________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૯
'
૭૯
અહીં કોઈ આશંકા કરે છે કે-કહેવામાં તો એમ જ કહેવાય છે કે-‘ એકેન્દ્રિય જીવ, બે ઇન્દ્રિય જીવ ’ ઇત્યાદિ; ‘ દેવ જીવ, મનુષ્ય જીવ ' ઇત્યાદિ; ‘ રાગી જીવ, દ્વેષી જીવ ' ઇત્યાદિ.
"9
ઇચ્છામિ પડિકમણામાં આવે છે ને કે એકેન્દ્રિયા, બે–ઇન્દ્રિયા, ત્રણ ઇન્દ્રિયા, ચૌરેન્દ્રિયા, પંચેન્દ્રિયા, અભિયા, વથિયા, લેશિયા તેમ કહેવાય છે. એકેન્દ્રિય જીવ લીમડામાં, પૃથ્વીમાં છે. પૃથ્વીના એક-એક કણમાં અસંખ્ય જીવ છે. આ પાણીના એક બિંદુમાં અસંખ્ય જીવ છે.
શિષ્યે કહ્યું-તમે જ કહો છો કે–એકેન્દ્રિયજીવ, બે ઇન્દ્રિયજીવ, દેવજીવ, મનુષ્યજીવ ઇત્યાદિ તમે કહો છો અને વળી પાછા ના પાડો છો કે-એ જીવ નહીં. રાગી જીવ, પુણ્યવાળો પુણ્યનો ક૨ના૨ો જીવ, દ્વેષી જીવ ઇત્યાદિ પ્રકારે તમે જીવને ઓળખાવો છો ને ? “ ઉત્તર આમ છે કે-કહેવામાં તો વ્યવહા૨થી એમ જ કહેવાય છે, નિશ્ચયથી એવું કહેવું જૂઠું છે.”
આહા.. હા ! એકેન્દ્રિય, બેઇન્દ્રિય, મનુષ્યજીવ, પણ.. વસ્તુ એમ નથી.. એ જીવ નહીં. જીવ તો અંદર આનંદકંદ-વિજ્ઞાનઘન આત્મા તે જીવ છે. આહા.. હા ! આવી વાતો છે બાપુ ! વીતરાગ ૫૨મેશ્વર જિનેશ્વરનો મારગ તો આખી દુનિયાથી જુદી જાતનો છે. દુનિયાની સાથે તેનો મેળ ખાય તેવો નથી. આ મારગડા જુદા રહી ગયા અને લોકો બીજે માર્ગે ચઢી ગયા.
?
શિષ્યે પૂછ્યું: પ્રભુ ! તમે એમ કહો છો ને! એકેન્દ્રિય જીવ, બે ઇન્દ્રિયજીવ, ત્રણ ઇન્દ્રિય તે જીવ, રાગી જીવ ? બાપુ ! વ્યવહારથી એમ કહેવાય. પ્રભુ વીતરાગ ૫૨માત્મા કહે છે કે–વસ્તુનું સ્વરૂપ એમ નથી. વ્યવહા૨થી એમ જ કહેવાય છે, નિશ્ચયથી એમ કહેવું જૂઠું છે. સત્યદૃષ્ટિથી જોઈએ તો એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રણઇન્દ્રિય આદિ કહેવું જૂઠું છે. એકેન્દ્રિય, બેઇન્દ્રિય જીવ નથી. અંદર આનંદઘન-જ્ઞાનઘન તે જીવ છે.
આહા ! આ બધા એકેન્દ્રિય જીવ છે ને ? કહે છે-આનંદઘન, જ્ઞાનઘન સ્વરૂપ જીવ છે. આહાહા ! આ લીલોતરી, લીલું ઘાસ તેની એક કટકીમાં અસંખ્ય શ૨ી૨ અને એકે 'ક શરીરે જીવ છે-જે આનંદકંદ છે તેને જીવ કહીએ. એ શરીરને અને રાગની પર્યાયને લઈને એ જીવ નથી. આરે ! આવી વાતું હવે !
નિશ્ચયથી એકેન્દ્રિય આદિ આવું કહેવું તે જૂઠું છે. હવે તેનું દૃષ્ટાંત આપે છે. નિશ્ચયથી ખોટું અને વ્યવહારથી કહેવું તે બે વાત શું છે? તેનો કોઈ દાખલો અમને સમજાવશો કે–જેથી અમને ખ્યાલ આવે.
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk