાં રોકાઈ ગયો છે, અથવા એક સમયની પર્યાયમાં રોકાણો છે તેને ભગવાન દેખવામાં આવતો નથી. અંદર મોટો દરિયો છે. આત્મા આનંદનો મોટો સાગર છે. તે રાગની આડમાં, પુણ્યના પરિણામની રુચિમાં દેખવામાં આવતો નથી. અથવા એક સમયની પ્રગટ પર્યાયની રુચિમાં અજ્ઞાનીને ત્રિકાળી દ્રવ્ય જ્ઞાનમૂર્તિ પ્રભુ જોવામાં આવતો નથી.
પ્રવચન નં. ૫૦
તા. ૨૬-૭- ’૭૭
આ અજીવ અધિકાર ચાલે છે ને ? અજીવ અધિકાર એટલે ? આત્મા જે જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે તે ચૈતન્યમાં અજીવપણું નથી. અજીવ એટલે-શ૨ી૨, કર્મ અને શુભાશુભભાવ તે બધા અજીવ છે. એ અજીવ ચૈતન્યના સ્વભાવથી ખાલી છે. એ અજીવપણું જીવ સ્વરૂપમાં નથી.
અહીં જીવનું સ્વરૂપ કેવું છે તે કહે છે. જુઓ, જેમને ભેદજ્ઞાન છે તેવા પુરુષો એટલે આત્માઓ. જેને વાસ્તવિક ભગવાન ચૈતન્ય આત્મા ! પુણ્ય ને-પાપના રાગથી ભિન્ન છે-તેવું જેને ભેદજ્ઞાન છે તેવા પુરુષો. ભેદ એટલે જુદું. શ૨ી૨થી જુદો, પુણ્ય-પાપના રાગથી ભિન્ન આત્મા છે એવું જેને ભેદજ્ઞાન છે તે અજીવથી જીવને ભિન્ન જાણે છે.
જેને ધર્મ ક૨વો હોય, તેણે આ ચેતના સ્વરૂપ જીવ, અર્થાત્ જેની સત્તામાં સ્વ ને ૫૨ જણાય એવા ચેતન સ્વભાવની સન્મુખ થઈને તેને અનુભવવો તે ધમ છે.
આ જિનેશ્વ૨ ૫૨માત્માએ કહેલો જૈનધર્મ છે. જૈન એટલે જીતવું. કોને જીતવું ? ચૈતન્યસ્વભાવમાં આ પુણ્યને પાપ આદિ ભાવ નથી. તેનાથી રહિત થઈને; ચૈતન્યનો અનુભવ કર્યો તેણે રાગ-દ્વેષને જીત્યા છે. તે જિનધર્મી છે. તે સમ્યગ્દષ્ટિ જૈન છે. સમજાણું કાંઈ ?
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk