________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૬
કલશાકૃત ભાગ-૨
શરીરથી બ્રહ્મચર્ય પાળવું તે વ્યવહા૨ પુણ્ય-બંધનું કારણ છે. સમકિતી જીવને પણ તે ભાવ આવે છે. જ્યારે આ તો અજ્ઞાની, આત્માના ભાનવિના આગમ પદ્ધતિના વ્યવહા૨ને સાધીને તેને ધર્મ માને છે, પરંતુ આ અધ્યાત્મ પદ્ધતિને તેઓ જાણતાં નથી.
પ્રશ્ન:- અધ્યાત્મ પદ્ધતિ અને અધ્યાત્મનો વ્યવહાર એટલે શું?
ઉત્ત૨:- આત્મા જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે, તેના પરિણામમાં જે પવિત્રતા પ્રગટે તેને અહીંયા અધ્યાત્મ પદ્ધતિનો વ્યવહાર કહે છે. અધ્યાત્મમાં નિશ્ચય તો દ્રવ્ય વસ્તુ છે. ૫૨માર્થ વચનિકામાં તો એમ લીધું છે કે આ કર્મ જે છે તે આગમ પદ્ધતિ છે. અધ્યાત્મ પદ્ધતિના બે પ્રકાર છે. (૧) જીવ પરિણામ અર્થાત્ જ્ઞાન-દર્શન આદિ ગુણોના પરિણામ તેને વ્યવહાર કહ્યો. જરા ઝીણી વાત છે. ત્યાં શુદ્ધ ચેતના પદ્ધતિમાં લીધું છે. ચેતના પદ્ધતિ એક દ્રવ્યરૂપ અને એક ભાવરૂપ છે. વસ્તુ થોડી ઝીણી છે. આખા જીવદ્રવ્યના શુદ્ધ પરિણામ તે દ્રવ્ય પરિણામ.. અને જ્ઞાન-દર્શન-ચારિત્રના ભેદવાળા પરિણામ તે ગુણ પરિણામ. આ બન્નેને અધ્યાત્મ પદ્ધતિનો વ્યવહા૨ કહ્યો છે. આ વ્યવહા૨ની તો અજ્ઞાનીને ખબરે નથી.
૪૧ કળશમાં કહેશે-અનાદિ અનંત આનંદકંદ પ્રભુ ! પોતાના આનંદ સ્વભાવથી જણાય–વેદાય તેવો છે. એવા આત્માને અને આત્માના નિર્મળ પરિણામ મોક્ષમાર્ગના થયા તેને અધ્યાત્મનો વ્યવહાર કહ્યો, અને ત્રિકાળી ચીજને નિશ્ચય કહી. અરે! આ જન્મ-મ૨ણના અંત લાવવાની વાતો છે.
હવે અહીંયા કહે છે–આગમ પદ્ધતિનો વ્યવહાર જે દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજા તેને સાધવું સુગમ લાગે છે. કારણ કે તે અનાદિનું કર્યું છે–કરે છે; અને એ કરીને એમ માને છે કે–અમે ધ૨મ કરીએ છીએ. મૂઢ જીવનો એ વ્યવહા૨ છે. તેઓ અધ્યાત્મનો નિશ્ચય તો જાણતાં નથી.. પરંતુ તે અધ્યાત્મના વ્યવહારનેય જાણતાં નથી.
આહા.. હા ! અધ્યાત્મનો વ્યવહાર એટલે ? અધ્યાત્મનો નિશ્ચય એટલે ? ત્રિકાળ દ્રવ્ય વસ્તુ તે નિશ્ચય અને તેની દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળતારૂપ વીતરાગી પરિણતિ તેને અધ્યાત્મનો વ્યવહાર કહેવામાં આવે છે. અરે ? આવી વાતો ! અહીં તો વાતે-વાતે ફે૨. કેટલાકે તો કોઈ દિ ’ સાંભળ્યું પણ ન હોય. તત્ત્વથી અજાણ્યા માણસ બિચારા હો ! અરે ! એને જન્મ મ૨ણના અંત લાવવાની વ્યવહાર પદ્ધતિની ખબર ન મળે ! સમજાણું કાંઈ ?
હવે “ કોઈ પ્રશ્ન કરે છે કે-જીવ કેવો છે ? ઉત્તર-“ જેવો છે તેવો હવે કહે છે ”. તે એકતાલીશમાં શ્લોકમાં કહે છે.
***
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk