________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૧
૮૯ નથી; એવું છે.” જેની આદિ નથી, જે કોઈથી કરાયેલો નથી, અકૃત્રિમ છે તેથી એની ઉત્પત્તિ નથી તેથી અનાદિ છે. શું કહ્યું? જેની આદિ નથી જેની ઉત્પત્તિ નથી એવો જે ભગવાન આત્મા તે અનાદિ અનંત છે. છે, તેનો કોણ કર્તા હોય? ઈશ્વર કર્યા છે તેમ છે. નહીં. જેનો વિનાશ નથી એટલે ભવિષ્યમાં જેનો નાશ નથી, તે તો અનાદિ અનંત છે. તે અણ-ઉત્પન્ન અને અનાશ એવી ચીજ છે. ભગવાન આત્મા આનંદનો નાથ પ્રભુ છે. સમજાણું કાંઈ ?
વળી કેવું છે ચૈતન્ય? “વ” જેને ચળતા ( એટલે) પ્રદેશકંપ નથી એવું છે.” વસ્તુ ચૈતન્યસ્વરૂપ છે, વસ્તુના ત્રિકાળ સ્વરૂપમાં કંપન નથી. તેની અઉત્પત્તિઅનાશ અને વર્તમાનમાં અચળ છે. તે જ્ઞાનઘન છે. ભલે પરને જાણે છતાં પણ પોતાના સ્વરૂપથી ચળતું નથી. એ. પરને જાણતાં છતાં પણ તે ચલાયમાન થતો નથી. અરે ! આવી વાત હવે! કયાંય નજર પહોંચે નહીં છતાં એ નજરમાં નખાય તેવી ચીજ છે. અરેરે ! જન્મ મરણના આરા, ચોરાશીના અવતાર કરી કરીને દુઃખી થયો. રાજા દુઃખી, રંક દુઃખી, દેવ દુઃખી, બધા પરાધીન રાગ-દ્વેષમાં પડ્યા છે. તે બિચારા બધા દુઃખી છે. એ દુઃખના કીડા છે. એને જ્યારે ધર્મ સમજવો હશે ત્યારે આ રીતે સમજાશે.
જિનેશ્વર સિવાયના બીજા ઘણાંય આત્મા. આત્મા કરે છે. વેદાંતવાળા, સાંવાળા અત્યારે પેલો બાબો છે તે મોટા વાળ રાખે છે. વાળમાં સોનાની વીંટી રાખી હોય તે કાઢે છે. તેને માનનારા બધા મૂઢ છે. એક માઈક બહાર રાખે એક માઈક અંદર પોતાની પાસે રાખે. બહાર બોલાય તે અંદર સંભળાય, પછી બહારના લોકો આવે તેને નામ લઈને બોલાવે, તો પેલા આવનારાને થાય કે ઓહો! આ બાબા મારું નામ જાણે છે. અત્યારે તો તેની સામે ચેલેન્જ ઊઠી છે. તારી જાદુગરીના ચમત્કાર બતાવ! તારી બધી વાત ખોટી છે. પેલો બાબો ભગવાન કહેવાય છે. પહેલાં રોવડાવે, ગભરાવે પછી કહે-હવે નિર્વિકલ્પ થઈ જાવ ! બધું જૂઠે જૂઠ અને બધું ગપે ગપ્પ છે.
આપણો એક ભાઈ જાદુગર છે તે ! કે. લાલ. તે બે-ચાર વખત અહીંયા આવ્યો હતો. તે મોટો જાદુગર છે. લાખો રૂપિયાની પેદાશ એક રાતની. તે બાઈને કાપી નાખે અને પછી જીવતી કરે. ખોટે ખોટા ઢોંગ કરે. મારી પાસે આવીને કહેતો-મહારાજ ! આ બધું ધતીંગ છે. મેં કહ્યું ભાઈ ! આમને આમ તમે મરી જશો અને હેરાન થઈ જશો. ભલે તમને પાંચ-પચ્ચીસ લાખ રૂપિયા મળે પણ તે ધૂળમાં કાંઈ નથી.
મારે તો બીજું કહેવું છે. ત્યાં દાદરમાં મને કે. લાલ કહેતો હતો કે-રજનીશે મને મોટર મોકલી તેડવા માટે. મેં કહ્યું! મારી પાસે શું છે? હું તો જાદુગર-ખેલ કરીને દુનિયાને ભરમાવું છું. મારી પાસે કાંઈ ધર્મ નથી. મારા હાથની ચાલાકી એટલી બધી છે કે-લાખો માણસો અંજાય જાય. બાકી એ બધું ધતીંગ છે. બિચારો ચોખ્ખું કહેતો.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk