________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૧
૯૩
ભવવું-થવું-અનુભવવું તેનું નામ અનુભવ છે. રાગને અનુસરીને થવું તે તો વિકાર છે. અથવા ૫દ્રવ્યને અનુસરીને થવું તે પણ વિકાર છે.
આહા.. હા ! ભગવાન ત્રિલોકીનાથ તીર્થંકરદેવના સાક્ષાત દર્શન કરે અને અનુસરે તોપણ તે રાગ છે. આનંદનો નાથ આત્મા છે તેને અનુસરીને થાય તો તે ધર્મ છે. પહેલાં જ્ઞાન કરે કે-માર્ગ તો આ છે. જેનાં જ્ઞાન હજુ ખોટાં છે તેને સાચા માર્ગમાં જવાનો અવકાશ કયાં છે? આહા.. હા ! જીવનું સ્વરૂપ આવું છે લ્યો !
આતમ દ્રવ્ય, દ્રવ્યનયથી એટલે વસ્તુ જે છે એને જોનારા જ્ઞાનના અંશથી જોઈએ તો તે પટ માત્રની માફક (ચિન્માત્ર ) છે જેમ આખું વસ્ત્ર છે. એના તાણાવાણાને લક્ષમાં ન લે ત્યાં આખું પટ–વસ્ત્ર એમ, આખી ચીજ છે. જે નયનો અંશ આખી ચીજને લક્ષમાં લે, એ આત્મા ચિન્માત્ર છે. અર્થાત્ આત્મા દ્રવ્યનયથી ચૈતન્ય માત્ર છે. આહા... હા ! આ એક નય હોં ! હજી એક નયથી જણાય તેમ નથી... અત્યારે, જેમ ત્યાં નિશ્ચયનયથી આત્મા જણાય, દૃષ્ટિના વિષયમાં... એમ અહીં નથી. આ એક નયથી ચિન્માત્ર છે. એથી એકનયથી આખો આત્મા જણાય જાય એમ નથી. છતાં વાત તો એ કીધી કે ચિન્માત્ર છે. (પ્રવચન નવનીત ભાગ-૩ પેઈજ નં. ૧૬૭ )
B
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk