________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૧
તે દેવથી, ગુરુથી, વાણીથી જણાય તેવો નથી.
પ્રશ્ન:- તે આગમજ્ઞાનથી જણાય ?
૯૧
ઉત્ત૨:- આગમજ્ઞાન એટલે શાસ્ત્રજ્ઞાનથી જણાય નહીં. સ્વાધ્યાયમાં આવ્યું હતું ને ! “ શાસ્ત્રપાઠી પણ મૂર્ખ છે.” શાસ્ત્રના ભણનારે પણ અંદર આત્માને ભણ્યો નહીં. આહા... હા ! અંદર ભગવાનનો દરબાર છે એ તો અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિયજ્ઞાન, અતીન્દ્રિય શ્રદ્ધા, અતીન્દ્રિય શાંતિ, અતીન્દ્રિય સ્વચ્છતા, અતીન્દ્રિય ઈશ્વરતા આદિ ત્રિકાળી સ્વભાવથી ભરેલું તત્ત્વ છે. આવા આત્માને પોતે પોતાથી વેદે તે પરિણામને ધર્મ અને અધ્યાત્મનો વ્યવહા૨ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ ?
આહા.. હા ! અહીંયા કહે છે કે-એ આત્મા જે અનાદિ અનંત અચળ વસ્તુ છે, તે જણાય કેમ ? તેની ઓળખાણ કેમ થાય ? વસ્તુ છે તેની વર્તમાન દશામાં પ્રાપ્તિ કેમ થાય ? વસ્તુ તો વસ્તુ જ છે. તે ત્રિકાળ છે, પણ તે વર્તમાન અવસ્થામાં પ્રાસ કેમ થાય ? કહે છે-વર્તમાન દશામાં એ એમ પ્રાપ્ત થાય કે તેના પરિણામ જ્ઞાનના, આનંદના પરિણામ દ્વારા તેને જોવે જાણે તો તેની પરિણામમાં પ્રાપ્તિ થાય. અરે ! આવી વાતો છે.
ટીકામાં છે ને ? “ સ્વસંવેદ્ય ” “ પોતાથી જ પોતે જણાય છે.” આહા... હા ! એ આગમ પદ્ધતિના વ્યવહારથી પણ તે જણાય નહીં. કારણ કે તે રાગની ક્રિયા છે. ચૈતન્યનો એટલે અધ્યાત્મ પદ્ધતિનો જે વ્યવહાર છે તેનાથી પ્રાપ્ત થાય-તેનાથી જણાય છે. ભાઈ ! આ કોઈ અપૂર્વ વાતો છે.
ભગવાન સર્વજ્ઞ જિનેશ્વરદેવ ! જેની સભામાં એકાવતારી ઇન્દ્ર ઇન્દ્રાણી છે. આ ચંદ્ર-સૂર્યની ઉ૫૨ સૌધર્મદેવલોક છે. બત્રીસ લાખ વિમાન છે. એક એક વિમાનમાં અસંખ્યદેવ છે. તેનો સ્વામી શક્રેન્દ્ર છે. અત્યારે બે સાગ૨ની સ્થિતિ છે. એક મનુષ્યદેહ ધા૨ણ કરીને મોક્ષે જવાના છે તેવો સિદ્ધાંતમાં લેખ છે. તેની પટરાણી શચી ઇન્દ્રાણી છે. તે ઉપજી ત્યારે મિથ્યાત્વને લઈને ઉપજી હતી. મિથ્યાર્દષ્ટિ સ્ત્રી દેહને ધા૨ણ કરે છે. એટલે ઇન્દ્રાણી થઈ ત્યારે તે મિથ્યાર્દષ્ટિ હતી. પછી તે ઇન્દ્રની સાથે ભગવાનના સમવશ૨ણમાં ઘણી વખત જાય છે, તેમાં તેને આત્મજ્ઞાન થઈ ગયું. તે પણ એક જ ભવ ધા૨ણ કરીને મોક્ષ જવાની છે. બન્ને મતિ, શ્રુત, અવધિ એમ ત્રણ જ્ઞાનના ધણી છે. જેને એક ભવે મોક્ષમાં જવાનું છે તે નક્કી છે. ભગવાને કહ્યું છે અને તેને પણ ખબર છે કેઅમારો આ દેવનો છેલ્લો ભવ છે. અમે અહીંથી મનુષ્ય થઈને મોક્ષે જવાના છીએ. આ ઇન્દ્ર–ઇન્દ્રાણી સાંભળવા આવે તે વાણી કેવી હોય ? બાપુ! વીતરાગનો મારગ કોઈ અલૌકિક છે. લોકોએ તેને લૌકિક કરી નાખ્યો છે.
અહીંયા કહે છે–‘ પોતાથી જ પોતે જણાય', એટલામાં તો કેટલું સમાવી દીધું. ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા તે ચેતનની નિર્મળ પરિણતિ દ્વારા જણાય તેવો છે.
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk