________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૯ રખડ્યા કરે છે નરક, નિગોદ, દેવના ભવ તે બધા દુઃખના ભવ છે. રાગથી સ્વર્ગ મળે અને રાગ તે દુઃખ છે.
“ભાવાર્થ આમ છે કેઃ લક્ષણભેદે વસ્તુનો ભેદ હોય છે, તેથી ચૈતન્ય લક્ષણે જીવ વસ્તુ ભિન્ન છે, અચેતન લક્ષણે શરીરાદિ ભિન્ન છે.”
કહે છે? વસ્તુ જુદી જુદી કેમ જણાય છે? તો કહે છે કે તેના લક્ષણો જુદા છે માટે વસ્તુ જુદી જણાય છે. જેનું લક્ષણ જુદુ તે વસ્તુ જુદી-એમ કહે છે. આત્મા જાણક સ્વભાવ લક્ષણે છે. જાણવું-જ્ઞાનલક્ષણો તે આત્મા છે. પુણ્ય ને પાપના ભાવ એ બધા અચેતન લક્ષણા જડ છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે તેનું કિરણ રાગમાં આવતું નથી. રાગની ક્રિયામાં ચૈતન્યની કોઈ પર્યાય આવતી નથી. તેથી એ પુણ્ય-પાપના ભાવને પરમાત્મા અચેતન કહીને ચૈતન્યથી જુદા છે તેમ બતાવે છે. જેને દુનિયા ધર્મ માને છે તે શુભભાવને સર્વજ્ઞ જિનેશ્વરદેવ પુગલ કહે છે.
ભાઈ ! તું અંદર કોણ છો? કહે છે-આત્મા તો જ્ઞાનનું ઢોકળું છે-જ્ઞાનનો પૂંજ છે. ઢોકળામાંથી નમુનો નીકળે તો રૂનો નીકળેને? કે-કોલસાનો નીકળે? તેમ ભગવાન આત્મા વિજ્ઞાનઘન છે. એમાંથી દયા-દાનના ભાવ નીકળે તે કોલસા છે. તેમાંથી જ્ઞાન નીકળે નહીં. હજુ સમ્યગ્દર્શન શું કહેવાય અને સમ્યગ્દર્શનનો વિષય શું છે એની ખબરું ન મળે અને ધર્મ થઈ જાય !
અહીં તો જિનેશ્વરદેવ પરમાત્મા એમ કહે છે-સમ્યગ્દર્શન એટલે સત્યદર્શન-સાચું દર્શન-સાચી પ્રતીતિ. જેનો વિષય જ્ઞાનઘન પૂર્ણાનંદ સત્ આત્મા છે તેની પ્રતીતિને સમ્યગ્દર્શન કહે છે. તે સમ્યગ્દર્શન કોને દેખે છે! કોને જાણે છે ! કોને માને છે! આહાહા ! એ તો વિજ્ઞાનઘન પ્રભુ આત્મા છે તેને સમ્યગ્દર્શન જાણે ને માને ન દેખે છે. સમ્યગ્દર્શન તે ભેદને અને રાગના ભાવને પોતાના માને નહીં. હજુ તો આ ચોથા ગુણસ્થાનની વાત છે. શ્રાવક તો હજુ કયાંય રહ્યાં. આ વર્તમાનમાં જે શ્રાવક છે તે તો બધા સમજવા જેવા છે. આહા.. હા ! મારગડા જુદા નાથ !
બીજાને તો અવલોમ જેવી વાત લાગે. દુનિયાની તો ખબર છે ને! અહીંયા બધી ખબર છે. બાપુ! આ પ્રભુના મારગડા છે. ધર્મના પંથ કોઈ જુદી જાતના છે. આ જે રાગ છે તે જૈનધર્મ છે? તે આત્મા છે? જેને આત્માનું દર્શન થયું હોય, આત્માનું ભાન થયું હોય તે ધર્મીને પણ શુભરાગ આવે પણ તે માને છે કે તે અજીવ છે-હેય છે. તે મને લાભદાયક નથી. આવું કયાંથી આવ્યું? આવો જૈનધર્મ હશે ! અત્યાર સુધી તો અમે છે કાયની દયા પાળી તે નકામું ગયું ને? અહીં કહે છે-એ છ કાયમાં તે આત્મા છો કે નહીં? તારી દયા છે કે નહીં? તારી દયા તેને કહીએ કે પોતાને પુણ્ય ને પાપવાળો ન માનતાં વિજ્ઞાનઘન માનવો. પોતે ત્રિકાળી તત્ત્વ છે તેને તે રીતે માનવું તેનું નામ જીવતરને જીવ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk