________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૨
કલશામૃત ભાગ-૨ રાગના વિકલ્પથી ભિન્ન પડીને ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્માનું લક્ષ કરે જે પરિણામ, તેવા જ્ઞાનના નિર્મળ પરિણામ દ્વારા જણાય તેવો છે. બીજી રીતે કહીએ તો તે સમ્યગ્દર્શન અને સમ્યગ્નાન દ્વારા જણાય તેવો છે. આવા સમ્યગ્દર્શનમાં આત્માની પ્રતીતિ થાય તેને ધર્મ કહે છે.
જોકે ખરેખર ધર્મ તો ચારિત્ર છે. સ્વરૂપને પામ્યા પછી તેમાં રમણતા કરવી તે ચારિત્ર છે. આ પાંચ મહાવ્રત ને નગ્નપણું તે કાંઈ ચારિત્ર નથી. આહા.. હા! એ આનંદસ્વરૂપ ભગવાન આત્મા પોતાના જ્ઞાન દ્વારા જણાયા પછી એ આનંદમાં ૨મવું, ચરવું તેનું નામ ચારિત્ર છે-તે ધર્મ છે. ‘ હંસણ મૂલો ધમ્મો ' તે ધર્મનું મૂળ છે. ‘ચારિત્ત ખલુ ધમ્મો ’–ચારિત્ર તે જ ધર્મ છે. આ બન્ને સૂત્ર કુંદકુંદાચાર્યના છે.
'
આહા.. હા ! સ્વરૂપની ૨મણતા તે ચારિત્ર છે અને તે ચારિત્રનું મૂળ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શનની ઉત્પત્તિ ભગવાન ચિદાનંદના આશ્રયે થાય છે. ભૂતાર્થ-સત્યાર્થ ભગવાનના આશ્રયે થાય છે. સમયસારની અગિયાર ગાથામાં છે “ભૂવત્વમસ્તિવો વસ્તુ સન્માવિઠ્ઠી હવવિ નીવો”, ત્રિકાળી જે ચેતન સ્વરૂપ ભૂતાર્થ-સત્યાર્થ આત્મા તેનો આશ્રય કરતાં સમ્યગ્દર્શન થાય છે. સમ્યગ્દર્શન દ્વારા તે પ્રતીતમાં આવે છે. આમાં કેટલી વાત અવધારવી.
આરે! બધી વાતું અજાણી અને નવી લાગે. પેલી સાંભળેલી પચાસ-સાઈઠ વર્ષથી જે વાતો છે તેનાથી જુદી વાતો છે. બાપુ ! માર્ગ આવો છે. દેહ છૂટી જશે, આત્મા ચાલ્યો જશે. એ ચીજ તો અહીં પડી રહેશે. આમેય તેની હતી કયાં. કે તેની હારે આવે ? તેની સાથે તો તેણે જેટલા ભાવ કર્યા હશે, શુભાશુભ ભાવ કે શ્રદ્ધાનો ભાવ તે સાથે આવશે. દેહની સ્થિતિ જે ક્ષેત્રે, જે કાળે, જે સંયોગે જે થવાની તે થવાની જ. તેમાં ઇન્દ્ર આવે તોપણ ફેરફાર ન થાય. આ અફર ચીજ છે. તેથી કહે છે કે-ચૈતન્યસ્વરૂપ ભગવાન નિત્યાનંદનો નાથ તેનું વેદન કર તો તે પરિણામમાં તને ધર્મ થશે. તે પરિણામે તને કેવળજ્ઞાન થશે. સમજાણું કાંઈ ?
66
વળી કેવું છે ? “ અવધિતમ્” અમીટ (મટે નહીં એવું) છે. જીવનું સ્વરૂપ આવું છે. ” “ અબાધિત ” છે તેમ જ “ અમીટ ” છે. મટે નહીં એવું છે. આહાહા ! કોઈ દિ’તેનો અભાવ થઈ જાય એવું નથી. તે કાયમ રહેનાર ચૈતન્ય ભગવાન છે. તે અનાદિ અનંત નિત્યાનંદ પ્રભુ છે. તેનો અનુભવ કરતાં તે જણાય તેવો છે. અનુભવ જે થયો તે પણ કોઈ દિવસ ફરે નહીં, મટે નહીં તેવી ચીજ છે. (જ્ઞાયક આત્મા )એ પોતે પણ મટે નહીં તેવી ચીજ છે, અને અનુભવ પણ મટે નહીં એવી ચીજ છે. આવું જીવનું સ્વરૂપ છે. ગઈકાલે બપોરે આવ્યું હતું ને! ભગવાન આત્મા જ્ઞાનધામ છે. જે ધ્રુવધામ ભગવાન છે તેનો અનુભવ કરવો તે ધર્મ છે. ચૈતન્ય સ્વરૂપ ભગવાનને અનુસરીને
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk