________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
co
કલશામૃત ભાગ-૨ રાજકોટ, દાદર, ઇંદોરમાં દર્શન કરવા આવેલ. એકવાર અહીંયા સોનગઢ આવેલ હતો.
રજનીશ ધર્મમાં મોટો કહેવાય અને કે. લાલ જાદુગરીમાં મોટો કહેવાય. બન્ને બહારમાં મોટા. ઓલો ભગવાન છે અને ઓલો એ ભગવાન છે. બન્ને વસ્તુએ ભગવાન છે. અહીંતો પર્યાયે ભગવાન બનાવે છે. બાપુ! આ ચીજ કોઈ અલૌકિક છે.
પ્રશ્ન- આપ તો સૌને ભગવાન કહો છો? ઉત્તર:- એ તો વસ્તુનું સ્વરૂપ જ એવું છે. એ દૃષ્ટિ જુદી છે.
આહા.. હા! જિનેશ્વર પરમાત્માએ આત્મા કહ્યો છે તે આત્મા ! ચૈતન્ય સ્વભાવથી ચકચકાયમાન વસ્તુ છે. જે અણઉત્પન્ન અવિનાશી છે. જ્ઞાનસ્વરૂપ છે તે વર્તમાનમાં પરને જાણવા છતાં તે પોતાના સ્વરૂપથી ચલાયમાન થતો નથી.
વળી કેવું છે? “સ્વ સંવેદ્ય” પોતાથી જ પોતે જણાય છે.” જુઓ, હવે આ પર્યાય લીધી. ભગવાન ચૈતન્યસ્વરૂપ પ્રકાશનો પૂંજ છે. જેમ આ સૂર્ય છે એ જડ પ્રકાશ છે. આ જડનો પ્રકાશ છે તેનો પણ પ્રકાશક ચૈતન્ય છે. હું ચેતન છું અને આ સૂર્ય જડ છે તેમ પ્રકાશનાર ચેતન છે. આ ચેતન છે તે–દયા-દાન, વ્રત-ભક્તિના પરિણામથી જણાય એવો નથી. કારણ કે તે રાગના પરિણામ છે. તે રાગથી ભિન્ન પડી અને જ્ઞાનની નિર્મળદશા દ્વારા આત્મા જણાય તેવો છે. કારણ કે આત્મા પોતે પોતાથી જ નિર્મળ છે. તે વીતરાગ સ્વરૂપ છે તેથી તે વર્તમાન જ્ઞાન-આનંદના નિર્મળ વીતરાગી પરિણામ દ્વારા જણાય છે. જ્ઞાનની પરિણતિ દ્વારા પોતે પોતાને જાણે છે.
કોઈ કરોડપતિ પાસે પાંચ-દસ કરોડ હોય અને તેમાંથી બે-પાંચ લાખ વાપરે તો પેલા સાધુ કહે ભારે ધર્મી છે. ધર્મના શિરોમણીનું બિરુદ આપે.
અહીંયા કહે છે કે ધર્મ કેમ થાય? જે અનાદિ અનંત ચૈતન્ય સ્વરૂપી ભગવાન આત્મા છે તેની સન્મુખ થઈને. જે જ્ઞાનના અને આનંદના પરિણામથી–વેદનથી જાણે તે પરિણામને ધર્મ કહેવાય છે. અરે! આ શું કહ્યું? “પોતાથી જ” એટલે નિર્મળ વીતરાગી દશાથી જ, પોતે એટલે વીતરાગી સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપે આત્મા જણાય છે. આ કાંઈ લૌકિક કથા નથી ભાઈ ! આ તો ભગવત્ સ્વરૂપ ભગવાન આત્માની વાર્તા છે.
આહા.. હા! આ બે શબ્દમાં કેટલું ભર્યું છે. “સ્વસંવેદ્ય” સ્વ એટલે પોતાથી જ વેદ્યમ્ પોતે જ જણાય છે. આહા. હા ! એ પુણ્યના પરિણામ, દયા-દાનના પરિણામ એ બધા બંધના કારણ છે. તે કાંઈ આત્માનો વ્યવહાર નહીં. આવે છે ને. પ્રવચનસાર શેય અધિકાર ગાથા-૯૪માં કે–દયા-દાન, વ્રત-ભક્તિ, પૂજા એ કાંઈ આવ્યવહાર નથી.
આહા.. હા! ચૈતન્યસ્વરૂપી ભગવાન તે ચૈતન્ય પ્રકાશનો પૂંજ છે. આહા. હા! અંદર ચેતનના નૂરનાં તેજનું પૂર પ્રભુ છે. તેની નજરું ક્યાં કરી છે. એ ચેતનસ્વરૂપી ચકચકાયમાન-પ્રકાશમાન પ્રભુ તે પોતે જ છે. અને તે પોતાથી જણાય તેવી ચીજ છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk