________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૬
કલશાકૃત ભાગ-૨ વેદનારા ભાવલિંગી મુનિ હતા. તેને સાચા મુનિ કહીએ. બાકી નગ્ન થઈ ગયા અથવા લંગડાં ફેરવ્યાં અને પાંચ મહાવ્રતના પરિણામ પાળે એટલે મુનિ એમ નહીં.
અહીંયા કહે છે એ તો વિજ્ઞાનઘન છે, તેથી જીવદ્રવ્ય ભિન્ન છે. શું કહ્યું? આત્મા તો જ્ઞાનઘનનો પુંજ છે, આનંદનો કંદ છે તેથી જીવદ્રવ્ય રાગ અને પુણ્યના ભાવથી ભિન્ન છે. અરેરે. આવી વાતું!
અરે! બાપુ! અનંતકાળમાં ધર્મ થયો નથી. આહા.. હા! અનંત અનંત ભવ વિત્યા તેમાં અનંતવાર અબજોપતિ થયો. ભિખારી અનંતવાર થયો, સ્વર્ગનો દેવ અનંતવાર થયો. નવમી રૈવેયકનો દેવ જેની સ્થિતિ એકત્રીસ સાગરની છે તે રૈવેયકમાં અનંતવાર ઉપજ્યો છે. એવા કોઈ દયા-દાન, વ્રત-તપ-ભક્તિના ભાવ કર્યા હોય તો એ પુણ્ય છે અને તેનાથી સ્વર્ગમાં જાય પણ તેનાથી ભવનો અભાવ ન થાય. જ્યાં મિથ્યાત્વ છે ત્યાં અનંતાભવ પડ્યા છે. આ રાગ ને પુણ્યના ભાવ મારા–એવી જે માન્યતાનું મિથ્યાત્વ છે ત્યાં અનંતાભવ પડ્યા છે. ભાઈ ! એને ખબર નથી. સમજાણું કાંઈ?
જુઓ, આ બધી વનસ્પતિ.. લીલોતરી.. લીમડાના એકેક પાંદડે અસંખ્ય જીવ છે. એકે ક પાંદડે અસંખ્ય શરીર છે, અને એકેક શરીરમાં એકેક જીવ છે. એ લીલોતરીમાં તું અનંતવાર અવતર્યો છો બાપુ! આવા અવતાર શેને લઈને થયા તેની તને ખબર નથી. વિજ્ઞાનઘન જે ચૈતન્ય છે તેની દૃષ્ટિના અભાવને લઈને થયા. એટલે કે સત્યવસ્તુ ભગવાન વિજ્ઞાનઘન તેની દૃષ્ટિ તે સત્યદૃષ્ટિ છે, અને આ પુણ્ય ને પાપના ભાવ મારા તે મિથ્યાષ્ટિ છે. સમજાણું કાંઈ ?!
આ બહારના બંગલા.. બે પાંચ કરોડના હજીરા એ તો માટી–ધૂળ છે, તે જડ ચીજ છે. જડ છે તે તારી કયાંથી થઈ ગઈ? આ મારા પૈસા ને મારા બંગલા તેમાં તે જીવને મારી નાખ્યો. અર્થાત્ જે વિજ્ઞાનઘન આત્મા છે તેને એ રીતે ન માનતાં, અને જે તેનાં નથી તેને મારાં માનતાં-રાગ મારો છે એમ માનીને તેણે વિજ્ઞાનઘન સ્વરૂપનો અનાદર કર્યો છે. આવો વીતરાગ પરમેશ્વરનો મારગ છે ભાઈ ! અત્યારે તો આ તત્ત્વ વીંખાઈ ગયું છે. જેનો કયાંય પત્તો ન મળે. અરે... રે! એમને એમ જીવન ચાલ્યા જાય છે.
(તત: અન્ય:) તેથી જીવદ્રવ્ય ભિન્ન છે.” ભગવાન જેને આત્મા કહે છે. તે જીવદ્રવ્ય વસ્તુ છે તે આ બધા પુણ્ય ને પાપના વિકલ્પ-રાગ અને ગુણસ્થાનના ભેદ, માર્ગણાના ભેદ, શરીર, કર્મ તેનાથી એ ચીજ જુદી છે. “શરીરાદિ –આદિમાં બધું લઈ લેવું. શુભ અશુભ ભાવમાં પરની હિંસા નહીં કરવાનો, દયા પાળવાનો ભાવ તે રાગ છે. તે વૃત્તિનું ઉત્થાન છે. વિજ્ઞાનઘનમાં (પર્યાયમાં) વૃત્તિ ઉઠે છે તે રાગ છે. એ રાગ તારા સ્વરૂપમાં નથી. તું તે રાગરૂપે થયો નથી. તું તો તેનો જાણનારો વિજ્ઞાનઘન સ્વરૂપે રહેલો છે. આવી દૃષ્ટિ જ્યાં સુધી નથી ત્યાં સુધી તે મિથ્યાદેષ્ટિ છે. તેને લઈને તે ચારગતિમાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk