________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
८४
કલશામૃત ભાગ-૨ બહારમાં સુખ, ધૂળ પૈસામાં સુખ, બાયડીમાં સુખ માને છે તે મોટો મૂઢ છે-મિથ્યાષ્ટિ અજ્ઞાની છે તેને જીવની ખબર નથી.
આ કરોડપતિ ને અબજોપતિ બિચારા દુઃખી અને ભિખારા છે. મિથ્યાદેષ્ટિ છે તે મૂઢ છે. તે માને છે આનાથી સુખ છે, પૈસાથી સુખ છે, બે-પાંચ કરોડ રૂપિયા હોય, મોટો હોય, તેને બે-પાંચ કરોડની પેદાશ હોય, એ ધૂળમાં શું થયું? એ તો જડ છે-પર છે. એમાં સુખ છે? સુખ તો તારા સ્વભાવમાં અંદર પડયું છે. પ્રભુ તેની તને ખબર નથી.
એ મૃગલાની નાભિમાં કસ્તુરી પણ મૃગલાને તે કસ્તુરીની કિંમત નથી. એમ અજ્ઞાનીને અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ અંદર પડયો છે પરંતુ અજ્ઞાનીને તેની ખબર નથી. એ બધા મૃગલા જેવા છે.
દાખલો સરસ આપ્યો જોયું! ઘીનો ઘડો, બાજરાનો કોથળો, એ તો કહેવામાત્ર છે.. પરંતુ ઘડો તો માટીનો છે. કેસરનો ડબ્બો તો શું કેસરનો ડબ્બો છે? ડબ્બો કેસરરૂપ થઈ ગયો છે? તે કહેવા માત્ર છે. અને જો કોઈ એમ જ માની ત્યે તો તે મૂઢ છે.
જુઓ, એમ કહેવાય છે કે શરીર, સુખ, દુઃખ, રાગ-દ્વેષ સંયુક્ત જીવ, તો પણ ચેતનદ્રવ્ય તેવો જીવ તો શરીર નથી. જીવ મનુષ્ય નથી, જીવ ચેતનસ્વરૂપ ભિન્ન છે. જેમ ઘીનો ઘડો તે માટીમય છે તેમ પુણ્ય-પાપવાળો જીવ તે વિજ્ઞાનઘન છે. સમજાણું કાંઈ ? ભારે આકરી વાતું બાપા! ધર્મ એટલે અનંતભવનો અંત આવી જાય તે સમ્યગ્દર્શન
અપૂર્વ ચીજ છે.
ધર્મ થતાં અનંતભવના પરિભ્રમણ અટકી જાય અને અનંત આનંદ અને અનંત શાંતિ જેના ફળમાં મળે એવું સમ્યગ્દર્શન અને તેનો વિષય એ શું ચીજ છે બાપુ! એ પ્રગટ કરવાનો ઉપાય કહ્યો ને! વિજ્ઞાનઘન આત્મા છે તેની દૃષ્ટિ કર. આ પર્યાયબુદ્ધિ છોડી દે એમ કહે છે. ઘીનો ઘડો કહ્યો તે માન્યતા છોડી દે તારી, ઘડો તો માટીનો છે. એમ તને મનુષ્યજીવ, દેવજીવ, એકેન્દ્રિયજીવ કહ્યાં, પણ એ જીવ નહીં. જીવ તો વિજ્ઞાનઘન છે. તેની દૃષ્ટિ કર તો તારા ભવનો અંત આવ્યા વિના નહીં રહે. બાકી બધાં થોથાં છે. પ્રવચન નં.૪૯
- તા. ૨૫-૭-'૭૭ “ભાવાર્થ આમ છે કે-આગમમાં ગુણસ્થાનોનું સ્વરૂપ કહ્યું છે, ત્યાં “દેવ જીવ, મનુષ્ય જીવ, રાગી જીવ, દ્વેષી જીવ' ઇત્યાદિ ઘણાં પ્રકારે કહ્યું છે પણ તે સઘળુંય કહેવું વ્યવહારમાત્રથી છે. દ્રવ્યસ્વરુપ જોતાં એવું કહેવું જુઠું છે.”
જેમ નીસરણી ચઢવા માટે પગથિયાં હોય છે, તેમ ચૌદ ગુણસ્થાન પગથિયા છે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું તે ગુણસ્થાનનું સ્વરૂપ કહ્યું.
એમ શા માટે કહ્યું? જેમ ઘીનો ઘડો ખાલી જેણે જોયો જ ન હોય તેને એમ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk