________________
८०
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશાકૃત ભાગ-૨
કલશ-૪૦
(અનુષ્ટુપ )
घृतकुम्भाभिधानेऽपि कुम्भो घृतमयो न चेत्।
जीव वर्णादिमज्जीवो जल्पनेऽपि न तन्मयः ।। ८-४०।।
ખંડાન્વય સહિત અર્થ:- દૃષ્ટાંત કહે છે “ શ્વેત્ રુક્ષ્મ: ધૃતમય: ન ” ( શ્વેત્) જો એમ છે કે ( રુમ્ભ: ) ઘડો ( ઘૃતમય: ૧) ઘીનો તો નથી, માટીનો છે, “ ધૃત-રુમ્ભાનિધાને અપિ” (ધૃતમ્ભ) ‘ઘીનો ઘડો ’ ( અમિષાને અપિ) એમ કહેવાય છે તથાપિ ઘડો માટીનો છે, [ ભાવાર્થ આમ છે-જે ઘડામાં ઘી રાખવામાં આવે છે તે ઘડાને જોકે ‘ઘીનો ઘડો' એમ કહેવાય છે તોપણ ઘડો માટીનો છે, ઘી ભિન્ન છે, ] તો તેવી રીતે “ વર્ગાલિમગ્રીવ: નત્વને અપિ નીવ: તન્મય: ન” ( વર્ગાવિમØીવ: નત્વને અપિ) જોકે ‘શ૨ી૨-સુખ-દુઃખ-રાગ-દ્વેષસંયુક્ત જીવ ' એમ કહેવાય છે તોપણ ( નીવ: તન્મય: 7) ચેતનદ્રવ્ય એવો જીવ તો શરીર નથી, જીવ તો મનુષ્ય નથી; જીવ ચેતનસ્વરૂપ ભિન્ન છે. ભાવાર્થ આમ છે કે આગમમાં ગુણસ્થાનોનું સ્વરૂપ કહ્યું છે, ત્યાં ‘દેવ જીવ, મનુષ્ય જીવ, રાગી જીવ, દ્વેષી જીવ ' ઇત્યાદિ ઘણા પ્રકારે કહ્યું છે, પણ તે સઘળુંય કહેવું વ્યવહારમાત્રથી છે; દ્રવ્યસ્વરૂપ જોતાં એવું કહેવું જૂઠું છે. કોઈ પ્રશ્ન કરે છે કે જીવ કેવો છે ? ઉત્તર:- જેવો છે તેવો હવે કહે છે. ૮–૪૦.
,
પ્રવચન નં. ૪૮
તા. ૨૪-૭-’૭૭
કલશ-૪૦ : ઉ૫૨ પ્રવચન
“ દૃષ્ટાંત કહે છે-“ શ્વેત રુક્ષ્મ: ધૃતમય: ન” જો એમ છે કે-ઘડો ઘીનો તો નથી, માટીનો છે, ‘ઘીનો ઘડો એમ કહેવાય છે તથાપિ ઘડો માટીનો છે.” લોકમાં કહેવાય શું ? ઘીનો ઘડો. ઘડામાં ઘી ભરેલું હોય તેથી બોલવામાં તો એમ આવે.. પણ તે ઘડો માટીનો છે, તે કાંઈ ઘીનો નથી. તેલની બરણી.. બોલવામાં તેમ આવે, પરંતુ બરણી કાંઈ તેલની છે ? બરણીમાં તેલ તો વ્યવહારે રહેલું છે. નિશ્ચયથી તો તેલ પોતાનામાં રહેલું છે. દેષ્ટાંત આપ્યું તું ને ? એમ કે આ કટોરી-છાલિયું છે તેમાં ઘી ભર્યું છે; હવે ઘી તો ઘીના આધા૨ે રહેલું છે–ઘીને એનો પોતાનો આધાર છે, તો છાલિયાનાં આધારે ઘી છે? જો ઘીનો આધાર છાલિયું હોય તો, છાલિયું ઉંધું વાળે ત્યારે ઘી જુદું કેમ રહે? ઘી.. ઘીને આધારે છે, છાલિયાને આધારે ઘી નથી. આહા... હા ! આવી વાતું છે!
સર્વજ્ઞ ભગવાને જાતિએ છ દ્રવ્ય જોયા છે, અને સંખ્યાએ અનંત અનંત આત્માઓ, અનંતાનંત ૫૨માણુઓ, અસંખ્ય કાળાણુંઓ, એક ધર્માસ્તિકાય, એક અધર્માસ્તિકાય,
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk