________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૧
કલશ-૪૧
(અનુષ્ટ્રપ) अनाद्यनन्तमचलं स्वसंवेद्यमबाधितम्।
जीवः स्वयं तु चैतन्यमुचैश्चकचकायते।।९४१।। ખંડાન્વય સહિત અર્થ:- “તુ નીવ: ચૈતન્યમ સ્વયં વચૈ: વવાય? (1) દ્રવ્યનું સ્વરૂપ વિચારતાં (નીવ:) આત્મા ( ચૈતન્યમ) ચૈતન્યસ્વરૂપ છે, (સ્વયં) પોતાના સામર્થ્યથી (ઘેડ) અતિશયપણે ( વાય) ઘણો જ પ્રકાશે છે. કેવું છે ચૈતન્ય? “મનાનત્તમ” (અનાદ્રિ) જેનો આદિ નથી, (અનન્તમ) જેનો અંતવિનાશ નથી, એવું છે. વળી કેવું છે ચૈતન્ય? “મા” જેને ચળતા-પ્રદેશકંપ નથી એવું છે. વળી કેવું છે? “સ્વસંવેદ્ય” પોતાથી જ પોતે જણાય છે. વળી કેવું છે? “મવાદિતમ” અમીટ (મટે નહિ એવું) છે. જીવનું સ્વરૂપ આવું છે. ૯-૪૧. પ્રવચન નં. ૪૯
- તા. ૨૫-૭- '૭૭ કલશ-૪૧ : ઉપર પ્રવચન “તુ નીવ: ચૈતન્યમ સ્વયં સર્વે: વાયતે' દ્રવ્યનું સ્વરૂપ વિચારતાં આત્મા ચૈતન્ય સ્વરૂપ છે.” ભગવાન આત્માનું પરમાર્થ સ્વરૂપ કે જે ત્રિકાળી વસ્તુનું સ્વરૂપ વિચારતાં આત્મા ચૈતન્ય અર્થાત્ જીવ સ્વરૂપ છે. એ તો કાયમી ચૈતન્ય.. ચૈતન્ય.. ચૈતન્ય એટલે જાણવા દેખવાના સ્વભાવ સ્વરૂપે છે. આવો ઉપદેશ અને આ કઈ જાતની કથા. અત્યાર સુધી તો અમે સાંભળીએ છીએ કે મંદિર કરાવો, ભક્તિ કરો, પૂજા કરો, રથયાત્રા કાઢો વગેરે. અહીંયા જે મંદિર થયા છે એ તો એના કારણે થયા છે. તેને કરે કોણ? આ રામજીભાઈ પ્રમુખ બધી વ્યવસ્થા કરતા હતા કે નહીં? હુજુ પરમ દિ' કોઈક કહેતું હતું કે નવનીતભાઈ ગુજરી ગયા તો હવે કરો રામજીભાઈને પ્રમુખ. આ તો વાતો આવે તે અમે સાંભળીએ. આ બધી વ્યવસ્થા કોણ કરે ભગવાન? એ તો નિમિત્તથી કથન છે.
અહીંયા કહે છે પ્રભુ તું કોણ છો? કેવડો છે? કયાં છો? તો કહે છે પ્રભુ! તું ચૈતન્ય સ્વરૂપી આત્મા છો. આત્મા તો જાણવા દેખવાના સ્વભાવ સ્વરૂપે છે. જિનેશ્વર પરમેશ્વરદેવ જેને આત્મા કહે છે તે આત્મા શું છે? અવિનાશી ભગવાન જાણન–દેખન ચેતના સ્વરૂપે છે. ચેતના. ચેતના. સ્વરૂપ છે જે આત્મા, અર્થાત્ તે તો જ્ઞાન-દર્શન, જાણવા-દેખવાના સ્વરૂપે છે. ધ્યાન રાખે તો પકડાય તેમ છે. ભાષા કાંઈ સંસ્કૃત કે વ્યાકરણ જેવી કઠિન નથી. આ તો સાદી-સીધી-સરળ ભાષા છે, પરંતુ જેને અભ્યાસ ન હોય એટલે એમ લાગે કે શું છે આ..! ભાઈ ! મારગડા કોઈ જુદી જાતના છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk