________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧
કલશ-૪) એક આકાશ જોયા છે. તે પ્રત્યેક દ્રવ્ય પોતાના આધારે છે. પ્રત્યેક દ્રવ્યમાં આધાર નામની શક્તિ છે. છ કારકો એટલે શક્તિ. પ્રત્યેક દ્રવ્યમાં ષકારક શક્તિ છે. છ કારક એટલેકર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ તેવી છે શક્તિઓ છે. એકે 'ક પરમાણુમાં ભગવાને આધાર નામની શક્તિ જોઈ છે. કરે તે કર્તા, કર્તાનું ઇષ્ટ તે કર્મ, કર્તાનું સાધન તે કરણ, કાર્ય જેનાથી થાય તે અપાદાન, પોતાથી થઈને પોતાને આપે તે સંપ્રદાન શક્તિ છે અને પોતાના આધારે થાય તેવી એક અધિકરણ શક્તિ છે.
પરમાત્મા એમ કહે છે કે દરેક દ્રવ્યમાં છ શક્તિઓ છે. દરેક વસ્તુમાં અનંતશક્તિઓ છે તેમાંની આ છ શક્તિઓ છે. એક કર્તા શક્તિ છે, એક કાર્ય શક્તિ છે, એક સાધન શક્તિ છે, એક સંપ્રદાન શક્તિ છે, કાર્ય પોતાને આપે તેવી એક અપાદાન શક્તિ છે, એક અધિકરણ શક્તિ છે. વીતરાગની આવી ઝીણી વાતું હવે !
જેમ ઘી વાસણના આધારે રહ્યું છે તે વ્યવહારમાત્ર કથન છે. ઘી.. ઘીના આધારે છે. તેમ આત્માને પોતાના આનંદનો આધાર પોતે છે, તે રાગના આધારે નથી. આ શું કહે છે? આવી વીતરાગની વાતું હશે ભાઈ? અમે તો સાઈઠ વરસમાં આવું કાંઈ સાંભળ્યું નથી. (અમે તો એવું સાંભળ્યું છે... ) એકેન્દ્રિયની દયા પાળો, આ કરો. જાઓ! “તરસ મિચ્છામિ દુકડમ્” તે સાંભળ્યું છે. હવે એક વખત આ સાંભળ! કોણ પરનું કરે? કોણ નાશ કરે? કોની તાકાત છે? તારી? તું પરજીવનો નાશ કરી શકે? એ તો એનું આયુષ્ય હોય તો જીવે અને આયુષ્ય ન હોય તો ન જીવે.. એ કાંઈ તારા કારણે છે? સમજાણું કાંઈ?
અહીંયા દાંતમાં એ કહે છે-ઘીનો ઘડો નથી પરંતુ કહેવાય શું? ઘીનો ઘડો, દવાની શીશી, તેલની બરણી. એમ બોલાય ખરું, બોલાય માટે એનું થઈ ગયું? છે માટીનો ઘડો અને ઘીનો ઘડો કહેવાય છે તથાપિ ઘડો તો માટીનો છે. આહા.. હા! શું દાખલો આપ્યો છે જુઓને !
ભાવાર્થ આમ છે કે-જે ઘડામાં ઘી રાખવામાં આવે છે તે ઘડાને જોકે “ઘીનો ઘડો” એમ કહેવાય છે... તોપણ ઘડો માટીનો છે, ઘી ભિન્ન છે.” આ દાખલો સમજાય છે કે નહીં? આ દાખલામાંથી હવે સિદ્ધાંત કાઢવાનો છે. તેમાં શું સિદ્ધાંત રહેલો છે?
“વળffમન્વીવ: સ્પિને પિ નીવ: તન્મય: ” જો કે “શરીર-સુખ-દુઃખરાગ-દ્વેષસંયુક્ત જીવ” એમ કહેવાય છે તો પણ ચેતનદ્રવ્ય એવો જીવ તો શરીર નથી, જીવ તો મનુષ્ય નથી; જીવ ચેતનસ્વરૂપ ભિન્ન છે.”
જીવને રાગી કહેવો, દ્રષી કહેવો, શરીરવાળો કહેવો... વગેરે કહેવાય ખરું, ઘીના ઘડાની પેઠે તેમ બોલાય ખરું; પણ. જેમ ઘડો ઘીનો નથી માટીનો છે તેમ ભગવાન
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk