________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૪.
કલશોમૃત ભાગ-૨ પુદ્ગલનું ચિતરામણ છે. આહા.. હા! આવું સાંભળવું કઠણ પડે! કેમકે સંપ્રદાયમાં આ વાત ચાલતી નથી. ઝીણી વાત છે બાપા!
વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વરના કથનો અને એમના આગમો તે કોઈ જુદી જાતના છે ભાઈ. ભગવાન આત્મા તો જ્ઞાનની ભીંત છે. તે જ્ઞાન સ્વરૂપ ચૈતન્યઘન છે. તેમાં આ બધી રચના નથી. રાગાદિનું ચિતરામણ તે જડનું કાર્ય છે તે પુદ્ગલ દ્રવ્યનું કાર્ય છે. બપોરે એમ આવે કે પુષ્ય ને પાપના ભાવ એકલા જીવનું કર્તવ્ય છે. તે જીવની પર્યાયમાં થાય છે તે કર્મને લઈને નહીં. આગળ કહ્યું ત્યાં તો તે જીવની પર્યાયમાં તેનાથી છે એટલું સિદ્ધ કરવું છે. જ્યારે અહીં તો વસ્તુને સિદ્ધ કરવી છે. ચૈતન્ય ભગવાન આત્મા તે આનંદકંદ પ્રભુ છે. તે અતીન્દ્રિય આનંદનું દળ છે, તેના ઉપર આ પુણ્ય-પાપના ભાવો થાય તે બધી જડની પુદ્ગલની રચના છે.
પ્રશ્ન- આ દયા-દાન, વ્રત-ભક્તિના પરિણામ છે તે તો જીવમાં થાય છે ને?
ઉત્તર:- થાય છે એની પર્યાયમાં પરંતુ તેના વસ્તુસ્વભાવમાં નથી. માટે તેને પુદ્ગલનું ચિતરામણ કહ્યું છે. આહા.! આવી વાતું છે. પુલ દ્રવ્યના ચિતરામણ જેવા છે તેમ હે જીવો નિઃસંદેહપણે જાણો. “વિદન્ત' છે ને? એટલે કે નિઃસંદેહપણે જાણો.
તત: રૂવં પુન: વ અસ્તુ ન માત્મા” (તત:) તે કારણથી (રૂવું) શરીરાદિ સામગ્રી (પુન:) જે પુદ્ગલ દ્રવ્યથી થઈ છે તે જ પુદ્ગલ દ્રવ્ય છે, નિશ્ચયથી તે જ છે, આત્મા અજીવ દ્રવ્યરૂપ થયો નથી.”
શું કહે છે? “શરીરાદિ સામગ્રી” એટલે પુણ્ય-પાપના ભાવ, ગુણસ્થાન, માર્ગણાના ભાવ તે પુદ્ગલ દ્રવ્યથી થયા છે. અર્થાત્ તે જ પુદ્ગલ દ્રવ્ય છે. નિશ્ચયથી તે જ છે. ( વ ) શબ્દ છે ને? “વ' અર્થાત્ શરીર, મન, વાણી તો જડ છે, આઠ કર્મ છે તે જડ છેઅજીવ છે. તેમ પુણ્ય-પાપના ભાવ તેમાં ચૈતન્યનો અભાવ છે માટે તે પણ અજીવ ને જડ છે. સમજાણું કાંઈ?
પુદ્ગલ દ્રવ્યથી થઈ છે તે પુદ્ગલ દ્રવ્ય છે, નિશ્ચયથી તે જ છે, આત્મા અજીવદ્રવ્યરૂપ થયો નથી.”
સર્વજ્ઞ ભગવાન કહે છે કે-અંદર જે ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા છે તે પુણ્યપાપના ભાવપણે કદી થયો નથી. આ ગુણસ્થાન ને માર્ગણાસ્થાનના ભેદપણે કદી થયો નથી. શ્રી સમયસારની છઠ્ઠી ગાથામાં આવી ગયું છે-ચૈતન્ય તો જ્ઞાનનો પુંજ, જ્ઞાનસાગર વસ્તુ છે. એ જ્ઞાનસાગર વસ્તુ જો શુભાશુભભાવપણે થાય તો અજીવ થઈ જાય-જડ થઈ જાય એમ કહે છે. પાંચ મહાવ્રતના ભાવ એ તો પુગલના પરિણામ રાગ છે. એ તો જડના કાર્યો છે. આહા.. હા ! સાંભળવું કઠણ પડે બાપુ! મારગડા પ્રભુના જુદા છે. સમજાણું કાંઈ?
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk