________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૨
કલશાકૃત ભાગ-૨ વીતરાગસ્વરૂપ જિનસ્વરૂપ છે.
જિન સોહી હૈ આત્મા, અન્ય સોહી હૈ કર્મ,
યહી વચન સે સમઝલે, જિન પ્રવચન કા મર્મ.” ભગવાન વીતરાગના પ્રવચનનો એ મર્મ છે કે-આત્મા છે તે જિનસ્વરૂપ છે. અત્યારે આત્મા વીતરાગમૂર્તિ છે. અને આ જેટલા ચિતરામણ છે તે બધા પુદ્ગલના ચિતરામણ છે. આ ભીંત દિવાલ ઉપર ચિતરામણ નથી કરતા! તેમ ભગવાન ચૈતન્ય આનંદનો નાથ પ્રભુ ! તેની દશામાં પુણ્ય-પાપ આદિના ભાવો, ગુણસ્થાનમાર્ગણાસ્થાનના ભેદરૂપ ભાવો તે બધા પુદ્ગલનું ચિતરામણ છે. તે ચૈતન્યનું સ્વરૂપ નહીં. આકરી વાત છે, સાંભળવી કઠણ પડે.
આખો દિ' એવું સાંભળે છે કે-દયા પાળવી તે ધરમ છે, વ્રત કરીએ તે ધરમ છે, ભગવાનની પૂજા કરીએ તે ધરમ છે. તેમને આ વાત ગળે ઉતરવી કઠણ પડે. જ્ઞાનીને પણ આત્મજ્ઞાન હોવા છતાં એવા ભાવ આવે ખરા, પણ તે ભક્તિ-પૂજાના ભાવને હેય જાણે છે-દુઃખરૂપ જાણે છે-અજીવ તરીકે જાણે છે. સમજાણું કાંઈ ?
શ્રોતા:- જીવમાં અજીવ કેવી રીતે ઘૂસી ગયું?
ઉત્તર- એ પર્યાયમાં છે, જીવમાં અંદર ઘૂસી ગયા નથી. ચાંદીની તલવારમાં કાંઈ લોઢાની તલવાર ઘૂસી ગઈ નથી, એ તો જુદી ચીજ છે. આવી વાત હવે ! સંસારમાં બિચારા હજુ પાપથી નવરા થાય નહીં. કમાવું ને વિષય ને એ બધા પાપના ધંધા એમાંથી નવરો ન થાય બિચારો. અહીં તો કહે છે–દયા, દાન, વ્રતના પરિણામ કરે એ પુણ્ય છે.
પ્રશ્ન:- એની સામું ન જુએ તો છૂટો પડી જાય ને ?
ઉત્તર:- તેનાથી ભિન્ન ભગવાન આત્મા છે તેના સામું જોતાં તે છૂટો પડી જાયત્યારે તેને લાભ થાય છે. આવી વાતો લ્યો ! શું થાય ભાઈ ! સને માનનારા ભલે થોડા હોય, સને કાંઈ સંખ્યાની જરૂર નથી. બહુ માનનારા માટે સાચું તેમ નથી.
પરમેશ્વર-જિનેશ્વરદેવ કેવળજ્ઞાની પરમાત્માએ આ વર્ણન કર્યું છે. પ્રભુ! આ જેટલા ચિતરામણ પુલના છે તે બધા તારા નહીં. તું તો જ્ઞાન. જ્ઞાન. જ્ઞાન. જ્ઞાન... સમજણનો પિંડ છે. પર્યાયમાં આ ચિતરામણ છે તે તો પુદ્ગલનું છે-તે અજીવ છે. તેને પોતાનું માનવા જેવું નથી.
એમ હે જીવ! તમે નિઃસંદેહપણે જાણો! આખી દૃષ્ટિને ફેરવવી પડે એવું છે. જોનારની પર્યાયમાં જણાય છે તે જાણનારને જાણવા જા ! જેની પર્યાયમાં આ છે એવું જણાય છે એ પણ પર્યાય જણાય છે. એ પર્યાય જાણે છે તેમાં જે ત્રિકાળ જાણનારો છે તેને જો તો તને સમ્યગ્દર્શન થશે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk