________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશામૃત ભાગ-૨ તું કોણ છો તે કહે છે. આત્મા ચૈતન્ય સ્વરૂપની ઋદ્ધિનો ધરનારો છે. તેમાં રાગ નથી, પુણ્ય નથી, પાપ નથી, ગતિ નથી. એ તો જાણવા-દેખવાના સ્વરૂપે છે. આવા આત્માની દૃષ્ટિ કરવી તેનું નામ સમ્યગ્દર્શન છે. આ સમ્યગ્દર્શન તે અધ્યાત્મનો વ્યવહાર છે. ત્રિકાળ ચૈતન્ય સ્વરૂપ તે અધ્યાત્મનો નિશ્ચય છે. સમજાણું કાંઈ ?
પોતાના સામર્થ્યથી અતિશયપણે ઘણો જ પ્રકાશે છે.” પોતે પોતાના સામર્થ્યથી એટલે જ્ઞાન સામર્થ્યથી, ચૈતન્ય સામર્થ્યથી, ચૈતન્યના બળથી, ચૈતન્ય શક્તિના સામર્થ્યથી પ્રકાશે છે. આવો ઉપદેશ તે કેવો? પેલું તો સહેલું હતું કે દયાપાળો, ભક્તિ કરો.
જે જીવ આગમ પદ્ધતિના વ્યવહારને સાધીને ધર્મ માને છે તે અજ્ઞાની-મૂર્ખ છે. તેને અધ્યાત્મ પદ્ધતિના વ્યવહારની ખબર નથી. કેમકે ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા જે ત્રિકાળી વસ્તુ છે તેને વર્તમાન સ્વસંવેદનથી એટલે પોતાના જ્ઞાન પરિણામથી વેદીને જાણવી તે અધ્યાત્મનો વ્યવહાર છે. સમજાણું કાંઈ? આ તે કેવી શૈલી હવે ! અમે તો જૈનકુળમાં જન્મ્યાં, ઘણાં વર્ષોથી આવું સાંભળ્યું નથી. નહોતા સાંભળતા તો હવે સાંભળ!
બાપુ! આ તો વીતરાગ સર્વજ્ઞ જિનેશ્વરદેવ કે જેમણે એક સમયમાં ત્રણકાળ ને ત્રણલોક જોયા તેનો આ માર્ગ છે. તે કહે છે–ચૈતન્યસ્વરૂપ જે કાયમી ધ્રુવ તે અધ્યાત્મનો નિશ્ચય છે. આવા ચૈતન્યસ્વરૂપને, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર દ્વારા જાણવો તે અધ્યાત્મનો વ્યવહાર છે.
આહા.... હા! ત્રિકાળી સમ્યગ્દર્શન, જ્ઞાન, ચૈતન્ય સ્વરૂપ જે આત્મા છે તેની પ્રતીતિ, ત્રિકાળ ચૈતન્યસ્વરૂપ છે તેનું જ્ઞાન અને ચૈતન્યસ્વરૂપમાં રમણતારૂપી ચારિત્ર તે ચારિત્ર છે. આ ત્રણેયને અધ્યાત્મનો વ્યવહાર કહેવામાં આવે છે.
પ્રશ્ન- અધ્યાત્મનો વ્યવહાર તે પર્યાય છે ને?
ઉત્તર- હા, તે પર્યાય છે.. અને આગમનો વ્યવહાર તે તો શુભરાગ છે. અજ્ઞાનીને એ કરવું સહેલું અને સુગમ લાગે છે. એમ બનારસીદાસજીએ પરમાર્થ વચનિકામાં કહ્યું છે. ઝટ દઈને આ ભક્તિ કરવી, પૂજા-દાન-વ્રત એ શુભભાવ કરવો સહેલો છે. એટલે કે તેમાં ધર્મ માનીને ક્રિયા કરે છે તે અધ્યાત્મના વ્યવહારને પણ જાણતો નથી. નિશ્ચય શું અને તેનો આશ્રય કેમ થાય તે વાત અહીંયા કરે છે.
અહીંયા કહે છે કે “તે ચૈતન્ય સામર્થ્યથી અતિશયપણે ઘણો જ પ્રકાશે છે.” વવેવાયતે' એટલે કે જેમ બિલોરી કાચ હોય અથવા હીરો હોય તે ચક. ચક. ચક. થાય છે. તે જડની ચકા-ચક છે. અહીં તો ચૈતન્યની ચકાચક છે. ભગવાન આત્મા ! ચૈતન્યના પ્રકાશના ચકચકાટ સ્વરૂપ છે. આવી વાત છે.
કેવું છે ચૈતન્ય? “અનાનિત્તમ” જેનો આદિ નથી, જેનો અંત-વિનાશ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk